________________
૩૬]
જૈન ચિત્ર છુમ ગ્રંથ બીજો
ગાયન કરતી હતી, તેમની પાસેથી આપશ્રીના પુત્ર સુપાર્શ્વકુમારના ગુણૈાનું વર્ણન સાંભળીને તે કુમારી મૂર્છાધિન થઇ પૃથ્વી પર પડી ગઈ. તેણીની મૂતિાવસ્થાના સમાચાર તાત્કાલિક માતાપિતાને પહેોંચાડવામાં આવ્યો, બહુ જ આગ્રહથી પૂછતાં તેણીએ પેાતાની સખીને પોતાનું ચિત્ત સુપાર્શ્વકુમાર ઉપર આસક્ત થયું છે, તેમ જણાવ્યું.
“ રાણી ચંદ્રવદનાએ રાજા પાસે જઈ આ સર્વ વૃત્તાંત જણાવ્યું. રાજાએ પણ તે વાતને અનુમતિ આપી. રાજકુમારી સામા પરમતત્ત્વની માફક સુપાર્શ્વકુમારના ગુણ્ણાનું સ્મરણ કરતી તે વખતથી એકાંતમા રહેવા લાગી. તેણીની આવી અવસ્થા જોઇને મંત્રી વગેરે સાથે વિચાર કરીને રિપુમજ્જૈન રાજાએ મતિસાગર મંત્રી સાથે સુપાર્શ્વકુમારને વિષે અનુરક્ત થએલી રાજકુમારી સામાને શ્રી સુપાર્શ્વકુમાર સાથે પાણિગ્રહણ માટે અહીં મેકલી છે. હું દેવ! મતિસાગર મંત્રીએ આ સઘળા વૃત્તાંત જણાવવા માટે મને આપશ્રીની પાસે મેકલ્યા છે. હવે આપની જેવી આજ્ઞા ” એમ કહી તે મૌન ઊભા રહ્યો.
સુપ્રતિષ્ઠ રાજાએ મંત્રીને ચિત સત્કાર કરી વિવાહને ચાગ્ય સામગ્રીએ તૈયાર કરવાની આજ્ઞા કરી. અધિકારીઓએ બહુ રમણીય ઉત્તમ પ્રકારના વરમંડપ તૈયાર કરાવ્યેા. પછી સુપાર્શ્વકુમાર જયકુંજર નામના હસ્તિ ઉપર આરૂઢ થઈને વરમંડપમાંથી નીકળ્યા. અનેક પ્રકારના વાજિંત્રાના નાદથી સમસ્ત દિશા શબ્દમય થઈ રહી. અનુક્રમે સુપાર્શ્વકુમાર લગ્નમંડપ પાસે આવી
પહોંચ્યા.
રાજકુમારી સામા પણ પોતાના દાસીવર્ગ સાથે તેમણેાથી સુથેાભિત વેદિકાભવનમાં આવી પહેાંચી, તે જ વખતે ત્યાં હાજર રહેલા વિદ્વાન બ્રાહ્મણ્ણાએ જ્યાં આગળ હવક્રિયાને આરંભ કર્યો છે, તે જ મંડપમાં મેટા વૈભવ સાથે પાણિગ્રહણને સમારંભ થયા (આ ચિત્ર ૧૦૬) તે વખતે સ્ત્રીઓ આનંદપૂર્વક માંગલિક ગીત ગાવા લાગી.
સંસારસુખ ભગવતાં સુપાર્શ્વકુમાર તથા સામાને કેટલાક સમય વીતી ગયે. એક વખત સુપ્રતિષ્ઠ રાજાએ પેાતાના અંત સમય નજીક જાણી રાજ્યગાદીને નહીં ઇચ્છતા એવા સુપાર્શ્વકુમારને રાજ્યાભિષેક કર્યો. સુપાર્શ્વરાજાએ રાજ્ય પ્રાપ્તિ પછી કેટલાંક વર્ષ વીતી ગયા, તે વખતે સામા રાણીએ શ્રીશેખર નામના એક ઉત્તમ પુત્રને જન્મ આપ્યા,
સુપાર્શ્વ રાજા એક દિવસ પેાતાના મહેલની અગાશીમાં બેઠા હતા, તે વખતે અકસ્માત્ સૂર્યમંડલ નિસ્તેજ દેખાવા લાગ્યું, એક ક્ષણમાત્રમાં કરવત સમાન વિકરાલ દાઢાએ જેવા ભયંકર રાહુએ તે સૂર્યમંડલને ઘેરી લીધું (જૂએ ચિત્ર ૭૧). રાહુને ભાગ્યકાળ પૂરા થવાથી સૂર્યમંડલ રાહુશ્રી મુક્ત થયું. આ પ્રમાણે ક્ષણમાં નષ્ટ અને દૃષ્ટ એવા આ પ્રસંગ જોઈને સુપાર્શ્વ રાજા ક્ષણિક પણાની ભાવના ભાવવા લાગ્યા.
સુપાર્શ્વ રાજા આ પ્રમાણે વિચાર કરતા હતા તે જ વખતે લેાકાંતિક દેવતાઓનાં આસને કંપાંયમાન થયાં. અવધિજ્ઞાનવડે પ્રભુની દીક્ષાના સમય નજીક જાણી લેાકાંતિક દેવાએ આવીને પ્રભુને મેાક્ષમાર્ગ પ્રવર્તાવવા વિનંતિ કરી.
સંવત્સરી દાન આપીને પ્રભુ ઉત્તમ એવી મનેાહરા નામની પાલખીમાં બેઠા. સુર, અસુર
"Aho Shrutgyanam"