SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ અને તેમનું શિલ્પસ્થાપત્ય ખીજી ધ્યાન ખેંચે તેવી હકીકત, મૂર્તિઓનાં મંદિશ વિષે એ છે કે મુદ્દે કે જિન ભગવંતાની મૂર્તિઓના વિકાસ સાથે જ તેના ઇતિહાસ સંકળાએોા નથી. આજે મંદિરાનું જે વાસ્તુસ્વરૂપ આપણે જોઈએ છીએ તેને સંબંધ બૌદ્ધકાલીન સ્તૂપ, વિહાર કે ચૈત્ય સાથે કેવી રીતે મેળ ખાય છે તેના તર્ક રસમય થશે. બૌદ્ધ ધર્મને વેગ આપનાર સમ્રાટ્ અશોકના સમયના સ્તૂપ અથવા ચુકામંડપે! જ મળી આવે છે. આ સ્તૂપનિર્માણુને પ્રારંભ પણ વૈદિક કાળમાં શબ્દ અથવા શબ્દની ભસ્મ ઉપર જે ગેળાકાર ટીમા કરી દેવામાં આવતા તેના વિકાસ માત્ર છે. તેના આરંભિક રૂપમાં ઉલઢા કટારા જેવા આકાર કરી ઉપર વચ્ચેાવચ્ચ એક વૃક્ષ રોપવામાં આવતું અને તેના રક્ષણ માટે ચારે તરફ કરતી વાડ કરવામાં આવતી. જૈન સૂત્રામાં અદ્વૈતેના સ્તૂપાની ચર્ચા છે જે બૌદ્ધ ધર્મની પહેલાં જૈન દ્વૈતા માટે કરવામાં આવતા. બૌદ્ધ કે જૈન સ્તૂપામાં કોઈ પણ જાતનું અંતર નહેતું. અશાકના સમયમાં ઉપરની આકૃતિમાં વિશેષતા એ થઈ કે સાદી વાર્ડને બદલે ચારે તરફ સરસ ઘડતરવાળી કંડી બની અને ઉપર વૃક્ષને બદલે છત્ર આવ્યું. વંડીની ચારે દિશાએ ચાર તારણપ્રદેશે બન્યાં. આથી સ્થાનની ભવ્યતા વધી, પણ સ્તૂપનું મૂળ સ્વરૂપ એનું એ રહ્યું. મંઞ સ્તૂપે! અને આજનાં બ્રાહ્મણુ શૈલીનાં મંદિરને કાંઇ પણ સંબંધ હેાઈ ન શકે, કારણુકે મંદિશ મૃતક તિમિત્ત નહોતાં પણ દેવતાઓના નિમિત્તે બાંધવામાં આવતાં હતાં. મુદ્દાઓની રચના ટૂંકમાં વિચારીએ તેા એક મેટા ખંડ અને તેની ચારે તરફ નાનીનાની એરડીએ હાય છે; એટલે કે ઔદ્ધ અને જૈન ધર્મના પ્રવર્તક વિરકત મહાત્માઓની કુટિના જેવી જ તેમાં સગવડ હોય છે. મેટા ખંડ ઉપદેશ કે વ્યાખ્યાન મંડપ અને નાની આરડીએ તેમના આરામ ૐ સાધન અર્થે. ભગવાન બુદ્ધની ગંધટિનું વર્ણન મળે છે તે પસ્થી એ વાતનું સમર્થન થાય છૅ. મંદિરની બાંધણીને જો આ શુક્ર સાથે કાંઈ પણ સંબંધ હાય તે! તે એટલેાજ કે અાગળને મંડપ દર્શનાર્થે આવેલા ભક્તો માટે અને અંદરના નાના ખંડ કે ગર્ભમંદિર દેવસ્થાન તરીકે હોય છે. છતાં મંદિરસ્વાસ્તુ ઔહુ વાસ્તુથી ભિન્ન છે, ગુફા અને તૂપ યથાક્રમ સંતાના વિશ્રામ ૐ નિવાસસ્થાન છે; મંદિર દેવતાઓનું નિવાસસ્થાન છે, તેથી તેની ઉપરનાં શિખર વગેરે વૈભવનાં નેદર્શક છે. મંદિરસ્થાપત્ય અશકતો પહેલાંથી પશુ હતું એવું જણાય છે. ચાલુકયના અર્થશાસ્ત્રમાં નગરમાં જુદાજુદા દેવતાઓ માટે મંદિર ઉવાં કરવાં જોઇએ તેનું વિધાન છે, એટલે કે ચાણક્યની પહેલાંથી મંદિરની પ્રથા ચાલતી હશે. પાર્થાિન (ઈ. સ. પૂર્વે ૮૦૦)ના સમયમાં કૃષ્ણપુખ્ત હતી અને ચંદ્રમુમના કાળમાં પણ તે હતી. ઘણી વાત પરથી બ્રાહ્મણુ સંપ્રદાયના મંદિરવિધાનને એક પ્રાચીનતર સ્વતંત્ર વિકાસ માનવાને કારણ મળે છે. મંદિરવાસ્તુનું સૌથી પ્રધાન અંગ શિખર છે જે પર્વતે ઉપરથી લેવામાં આવ્યું છે. મેરૂ, મંદર, કૈલાસ વગેરે પર્વતા દેવતાઓના મુખ્ય નિવાસ છે. તે સાથે પર્વતમાં વસતા ગંધર્યાં, કિન્નરા, અપ્સરાએ આદિની સૃષ્ટિ પણ મંદિરમાં નિર્માણ પામી છે. બ્રાહ્મણ ગ્રંથામાં તે ખાસ કહેવામાં આવ્યું છે કે મંદિર પર અપ્સરા, સિદ્દો અને નકશાઓ હોવી જ જોઇએ. આવાં અલંકરણાનાં વાસ્તુમાં એવી ચુસ્ત રૂઢિ પડી ગઈ કે વાસ્તુરચિયતા તેને કાઢી જ ન શકતા. એટલે જ્યારથી બૌદ્ધ અને જૈન સંપ્રદાયમાં પોતાનાં પવિત્ર સ્મૃતિચિ બનાવવાને પ્રચાર થયે! ત્યારે પણ ભવને અને મંદિર પર એવા અલંકારા ન હોય તો તે પવિત્ર અને ધાર્મિક મનાતાં નિહ. એ કારણે ત્યાગ અને સંયમની મૂર્તિઓની પૂન્ન કરવા માટે પણ અનેક વૈભવપૂર્ણ મંદિરા અસ્તિત્વમાં આવ્યાં. આથી મંદિર અને શિલ્પકળાનાં બાહ્ય રૂપ જોતાં તેને કાઈ એક જાતિ કે "Aho Shrutgyanam"
SR No.008471
Book TitleBharatna Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1942
Total Pages192
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Tirth
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy