________________
૪૪]
જેન ચિત્ર કહપમ બંથ બને આ ચિત્રના ઉપરના ભાગમાં સુવર્ણના સિંહાસન ઉપર પ્રભુ મહાવીર બેઠેલા છે. તેઓની સામે ઉપરના ભાગમાં એક શ્રાવક અને તેની નીચે એક સાધુ અને એક શ્રાવક મળીને, કુલ ત્રણ જણ પ્રભુને ઉપદેશ સાંભળે છે. ચિત્રના નીચેના ભાગમાં ચિત્ર ૪ર પ્રમાણે જ રજૂઆત કરેલી છે.
ફલક પર ચિત્ર ૭૧. રાજા સુપાર્શ્વ સૂર્યગ્રહણ જૂએ છે. ચિત્રની ઉપરના ભાગમાં ડાબી બાજુએ વાદળી રંગનાં વાદળાંઓમાં કાળા રંગની લીટીઓ દેરીને આકાશની રજૂઆત કરેલી છે. આકાશના એક ખૂણામાં કાનમાં કુંડલ અને મસ્તકે મુગટ પહેરેલે રાહુ, તેના મુખ આગળ રહેલા સૂર્યમંડલને ગળી જતે ચીતરેલ છે. ૨ાહના શરીરને વાદળી રંગ છે.
ચિત્રની મધ્યમાં તપાવેલા સેના જેવા વર્ણવાળા સુપા રાજા સેનાના સિંહાસન ઉપર જમણા હાથથી તલવાર પકડીને, વસ્ત્રાભૂષણે પરિધાન કરેલાં બેઠાં છે. તેમનું મુખકમળ રાથી ગ્રહણ કરાતા સૂર્યમંડલ તરફ છે. આ દેખાવ જોઈને સુપાર્વ રાજ પ્રતિબંધ પામે છે. આ ચિત્ર પ્રસંગ પણ બીજી કોઈપણ હસ્તપ્રતમાં જોવામાં આવતો નથી.
ચિત્ર ૭૨. સુપાર્શ્વપ્રભુને પંચમુષ્ટિ લચ. ચિત્રની મધ્યમાં ચાર ઝાડની મધ્યમાં ઊભેલા શ્રીસુપાશ્વપ્રભુ પિતાના ઉંચા કરેલા ડાબા હાથથી મસ્તકના વાળને લેકચ કરતાં દેખાય છે. ચિત્રની ઉપરના ભાગમાં આકાશ છે. આ દ્રશ્ય ઘણું જ રમ્ય લાગે છે; વળી એક સુંદર પ્રાકૃતિક દૃશ્ય આપણી નજર સામે આ ચિત્રથી ઉપસ્થિત થાય છે. પ્રભુના કાનમાં કર્ણાભૂષણની રજૂઆત ચિત્રકારની ભૂલને આભારી છે; કારણ કે જન ધર્મની ભાગવતી દીક્ષા આભૂષણોનો ત્યાગ કર્યા પછી જ લેવાનો રીવાજ આજે પણ ચાલુ છે.
ફલક પર ચિત્ર ૭૩. સુપાર્શ્વ પ્રભુને કેવલજ્ઞાનની પ્રાપ્તિ. આ ચિત્રમાં સિરીષ વૃક્ષની નીચે પ્રભુ કાઉસગ મદ્રામાં ઊભેલા છે. પ્રભુને કેવલજ્ઞાનની પ્રાપ્તિ ફાગણ વદ ૬ ના દિવસે થઈ હતી. પ્રભુના શરીરને સુવર્ણ વધ્યું છે. આ ચિત્રમાં પણ પ્રભુની બંને બાજુએ એકેક નાનાં ઝાડની રજૂઆત કરીને, અને આકાશમાં વાદળાંઓની રજૂઆત કરીને સુંદર પ્રાકૃતિક દશ્ય ખડું કરેલું છે.
ચિત્ર ૭૪. સુપાર્શ્વનાથ પ્રભુનું સમવસરણ, વર્તુલાકાર સમવસરણ્યની મધ્યમાં સુવર્ણવર્ણવાળા સુપાર્શ્વપ્રભુ પદ્માસનની બેઠકે બેઠેલા છે. પ્રભુના મસ્તક ઉપર નાગરાજની પાંચ કૃષ્ણાઓ શેભી રહી છે. સુપાર્શ્વનાથ પ્રભુના મસ્તક ઉપર ફણાઓની રજૂઆત આ હસ્તપ્રતમાં આપણને પ્રથમ જ વખત જોવા મળે છે. ચિત્રના વર્ણન માટે જૂઓ ચિત્ર ૨૯ નું આ પ્રસંગને લગતું વર્ણન.
ફલક પ૩ ચિત્ર ૭૫. દેવી સરસ્વતી. કલ્પસૂત્રની પ્રતના પાના ૧૧૧ ઉપરથી. આ ચિત્રની લંબાઈ પહોળાઇ ર૪૩૦ ઇંચની છે. ચિત્રની મધ્યમાં સુંદર વિમાનમાં ગૌરવર્ણવાળા સરસ્વતી દેવી બિરાજમાન છે. દેવીના ઉપરના જમણા હાથમાં પુસ્તક તથા ડાબા હાથમાં કમળનું ફૂલ છે, નીચેના જમણા હાથમાં વીણું છે અને ડાબા હાથમાં કમંડલ છે. કમંડલની બરાબર નીચે દેવીનું વાહન હસપક્ષી છે. દેવીએ કાનમાં કંડલ, મસ્તકે મુગટ, ગળામાં મેતીની માળા, સુવર્ણહાર અને હાથે
"Aho Shrutgyanam