________________
ચિ,
૧૨]
જેના ચિત્ર કલ્પદ્રુમ ગ્રંથ બીજે વગેરેએ પણ પ્રભુના જ્ઞાનને લહાવો લીધે. શક્રેન્દ્ર પોતે ચાર વૃષભનું રૂપ કરીને આઠ શીંગડાઓમાંથી ઝરતા જળવડે પ્રભુને અભિષેક કર્યો.
ચિત્રમાં સૌધર્મેન્દ્રના ખોળામાં પ્રભુ બિરાજમાન થએલા છે. ઉપરના ભાગમાં અને બાજુ એકેક વૃષભ ચીતરેલે છે અને બંને બાજુએ એકેક દેવ હાથમાં કલશ લઈને પ્રભુને સ્નાન કરાવવા ઊભેલા છે. ઈન્દ્રની પલાંઠીની નીચે મેરૂ પર્વતની ચૂલાઓ ચીતરેલી છે. આ ચિત્રમાં પણ ઈન્દ્ર વગેરેના ચહેરાઓના ભક્તિભર્યા ભાવ દર્શાવવામાં અને આટલા નાના ચિત્રમાં જે વિવિધ રંગોની રંગ વહેંચણી ચિત્રકારે કરેલી છે, તે ખરેખર પ્રશંસનીય છે.
ચિત્ર ર૭. મહાવીરને જન્મ મહોત્સવ ઉજવતા સિદ્ધાર્થ. પ્રતના પાના ૪ર ઉપરથી. આ ચિત્રની પહેલા પણ ૩ ઈંચ અને લંબાઈ ૩ ઇંચની છે.
શ્રમણ ભગવાન મહાવીરને જન્મ મહોત્સવ મેરૂપર્વત ઉપર દેએ કર્યો તે આપણે ઉપર જણાવી ગયા. પછી સિદ્ધાર્થરાજાએ પ્રભુના જન્મમહત્સવના દિવસોમાં કઈ પિતાની ગાડી ન જોડે, હળ ન ખેડે અને ખાંડવા–દળવાનું બંધ રાખે એ બંદોબસ્ત કરવા અને કેદીઓને છોડી મૂકવા માટે કૌટુંબિક પુરૂષને આજ્ઞા કરી અને કૌટુંબિક પુરૂએ ખૂબ હર્ષ, સંતોષ અને આનંદપૂર્વક નમન કર્યું અને આજ્ઞાના વચન વિનયપૂર્વક અંગીકાર કરી, ક્ષત્રિયકુંડ નગરમાં જઈ કેદીઓને છોડી મૂક્યા, ધુંસરા સાબેલાં ઊંચા મૂકાવી દીધાં અને દરેક કાર્ય સંપૂર્ણ કરી, સિદ્ધાર્થ ક્ષત્રિય પાસે આવી નમન કરી * આપની આજ્ઞા મુજબ બધાં કાર્યો થઈ ગયાં છે એ પ્રમાણે નિવેદન કર્યું.
ત્યારપછી, તે સિદ્ધાર્થ રાજા જ્યાં અખાડો છે એટલે કે જાહેર ઉત્સવ ઉજવવાની જગ્યા છે ત્યાં આવે છે. ત્યાં આવીને પિતાના આખા અંતઃપુર સાથે તમામ પ્રકારનાં પુપ, ગંધ, વસ્ત્રો માળાઓ અને અલંકારથી વિભૂષિત થઈને તમામ પ્રકારના વાજિંત્રોનાં અવાજ સાથે એટલે કે શંખ, માટીને ઢાલ, ભેરી, ઝાલર, ખરમુખી, હુડૂક ઢોલકું, મૃદંગ અને દુંદુભિ વગેરે વાજિંત્રોનાં અવાજે સાથે દશ દિવસ સુધી પોતાની કુળમર્યાદા પ્રમાણે ઉત્સવ કરે છે. આ ઉત્સવ દરમિયાન જ્યાં ત્યાં ઉત્તમ ગણિકાઓ અને નાટકીયાઓને નાચ ચાલુ કરવામાં આવ્યો છે, તથા જયાં ત્યાં અનેક તમાસા ગોઠવવામાં આવ્યાં છે અને નિરંતર મૃદંગોને વગાડવામાં આવે છે.
ચિત્રના ઉપરના ભાગમાં જમણી બાજુ સિંહાસન ઉપર બેઠેલો રાજા સિદ્ધાર્થ સામે ચિત્રની ડાબી બાજુ રહેલા બે કૌટુંબિક પુરૂષોને હુકમ ફરમાવતું હોય એમ લાગે છે. કૌટુંબિક પુરૂષોની ઉપર
બેઠેલા છે, જેમાંના એકના હાથમાં વાંસળી પકડેલી છે, અને બીજાના બંને હાથમાં કાંઈક ભેટની વસ્તુ હોય તેમ દેખાય છે.
ચિત્રની નીચેના ભાગમાં જમણી બાજુથી અનુક્રમે શરણાઈ વગાડતો એક પુરૂષ, તેની આગળ બંને હાથે ઢોલ વગાડતો એક પુરૂષ, મધ્યમાં અને હાથ ઉંચા કરીને નૃત્ય કરતી તેની આગળ બંને હાથે ઢોલ વગાડતો બીજો એક પુરૂષ, અને છેવટે અને હાથે પકડેલી વાંસળી વગાડતો એક પુરૂષ ઊભેલો છે. જાહેરમાં નૃત્ય કરતાં પાત્રોની રજૂઆત ચિત્રકારની ચિત્રકળામાં સિદ્ધહસ્તતા સાબિત કરે છે. સિદ્ધાર્થ સોનાના સિંહાસન ઉપર બેઠેલ છે, તેના મસ્તકના ઉપરના ભાગમાં ચંદરવો લટકે છે; સિંહાસનની આગળના ભાગમાં એક ટીપાઈ પડેલી છે, જેના ઉપર આભૂષણોને
"Aho Shrutgyanam