________________
૧૪ ]
જેન ચિત્ર કહ૫મ ગ્રંથ બીજે માણસે, એમ કુલ મળીને ચાર વ્યક્તિઓ દાન લેવા આવતી દેખાય છે.
ચિત્ર ૨૯. મહાવીરનું સમવસરણ પ્રતના પાના પર ઉપરથી. આ ચિત્રની પહેળાઈ પણ ૩ ઈંચની, અને લંબાઈ પણ ૩ ચિની છે.
તીર્થકરોને કેવયજ્ઞાનની પ્રાપ્તિ થયાં પછી દેવે સમવસરણની રચના કરે છે. આપણને પ્રાચીન ચિત્રોમાં આ સમવસરણની બે જાતની રચનાઓ મળી આવે છે. એક જાતની રચના ગેળાકૃતિમાં હોય છે અને બીજી જાતની ચતુષ્કોણ-ચાર ખૂણાવાળી–ાખંડી હોય છે.
આ ચિત્ર ગોળાકૃતિવાળા સમવસરણનું છે, સમવસરણની મધ્યમાં પ્રભુ મહાવીરની સુવર્ણ વર્ણની મૂર્તિ પદ્માસનની બેઠકે બિરાજમાન છે. તેઓને ચારે બાજુ ફરતાં ગળાકૃતિમાં ત્રણ ગઢ, મસ્તકની પાછળના ભાગમાં અશેકવૃક્ષને બદલે બે બાજુ લટકતા કમલ જેવી સુંદર આકૃતિ ચીતરેલી છે. પ્રભુની બંને બાજુએ એકેક હંસપક્ષી છે. ત્રણે ગઢની ચારે દિશાએ એકેક દરવાજો તથા ગઢની બહારના ચારે ખૂણાઓ પિકી ઉપરના બંને ખૂણાઓમાં એકેક વાપિકા-વાવ ચીતરેલી છે, અને નીચેના જમણા ખૂણામાં બંને હસ્તની અંજલિ જેડીને સ્તુતિ કરતો એક પુરૂષ અને ડાબા ખૂણામાં તે જ રીતે સ્તુતિ કરતી એક રી; ઘણું કરીને આ પ્રત ચીતરાવનાર તથા લખાવનાર શ્રાવક અને તેની ધર્મપત્ની-શ્રાવિકા–ની રજૂઆત ચિત્રકારે કરેલી છે. પ્રસંગોપાત જૈન ધાર્મિક ગ્રંથોમાં આવેલું સમવસરણનું ટુંક વર્ણન અત્રે વાચકે ની જાણ ખાતર આપવું મને એગ્ય લાગે છે.
પહેલાં વાયુકુમાર દેવે જન પ્રમાણુ પૃથ્વી ઉપરથી કચરે, ઘાસ વગેરે દૂર કરી તેને શુદ્ધ કરે છે. પછીથી મેઘકુમાર દેવ સુગંધી જળની વષ્ટિ કરી એ પૃથ્વીનું સિંચન કરે છે. તીર્થકરના ચરણેને પિતાના મસ્તકે ચડાવનાર આ પૃથ્વીની જાણે પૂજા કરતા હોય તેમ વ્યંતરો છ એ ઋતુના પચરંગી, સુગંધી અધોમુખ ડીંટવાળા પુષ્પોની જાનુ પર્યંત વૃષ્ટિ કરે છે. ત્યારબાદ વાણુવ્યંતર દેવ સુવર્ણ, મણિ અને માણેકવડે પૃથ્વીતળ બાંધે છે અર્થાત્ એક યેાજન પર્વતની આ પૃથ્વી ઉપર પીઠબંધ કરે છે. ચારે દિશાઓમાં તેઓ મનહર તોરણ બાંધે છે. વિશેષમાં ભવ્યજનોને બોલાવતો હોય તે તોરણોની ઉપર રહેલે વજાને સમૂહ રચીને તેઓ સમવસરણને શોભાવે સુશેભિત કરે છે. તેરણાની નીચે પૃથ્વીની પીઠ ઉપર આલેખાએલાં આઠ મંગળ મંગળતામાં ઉમેરો કરે છે.
વૈમાનિક દે અંદર, તિષ્કા મધ્ય અને ભવનપતિ બહાર ગઢ બનાવે છે. મણિના કાંગરાવાળા અને ૨નનો બનાવેલો અંદરનો ગઢ જાણે સાક્ષાત રેહણગિરિ” હોય તેમ શોભે છે. રત્નના કાંગરાવાળે અને સેનાને બનાવેલ મધ્ય ગઢ અને દ્વીપમાંથી આવેલા સૂર્યની શ્રેણી જે ચળકી ઊઠે છે. સૌથી બહારને ગઢ સેનાના કાંગરાવાળા અને રૂપાનો બનાવેલો હોવાથી તીર્થકરને વંદન કરવા માટે જાણે સાક્ષાત્ વૈતાઢ્ય પર્વત આવ્યું હોય તેમ ભાસે છે.*
આ ચિત્ર પ્રસંગ જૂદી જૂદી પ્રતમાં આલેખાએલો હોવા છતાં આ ચિત્રના વિવિધરંગની ગોઠવણ અને આલેખનમાં વધુ સુકોમળતાવાળા તેમજ કાંઈક વધારે કાળજીથી આલેખેલ હેય એમ લાગે છે.
* સમવસરણના વિસ્તૃત વર્ણન માટે ૧ આવશ્યક નિયુક્તિ ૨ ત્રિષષ્ઠી શલાકા પુરૂષ ચરિત્ર, સમવસરણ પ્રકરણ વગેરે ગ્રંથ જેવા ભલામણ છે.
"Aho Shrutgyanam