________________
અને તેમનું શિલ્પ સ્થાપત્ય પત્રિકાના નવીન સંસ્કરણું ભાગ ૧૮ અંક ૨ ના ૨૨૧થી ૨૩૧માં પાના ઉપર આપેલું છે. આ મૂર્તિની ઊંચાઈ ચાર ફૂટથી કાંઈક વધારે છે અને મૂર્તિના પાદપીઠ ઉપર પાંચ લીટીનો સંસ્કૃત ભાષામાં એક લેખ નીચે પ્રમાણેને કોતરેલે છે.
(१) ३ नीरागत्वादिभावेन, सर्वशत्वविभावकं । हात्या भगवतां रूपं, जिनानामेव पावनं ॥ द्रो-वयक (૨) વાવ....... મિઃ...... રિટું નં રિતે સુનમુસÉ | (૩) માત્તવવરnfકંગત-મુદરા (કો)... a...........વર ના વખાન વરાછામાથી (૪) સંવત ૪૪ (५) साक्षापितामहेनेव, विश्वरूपविधायिना।
शिल्पिना शिवनागेन, कृतमेतज्जिनद्वयम् ।।
લેખની ચોથી લીટીમાં સંવત ૪૪ અષ્ટ નિર્દેશ છે અને પાંચમી લીટીમાં મૂર્તિને ઘાટ ઘડનાર શિપી વિનાનું નામ આપેલું છે. ચિત્ર ૨૯ શ્રી ઋષભદેવજી: આ મૂર્તિ પણ ઉપરોક્ત દેરાસરમાં આવેલી છે. આ મૂર્તિનું વર્ણન મેં મારા “ભારતીય વિદ્યાના લેખમાં ચિત્ર નંબર ૮ તરીકે કરેલું છે.
ચિત્ર પ્લેટ ૧૩. ચિત્ર ૩૦ શ્રી પાર્શ્વનાથજી: આ મૂર્તિ પણ ઉપરોક્ત દેરાસરમાં આવેલી છે. ચિત્રની મધ્યમાં શ્રી પાર્શ્વનાથજી બિરાજમાન છે. તેઓની બંને બાજુએ બે કાઉસગીયા ઊભેલા છે મૂર્તિની પલાંઠી નીચે સુંદર પબાસન કેરેલું છે, પબાસાની નીચે કમલની પાંખડીઓ અને કમલની પાંખડીઓ નીચે સુંદર કારીગીરીવાળા વસ્ત્રની આકૃતિ કતરેલી છે. વસ્ત્રની આગળના ભાગમાં ધર્મચક્રની બંને બાજુએ એક હરણની આકૃતિ છે, હરણની આકૃતિની પાસે એકેક સિંહની આકૃતિ કોતરેલી છે. સિંહની નજીકમાં જમણી બાજુએ ડાબા હાથમાં ફળ પકડીને બેઠેલી યક્ષની આકૃતિ કોતરેલી છે, વૃક્ષની નીચે તેનું વાહન હાથી છે. ડાબી બાજુએ જમણે હાથમાં આંબાની લૂબ પકડીને તથા ડાબા હાથમાં બાળક તેડીને બેઠેલી, સિંહના વાહનવાળી અંબિકાદેવીની મૂર્તિ છે. યક્ષ અને યક્ષિણીના પાછળના ભાગમાં એકેક ઉભી ચામરધારિણી સ્ત્રીની આકૃતિ છે. ધર્મચક્રની તથા યક્ષ-યક્ષિણીના ઠેઠ નીચેના ભાગમાં નવ ગ્રહોની મૂર્તિઓ કોતરેલી છે. આવી સુંદર આકૃતિઓવાળાં શિલ્પ જાણે શિલ્પીએ કોઈ પુરસદના સમયે દેવી પ્રેરણાથી ઘડી કાઢવાં હોય તેમ લાગે છે. આ મૂર્તિ લગભગ આઠમા સૈકાની હોય એમ લાગે છે. ચિત્ર ૩૧ શ્રી પાર્શ્વનાથજી: વાંકાનેર (કાઠિયાવાડ)ના કોઈ જૈનમંદિરની આ મૂર્તિનું વિસ્તૃત વર્ણન મેં મારા “ભારતીય વિદ્યા’વાળા લેખમાં ચિત્ર ૯ તરીકે કરેલું છે.
આ મૂર્તિ મોટે ભાગે ચિત્ર નંબર ૭૦ની સાથે મળતી આવે છે, છતાં બંનેના ધડનાર શિલ્પીઓ જુદાજુદા હાવા સાથે બંને જુદાજુદા સમયની હોય એમ લાગે છે. આ મૂર્તિ પણ આમાં નવમા સિકાની હોય એમ લાગે છે.
ચિત્ર પ્લેટ ૧૪ ચિત્ર ૩૨ શ્રી ઋષભદેવજી પ્રભાસપાટણના સુવિધિનાથ ભગવાનના જિનમંદિરના ગભારામાં જમણી બાજીએ ધાતુની ઉભી પ્રતિમા છૂટી છે. મૂળ આ પ્રતિમા કઈ પરિકરવા જિનમૂર્તિની બાજુના કાઉસગીયા હેવા જોઇએ. આ ઊભી મૂર્તિની નીચે ચાર ભુજાવાળ ચક્રેશ્વરી દેવીની મૂર્તિ છે અને
ની ડાબી બાજુએ જમણા હાથમાં આંબાની લૂંબ પકડીને તથા ડાબા હાથમાં બાળક તેડીને ઉભેલી અંબિકાની મૂર્તિ છે. અંબિકાની ધાતુની ઊભી મૂર્તિ જવલ્લે જ મળી આવે છે.
"Aho Shrutgyanam