________________
ભારતનાં જૈન તીર્થો ચિત્ર ૩ શ્રી કેશ્વરીદેવી અને અંબિકા : ઉપરોક્ત કાઉસગીયાની મૂર્તિને નીચેના ભાગને ફેટ ડાબી બાજુએથી લઇને અત્રે રજૂ કરેલો છે.
ચિત્ર સ્લેટ ૧૫ ચિત્ર ૧૪ શ્રી ચકેશ્વરીદેવી: ઉપરોક્ત મૂર્તિના નીચેના ભાગમાં દેવીને જુદો જ ફેટ અત્રે રજૂ કરેલો છે. દેવીના ચાર હાથે પિકી ઉપરના બંને હાથમાં એક છે અને નીચે જમણે હાથ વરદ મુદ્રાએ રાખેલ છે અને તેમાં માળા છે, તથા નીચે ડાબા હાથમાં શંખ છે. નીચે તેનું વાહન ગરુડ છે અને ગરુડની નીચે કમલનું ફૂલ છે ચિત્ર ૩૫ શ્રી અંબિકાદેવી : ઉપરોક્ત મૂર્તિની બાજુમાંથી ઉભી અંબિકાદેવીને ફેટ જુદો લઈને અત્રે રજૂ કરેલો છે. તેના બે હાથ પૈકી જમણા હાથમાં આંબાની લૂંબ છે અને ડાબા હાથથી પકડીને બાળક કમ્મર ઉપર બેસાડેલું છે.
એક જ મૂર્તિમાં બે જુદી જુદી યક્ષિણીઓની રજૂઆત કરેલી આવી મૂર્તિઓ કેઈક વિરલ જ મળી આવે છે, અને તેથી જ આ મૂર્તિ જૈન મૂર્તિવિધાન શાસ્ત્રના અભ્યાસીઓ સમા એક નો વિચાર રજૂ કરે છે.
ચિત્ર પ્લેટ ૧૬. ચિત્ર ૩૬ શ્રી પાર્શ્વનાથજીઃ આ મૂર્તિ મારા પિતાના સંગ્રહની છે. આ મૂર્તિનું વિસ્તૃત વર્ણન મારા
ભારતીય વિદ્યાના લેખમાં ચિત્ર ૧૦ તરીકે મેં કરેલું છે. આ મૂર્તિની પાછળના ભાગમાં દસમાં સૈકાની લિપિમાં કેનરાયેલો એક ટ્રક લેખ છે. જે આ પ્રમાણે છેઃ
श्रीचंद्रकुले माढ गच्छे मुक्ति समीया । श्रावको गोचि नाम जिनत्रय। ચિત્ર ૩૭ શ્રી પાર્શ્વનાથજી: આ મૂર્તિ સ્વર્ગસ્થ જૈન વિદ્વાન બાબુ પૂર્ણચંદ્ર નાહરને સંગ્રહમાં છે અને તે વિક્રમ સંવત ૧૭૭ની છે. જેનું ચિત્ર “જન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ’ એ નામના પુસ્તકને પહેલા જ પૃઇની સામે ચિત્ર નંબર ૩ તરીકે છપાયું છે. પણ ત્યાં (ચ નબર ૬ વાળી મૂર્તિની માફક) એ પુસ્તકને વિદ્વાન સંપાદક શ્રીયુત મોહનલાલ દલીચંદ દેસાઈએ, એ મૂર્તિ પાર્શ્વનાથની હોવા છતાં એ આદિનાથની મૂર્તિ તરીકે ઓળખાવી છે. આ મૂર્તિની વાસ્તવિક ઓળખાણ હું મારા જૈન સત્યપ્રકાશ'ના ૭માં વર્ષના ૧-૨-૩ અંકમાં “બારમાં સૈકા પહેલાંની પ્રાચીન ધાતુપ્રતિમાઓ' નામના લેખમાં ચિત્ર ૬ના વર્ણન તરીકે આપી ગયો છું.
ચિત્ર પ્લેટ ૧૭. ચિત્ર ૩૮ શ્રી પાર્શ્વનાથ: આ મૂર્તિ મુંબાઈમાં પાયધુની પર આવેલા શ્રી ગોડી પાર્શ્વનાથના દેરાસરમાં ઉપરના ભાગમાં છે અને મૂળ આ મૂર્તિ પ્રભાસપાટણથી ધાતુની મૂર્તિઓ ભેગી આવેલી છે. મૂર્તિની પાછળના ભાગને લેખમાં વિક્રમ સંવત ૧૬૩ની સાલ સ્પષ્ટ રીતે વાંચી શકાય છે.
આ મૂર્તિ ચિત્ર નંબર ૩૦વાળી પિંડવાડાની મૂર્તિ સાથે મલતી આવે છે, પરંતુ આ મૂર્તિનું શિ૮૫ ચિત્ર નંબર ૩૦વાળી મૂર્તિના જેવું સુરેખ અને સુંદર નથી. ચિત્ર ૯ ચિત્ર નં. ૩૮ની મૂર્તિને પાછળ ભાગ ઃ આ પાછળનું ચિત્ર રજૂ કરવાનો મુખ્ય હેતુ એ હતો કે એની પાછળ સંવત સ્પષ્ટ વાંચી શકાય, પરંતુ કમનસીબે બ્લેકમાં અક્ષર પષ્ટ વાંચી શકાય તેવા આવ્યા નથી, છતાં પણ જૈન મૂર્તિવિધાન શાસ્ત્રના અભ્યાસીઓને અગિયારમાં સૈકાની શરૂઆતના વખતની જેનમૂર્તિઓના શિલ્પનો કાંઈક ખ્યાલ તો જરૂર આપે છે,
ચિત્ર પ્લેટ ૧૮ ચિત્ર ૪૦ શ્રી ઋષભદેવડ: આ મૂર્તિ પણ ગેડીના દેરાસરમાં પ્રભાસપાટણથી આવેલી છે. આ
"Aho Shrutgyanam