________________
ચિત્ર વિવરણ
[૪૩ હવે એટલા કેશ રહેવા દે તો સારુ ” ઈન્દ્રના આગ્રહથી પ્રભુએ બાકીના કેશ રહેવા દીધા. આ રીતે ચાર મુષ્ટિ લોચ કરીને, દ્રવ્ય અને ભાવથી મુંડ થઈને અનગારપણાને પામ્યા. તે વખતે પ્રભુએ નિર્જળ છને તપ કરેલો હતો અને ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રને વેગ પ્રાપ્ત થએલો હતો. ચિત્ર ૬૦ ની માફક આ ચિત્ર પણ ઘણું જ ભાવવાહી છે. પ્રભુના મસ્તક ઉપરના ભાગમાં આવેલું સુંદર વૃક્ષ ખરેખર અદભૂત છે.
ચિત્ર ૬૬. શ્રીસુપાર્શ્વને જન્મ. રાણી પૃથ્વીદેવી પલંગ ઉપર પિતાના જમણા હાથથી સુપર્ધકુમારને બાળક,રૂપે પકડીને સૂતેલાં છે. સુપાર્શ્વકુમાર, પૃથ્વીદેવી તથા રાણીના પગ અગાડી બંને હાથની અંજલિ જોડીને ઊભેલા હરિગમેષિન દેવના શરીરને સુવર્ણ વર્ણ છે. પલંગ પર બિછાવેલ ચાદર પર સુંદર ચિત્રાકૃતિઓ ચીતરેલી છે. રાણીના પલંગના ઉપરના ભાગની છતમાં સંદર ચંદરવો લટકી રહે છે. ચંદરવાના તોરણમાં હંસયુગલની ચિત્રાકૃતિ ચીતરેલી છે. ઉપરના ભાગમાં સંદર વાતાયન, તથા વાતાયનેની ઉપરના ભાગમાં વાદળી અને લીલા રંગના પટાઓથી આકાશના વાદળાંઓની રજૂઆત ચિત્રકારે કરેલી છે.
ચિત્ર ૬૭. સુપ્રતિષ્ઠ રાજા પુત્રના દર્શન માટે જાય છે. આ ચિત્ર પ્રસંગ બે ભાગમાં વહે ચાલે છે. ચિત્રના ઉપરના ભાગમાં રાજા સુપ્રતિષ્ઠ ડાબા હાથમાં તલવાર પકડીને પુત્રને જેવા જ દેખાય છે. સુપ્રતિષ્ઠના શરીરનો તપાવેલા સેના જેવો વર્ણ છે. તેની પાછળ રાજચિન્હ તરીકે છત્ર તથા માવત સહિતને એક હાથી રજૂ કરેલ છે.
આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ભાગમાં એક પગે ચાલતે પુરુષ ઘેળા રંગના ઘોડાને દોરી જતો દેખાય છે. આ ચિત્રપ્રસંગ પશ્ચિમ ભારતીય ચિત્રકળાવાળી હસ્તપ્રતોમાં પ્રથમ વાર જ આપણને અહીં જોવા મળે છે.
લક ૯ ચિત્ર ૬૮. શ્રીસુપાર્શ્વને સૂર્યનું દર્શન કરાવે છે. ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં ઉગતો સૂર્ય છે. જમણી બાજુએ રાજમહેલની અગાસીને એક ભાગ છે. સૂર્યની નીચે પૃથ્વીરાણી બાળક સપાકમારને ઉંચા કરેલા બંને હાથમાં પકડી રાખીને સૂર્યનાં દર્શન કરાવે છે. ૨ાણીની પાછળ છત્ર સહિત સિંહાસન છે.
ચિત્ર ૯ શ્રીસુપાર્શ્વને ચંદ્રનું દર્શન કરાવે છે. ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં ચંદ્ર છે. બાકીના પ્રસંગેની રજૂઆત ચિત્ર ૬૮ ને લગભગ મળતી છે.
આ બંને ચિત્રો અઢારમા સૈકાની રાજપૂત ચિત્રકલાના નમૂનાઓ છે. બંને ચિત્રોમાં રાણીએ મસ્તક ઉપર ઓઢણીને કેટલાક ભાગ ઓઢેલો સ્પષ્ટ દેખાય છે.
લક ૫૦ ચિત્ર ૭૦. પ્રભુ મહાવીર સામાચારી ઉપદેશે છે. ક૯પસૂત્રના પ્રતના પાના ૧૧૧ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ તથા લંબાઈ ૩૪૩ ઈંચ છે. ચિત્રના વર્ણન માટે જૂઓ આ પ્રસંગને જ લગતું ચિત્ર ૪ર નું વર્ણન.
"Aho Shrutgyanam