________________
ચિત્ર વિવરણ
[ ૩૫
નક્ષત્રનો યાગ આવે છતે, ઉત્તમ મુહૂર્તે, બીજને ચંદ્ર જેમ નવા ચંદ્રને, ઉત્તમ એવી છીપ જેમ અમૂલ્ય માતીને અને સુમેરુ પર્વત જેમ કલ્પવૃક્ષને પ્રગટ કરે છે, તેમ પૃથ્વીરાણીએ સુવર્ણવી પુત્ર રત્નને સમાધિપૂર્વક જનમ આપ્યા (જૂઓ ચિત્ર ૬૬)
સુપાર્શ્વપ્રભુને જનમ થતાં જ સૌધર્મેન્દ્રનું સિંહાસન ચલિત થયું. અવધિજ્ઞાનથી સિંહાસન કંપવાનું કારણ સુપાર્શ્વપ્રભુના જનમ છે એમ તેના જાણવામાં આવ્યું. સૌધર્મેન્દ્ર તરત જ દેવે સાથે વારાસી નગરમાં આવ્યા. ત્યાંથી સુપાર્શ્વપ્રભુને લઇને દેવા સહિત લક્ષ યેાજન પ્રમાણ ઉંચા એવા મેરુ પર્વત ઉપર લઇ ગયે.
જિનેશ્વર પ્રભુને જનમ થવાથી ઇંદ્ગોનાં આસના કંપ્યાં. એટલે અધિજ્ઞાન વડે પ્રભુના જન્માભિષેક મહે।ત્સવ જાણી ઈશાનાદિક સર્વ ઈંદ્રો પોતપોતાની સમૃદ્ધિ સહિત મેરુપર્વત પર પહેાંચી ગયા. ત્યાં આવેલી પાંડુકખલા નામની મેટી શિલા ઉપર આવેલા સુવર્ણ સિંહાસન ઉપર સુપાર્શ્વપ્રભુને પેાતાના ખેાળામાં રાખીને સૌધર્મેન્દ્ર પૂર્વદિશા તરફ પેાતાનું મુખ રાખીને બેઠા.
આ પ્રમાણે સુપાર્શ્વપ્રભુનાં જન્માભિષેક શરુ થતાં દેવતાએ ચાર પ્રકારના વાજિંત્ર વગાડવા માંડવા ( જૂએ ચિત્ર ૮૯). પછી પેાતાના કરસંપુટમાં પ્રભુને ધારણ કરીને સૌધર્મેદ્ન પૃથ્વીરાણી જે વાસભવનમાં રહેલાં છે ત્યાં આવ્યે અને પૃથ્વીદેવીની પાસે પુત્રરત્નને સ્થાપન કરીને નમસ્કાર કર્યો. પછી સુપ્રતિષ્ઠ રાજાએ પુત્રનો બહુ જ ધામધૂમથી જનમ મહેૉત્સવ ઉજવ્યે ( જૂએ: પાનું ૯૪).
પુત્રનું મુખકમલ જોવાને ઉત્સુક થએલ સુપ્રતિષ્ઠ રાજા અવસર જાણી આનંદ સહિત સભામાંથી સુપાર્શ્વપ્રભુના જનમ સ્થાને ગયે ( જૂએ ચિત્ર ૬૭).
પ્રભુના જનમ થયા પછી ત્રીજા દિવસે પ્રભુને સૂર્ય અને ચંદ્રનાં દર્શન કરાવવામાં આવ્યા ( ાએ ચિત્ર ૬૮-૬૯). જનમના છઠ્ઠા દિવસે ષષ્ઠી જાગરાણુ મહેૉત્સવ ઉજવવામાં આવ્યેા. જનમના અગિયારમા દિવસે વિધિપૂર્વક પ્રસૂતિકર્મની દ્ધિ કરાવી અને ખારમા દિવસે નાના પ્રકારનાં મિષ્ટાન્નો, ભજીયાં, પૂરી, કચોરી, પાક, ઘેખર, જલેબી, સ્વાદિષ્ટ દાળ ભાત વગેરે ઉત્તમ રહેાઇ કરાવી પેાતાના કુટુંબીજનો તથા નગરના મુખ્ય મુખ્ય આગેવાનને બહુ સન્માનપૂર્વક જમાડવા અને દરેકને વસ્ત્રાદિક અલંકારાથી યથાચિત સત્કાર કર્યો. સુખાસન પર બેઠેલા પેાતાના વિશ્વાસપાત્ર તે પ્રધાન જનોની આગળ સુપ્રતિષ્ઠ રાજાએ આ બાલકનું નામ સુપાર્શ્વ રાખવું ચેાગ્ય છે એમ જણાવ્યું. રાજાના અભિપ્રાય સાથે સંમત થઈ તે તે સ્વજનેએ પ્રભુનું નામ સુપાર્શ્વકુમાર સ્થાપન કર્યું.
પાંચ ધાવમાતાએથી પાલન કરાતા સુપાર્શ્વકુમાર અનુક્રમે આઠ વરસના થયા. પછી સર્વકલાઓમાં પ્રવીણ થએલા સુપાર્શ્વકુમાર અનુક્રમે યુવતિજનેના હૃદય અને નેત્રાને આનંદદાયક યુવાવસ્થાને પ્રાપ્ત થયા.
એક દિવસે સુપ્રતિષ્ઠ રાજા સભામાં બેઠા હતા, તે વખતે અમરાવતી નગરીના રિપુન્દેન રાજાનેા ત ત્યાં આવી પહેાંચ્યા. સભામાં બેઠેલા સુપ્રતિષ્ઠ રાજાને પ્રણામ કરીને તે ક્રૂત એલ્ય : “ હે રાજન ! અમારા સ્વામી રિપુમર્દન રાજાને ચંદ્રવદના નામની રાણીની કુક્ષિથી ગુણવાન અને સર્વાંગસુંદર સેમા નામની રાજપુત્રી છે. હાલમાં તે યુવાનાવસ્થાને પ્રાપ્ત થએલી છે.
“ એક વખતે સામા પોતાની સખીઓ સાથે ઉદ્યાનમાં ફરવા ગઇ હતી. ત્યાં કનરીએ
"Aho Shrutgyanam"