________________
કલ્પસૂત્ર અને કોલકકથાનાં સુંદર ચિત્રો
જેસલમેરના ગ્રંથ ભંડારની ક૯૫સત્ર તથા કાલકથાની કાગળની પત્ર ૧૪૬ની તારીખ વગરની લગભગ પંદરમા સૈકાની શરૂઆતની ૪૫ ચિત્રોની સુંદર ચિત્રકલાવાળી હસ્તપ્રતના સઘળાંએ ચિત્રો અહીં પ્રથમવાર જ ચિત્ર નં. ૨૦ થી ૨૭ તથા ૬૦, ૬૫, ૭૦, ૭૫, ૭૮, ૮૩ અને ૮૬ તરીકે રજૂ કરવામાં આવેલાં છે. કલારસિમને આ ચિત્રો જોતાં જ જણાઈ આવશે કે આ ચિત્રો કેાઈ સિદ્ધહસ્ત ચિત્રકારની પીંછીથી ચીતરાએલાં છે. કલાની દષ્ટિએ મહત્ત્વનાં બધાંએ ચિત્ર મૂળરંગમાં રજૂ કરેલાં હેવાથી કળાના અભ્યાસીઓને મહત્ત્વની કળા સામગ્રી આ ચિત્રોમાંથી મળી આવશે. આ હસ્તપ્રતની લંબાઈ ૧૨ ઇંચ અને પહોળાઈ ૩ ઇંચ છે. પ્રતનો નંબર ૪૨૫ છે. કલ્પસૂત્રના ચિત્રપ્રસંગે ૩૩ છે, અને કાલકથાનાં ચિત્રપ્રસંગે ૧ર છે.
ફલક ૨૦ ચિત્ર ૨૦ રુષભદત્ત અને દેવાનંદા. પ્રતના પાના ૨ ઉપરથી. આ ચિત્રની પહેલાઈ ૨૩ ઈચ અને લંબાઈ ૩ ઈંચ છે.
જે રાત્રીએ શ્રમણ ભગવાન મહાવીર દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયા, તે રાત્રીએ તે દેવાનંદા બ્રાહ્મણી શય્યામાં ભરઉંઘમાં પણ ન હતી તેમ પૂરી જાગતી પણ ન હતી એટલે કે ડીડી ઉંધતી હતી. આ પ્રમાણે સૂતેલી હતી. તે વખતે પ્રભુ ગર્ભમાં આવ્યા એટલે તેણીએ ઉદાર, કલ્યાણને કરવાવાળા, ઉપદ્રવાનું હરણ કરનારા, ધનને આપવાવાળ, મંગળને કરવાવાળા અને લક્ષમીની વૃદ્ધિ કરવાવાળા એવા ચૌદ મહાસ્વમ જોયાં. આ સ્વમો જોઈ જાગી ગયાં.
આ પ્રકારનાં ઉદાર ચૌદ મહાસ્વપ્રો જોઈને દેવાનંદાના હર્ષ, સંતોષ અને વિરમયને પાર ન રહ્યો. ચિત્તમાં આનંદ, હદયમાં પ્રીતિ અને મનમાં પરમષ્ટિને અનુભવ થશે. આ મહાસ્વમો જોઈને તેણીને એટલો બધે હર્ષ થયે કે વરસાદના પાણીથી પિષાએલું કદંબનું ફૂલ જેવી રીતે પ્રફુલ થાય તેવી રીતે તેણીના કેમેરામ વિકસ્વર થયા.
તે પછી તેણી આવેલા સ્વમોનું એક પછી એક સ્મરણ કરવા લાગી, અને પોતાની પથારીમાંથી ઉઠીને ધણી જ ધીરજ, શાંતિ, સ્થિરતા અને ગંભીરતાપૂર્વક, રાજહંસના જેવી ગતિ વડે પિતાના પતિઋષભદત્ત બ્રાહ્મણ જ્યાં હતા ત્યાં આવી. આવીને ઋષભદત્ત બ્રાહ્મણને જય તથા વિજયથી વધાવ્યા.
આ પ્રમાણે વધાવીને ભદ્રાસન પાસે ગઈ. ત્યાં શ્રમને પરિહરી, ક્ષોભને દૂર કરી, સુખપૂર્વક આસન પર બેઠી. પછી બંને હાથના દશ નખ ભેગા કરી, મસ્તકે અંજલિ કરીને દેવાનંદા આ પ્રમાણે બેલી -“હે દેવાનુપ્રિય! આજે શય્યામાં હું થોડી થોડી ઉંઘતી હતી તે વખતે મ આવા ઉદાર અને લક્ષ્મીને આપવાવાળા ગજ, વૃષભ વગેરે ચૌદ મહાસ્વમ, આ પ્રમાણે જોયાં અને તે જોઈને હું જાગી ઉઠી. હે દેવાનુપ્રિય! આ ચૌદ મહાસ્વોનું કેવું કલ્યાણકારી ફલ મલશે તેને મને વિચાર આવે છે.”
પછી ઋષભદત્ત દેવાનંદા પાસેથી સ્વપ્રને લગતી સઘળે વૃત્તાંત સાંભળીને રાજી થ, સંતોષ પામ્યો, અને તેનાં રેમેરામ વિકવર થઈ ગયાં. પછી તેણે પિતાના મનમાં એ સ્વોના અર્થોને
"Aho Shrutgyanam