________________
જેન ચિત્ર કઠપકુમ ગ્રંથ બીજો ઉકેલ કરીને, પિતાની સામે જ બેઠેલી દેવાનંદાને આ પ્રમાણે કહેવા માંડ્યું (જૂઓ ચિત્ર ૨૦).
ચિત્રમાં ભદ્રાસન ઉપર બેઠેલો ઋષભદત્ત પિતાને ડાબે હાથ ઉચા કરીને, સામે જ ભદ્રાસન ઉપર બેઠેલી દેવાનંદાને સ્વમોનું ફલ કહેતે સ્પષ્ટ રીતે રજૂ કરેલ છે.
ઋષભદત્તની તથા દેવાનંદાની વેશભૂષા ચિત્રકારના સમયના પુરુષ-સ્ત્રીઓની વેશભૂષાનો ઉત્તમોત્તમ પૂરાવે છે. ઋષભદત્તની દાઢીના એકએક વાળ ગણી શકાય તેવી રીતે ચીતરીને આ ચિત્ર ચીતરનાર ચિત્રકારે પોતાની ચિત્રકળાની સિદ્ધહસ્તતાને પૂરા રજૂ કરેલ છે. કલ્પસૂત્રની સેંકડો સચિત્ર હસ્તપ્રતોમાં આ હસ્તપ્રતનાં ચિત્રો જેટલાં સુંદર કલાપૂર્ણ ચિત્રો મારાં જોવામાં આવ્યાં નથી. બંનેનાં વએ પરની ચિત્રાકૃતિઓ આપણને તે સમયનાં રેશમી પટેળાંનાં સુંદર નમૂનાઓ પૂરા પાડે છે.
આ ચિત્રમાં ગુલાબી, કેસરી, રાતે, ધૂળ, કાળો, વાદળી, પીળો, રૂપેરી તથા સોનેરી ને ચિત્રકારે ઉપચોગ કરેલ છે.
ફલક ૨૧ ચિત્ર ર૧ પ્રભુ મહાવીર પ્રતના પાના ૧ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ પણ ૨] ઈંચ અને લંબાઈ ૩ ઈંચ છે.
શ્રમણ ભગવાન મહાવીર પુત્તર વિમાનમાંથી વીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ગ્યવ્યાચવીને બ્રાહ્મણકુંડ નામના નગરમાં કેડાલગોત્રી બ્રાહ્મણ કહષભદત્તની સ્ત્રી દેવાનંદા જે જાલંધરાત્રી છે, તેની કુક્ષિમાં ઉત્પન્ન થયા. આષાઢ સુદિ ૬ના દિવસની મધ્યરાત્રીના સમયે અને ઉત્તરાફાગુની નક્ષત્રને ચંદ્રને યુગ પ્રાપ્ત થયો હતો તે વખતે પ્રભુ દિવ્ય આહાર, દિવ્યભવ અને દિવ્ય શરીરને ત્યાગ કરી ગર્ભમાં આવ્યા.
ચિત્રમાં પબાસન ઉપર પ્રભુ મહાવીરની મૂર્તિ બિરાજમાન કરેલી છે. આજે જેવી રીતે જિનમંદિરમાં મૂર્તિને આભૂષણોથી શણગારવામાં આવે છે તેવી જ રીતે ચિત્રમાં પણ મૂર્તિના મસ્તકે મુકુટ, બંને કાનમાં કુંડલ, ગળામાં કઠે, હૃદય ઉપર સુંદર મોતીને હાર, બંને હાથની કેણીના ઉપરના ભાગમાં બાજુ બંધ, અને કાંડાં ઉપર બે કડાં, બંને હાથની હથેલીઓ પલાંઠી ઉપર મૂકીને ભેગી કરેલી છે, તથા તેના ઉપર સેનાનું શ્રીફળ વગેરે ચીતરવામાં આવેલાં છે. પ્રભુ મૂર્તિ પધાસને બિરાજમાન છે. મૂતિની આજુબાજુ ફરતે પરિકર છે. પ્રભુની પલાંઠી નીચે સિંહનું લંછન પણ સ્પષ્ટ દેખાય છે. આ ચિત્રમાં ચિત્રકારે સેનાની શાહીને જ મુખ્યત્વે ઉપગ કરેલ છે.
અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે કે જ્યારે તીર્થકરનું ચવન થાય છે ત્યારે, શરીરની કેઈપણ જાતની આકૃતિ તો હતી નથી અને તીર્થકર નામકર્મનો ઉદય તો તેઓને સાધુપણું અંગીકાર કર્યા પછી કેવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી સત્તામાં આવે છે. તે તેઓના ચુવનને પ્રસંગ દર્શાવવા તેઓની મૂર્તિ રજૂ કરવાનું કારણ શું?
જૈન સંપ્રદાયના અનુયાયીઓ દરેક તીર્થંકરના પાંચે કલ્યાણકે એક સરખાં જ મહત્ત્વનાં માને છે. પછી તે ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલ્ય કે નિર્વાણ હોય. અને તે સધળાં જ પવિત્ર હોવાથી પશ્ચિમ ભારતના પ્રાચીન ચિત્રકારેએ આ કલ્યાણક રજૂ કરવા માટે જુદી જુદી કલ્પનાઓ કરી અમૂક પ્રકારની આકૃતિઓ નક્કી કરેલી હોય એમ લાગે છે. કારણ કે જેવી રીતે આપણને અહીં
"Aho Shrutgyanam