SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતનાં જૈન તીર્થો સંપ્રદાયના અંગત આવિર્ભાવ રૂપે ગણતાં તેની કલાચર્ચા યથાર્થતા પામતી નથી. પ્રત્યેક મંદિર અને શિલ્પની રૂપભાવના તથા કારીગરી પ્રધાનતઃ તે કાળે દેશમાં મળી આવતા કુશળ કમેકારોને જ આભારી છે. તેના આશ્રયદાતાઓ ધનિક હોય કે ધર્માચાર્યો હોય કે અન્ય કોઈ હોય, પણ કળા અને કારીગરીનું શ્રેય તો વિશ્વકર્માનાં એ સંતાનને જ ઘટે છે, જેમણે અનેક સૈકાઓ વીત્યા છતાં, તેમને આશ્રય આપનારાઓનો પ્રભાવ અને ભાવનાભવ શિલ્પની અશબ્દ રૂપાવલિમાં અમર કર્યો છે. ભારતના પ્રાંતે પ્રાંતે આ કળાવીરેની વેલ ખૂબ પાંગરેલી છે. બિહારના ભુવનેશ્વર અને કોણાર્ક, બુંદેલખંડનું ખજુરાહો, ઉજજયિની ને ધારાનગર, મથુરા, નાલંદા ને બનારસ તથા દક્ષિણના ચૌલુક્ય, હેયશાલ અને ચૌલ રાની શિલ્પસમૃદ્ધિનાં અપૂર્વ વૈવિધ્યથી ભારત જગતનું આશ્ચર્ય બન્યું છે. ગુજરાતનું સ્થાપત્ય અને શિ૯૫ એ બધા અનેક રાજકીય અને ધાર્મિક પ્રવાહોને પ્રૌદ્ધ અને સમૃદ્ધ વારસદાર છે. પણ ગુજરાતની સાંસ્કૃતિક સરહદે આજની રાજકીય સીમાઓના આધારે ઓળખનારા ભૂલ ખાય એવો સંભવ છે. તેથી કલાચર્ચામાં તેને રાજસ્થાની મંડળ કહેવામાં આવે છે. એટલે ગુજરાત, માળવા, મારવાડ ને મેવાડથી માંડીને છેક પૂર્વ ખાનદેશ સુધી ગણીએ એટલા પ્રદેશમાં એક જ પ્રકારની, શિલ્પકલ્પના પ્રવર્તે છે. મોઢેરા અને ચંદ્રાવતીનો વાર રાણકપુરમાં ઊતરેલો દેખાશે, તે દેલવાડામાં તે આરસની ખાનદાનીભરી જાહોજલાલી બતાવે છે. રુદ્ધમહાલયના ખંડેર પરની નૃત્ય કરતી ગણમૂર્તિઓ આબુ દેલવાડાના સ્તંભો પર દેખાય છે. વીરમગામની મુનસર તળાવની આસપાસની હજાર શિવદેરીઓ અને નેમિનાથ મંદિર કે હઠીભાઈના મંદિરમાંની પાસની અનેક જિનમૂર્તિઓમાં સંપ્રદાયસ્વરૂપ જુદું હોવા છતાં આરાધના અને સાધનાને પ્રકાર એકસરખો લાગશે. રંગમંડપ, પ્રવેશદ્વારે, કમાને આદિ બ્રાહ્મણ, જિન, સ્વામિનારાયણ ગમે તે સંપ્રદાયનાં હશે તે પણ સેમપુરા વિશ્વકર્માઓના હાથ બધે એક જ સરખા જણાશે. . આથી પ્રત્યક્ષ થાય છે કે શ્રી સારાભાઈ નવાબે આ શિલ્પસમુદાયનાં ચિત્રા પ્રાપ્ત કરી માત્ર જન કોમના સંરકારને જ ઉદ્દીપક સાધન આપ્યું છે એટલું જ નહિ, પણ તે સાથે સમગ્ર કલાકૌશલ ઉપાસક વર્ગ માટે ચિત્રદીપ પ્રકટાવ્યો છે. ગુજરાતના કારીગરોનાં ઢાંકણાં અને કુશલતાને કાટ લાગતા અટકાવવાનું બિરદ તે જૈન સંપ્રદાયે જ પામ્યું છે. અને દિલ્હી-આગ્રા બંધાયા પહેલાં છેક ચૌદમા સૈકામાં અમદાવાદની અદ્વિતીય સ્થાપત્યરચનાઓ કરનારા ગુજરાતમાંથી જ મળ્યા, તે તે જૈન મંદિર બાંધનારાઓના જ પરિવારમાંથી. અને હજુ શું ગુજરાતના જ શિલ્પીઓએ રાણકપુર અને ગિરનારની મરામત કરી નથી? શ્રી સારાભાઈએ આ પુસ્તકમાં જે શિલ્પચિત્રો એકઠાં કર્યા છે તેમાં તેમણે બની શકે ટલા પ્રાચીન કળાના નમૂના મેળવ્યા છે. એ જોયા પછી લાગશે કે બૌદ્ધકાલીન કળાના નમૂનાઓ મોટે ભાગે સામ્રાજ્યપ્રેરિત એક જ ટંકશાળની છાપવાળા છે, જ્યારે જૈન સંપ્રદાયના નમૂનાઓએ પ્રત્યેક પ્રાંતના કળાકારનો મોટા ભનથી ઉપયોગ કર્યો છે અને તેમને ઉદાર આશ્રય આપે છે. જૂનાગઢના ઉપરકોટની ગુફાના સ્તંભે જોરશે તે લાગશે કે તેને ગુજરાતના કોઈ સ્થાપત્ય સાથે લેવાદેવા નથી. બૌદ્ધ કાલની મૂર્તિઓ પણ ઘણે ભાગે એક જ કેન્દ્રમાંથી મોકલવામાં આવી હતી એવું જણાય છે. પણ જેન શિલ્પરચનાઓ અને મૂર્તિઓના વિવિધ પ્રકારે ગુજરાતમાં જ ઘડાયા છે એવું જ્ઞાન મળે છે. આ પુસ્તકની ચિત્રાવલિમાં શ્રીયુત સારાભાઈનાં સ્વયંસંશાધન અને પ્રાપ્તિની પણ કેટલીક ચિત્રપ્રતિમાઓ છે. એ બધું એકત્રિત કરવામાં, સંકલિત કરવામાં અને આવું પ્રકાશન કરવામાં તેમને કેવી મુસીબતે પડે છે તે મેં પ્રત્યક્ષ નિહાળ્યું છે અને ગુજરાતની ધનાઢય કેમ પોતાના જ સંપ્રદાયની "Aho Shrutgyanam
SR No.008471
Book TitleBharatna Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1942
Total Pages192
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Tirth
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy