________________
ચિત્ર વિવરણ વગાડતા દેખાય છે. આ પછી ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલા પ્રભુ મહાવીરે કરેલા અનગારાણા (સાધુપણુ) ના સ્વીકારનો પ્રસંગ જેવાને છે.
ચિત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના ડાબા ખભા ઉપર દેવદૂષ્ય વસ્ત્ર તથા અશોકવૃક્ષની રજૂઆત ચિત્રકારે કરી જણાતી નથી. ચિત્રમાં એક હાથે પિતાના મસ્તકના વાળને લોન્ચ કરવાને ભાવ દર્શાવતા, ઈન્દ્રની સન્મુખ જોતા મહાવીર પ્રભુ, અને બે હાથ પ્રસારીને પ્રભુએ લેચ કરેલા વાળને ગ્રહણ કરવાની ઉત્સુકતા બતાવતો ઈન્દ્ર દેખાય છે. ઈન્દ્રના પાછળના એક હાથમાં વજૂ છે જે ઈન્દ્રને ઓળખાવે છે; આગળને એક હાથ વરદ મુદ્રાએ રાખેલ છે. ખરી રીતે તે જ્યારે જ્યારે ઈદ્ર પ્રભુની પાસે આવે ત્યારે ત્યારે સધળા આયુધોનો ત્યાગ કરીને જ આવે એવા રિવાજ છે, પરંતુ ઈન્દ્રની ઓળખાણ આપવાની ખાતર જ ચિત્રકારે વજ કાયમ રાખેલું હોય એમ લાગે છે.
ક્ષત્રિયકુંડ નગરની બહારના ઉદ્યાનમાં આવેલા એક અશોકવૃક્ષની હેઠળ આવી પ્રભુ પાલખીમાંથી નીચે ઉતર્યા અને પિતાની મેળે જ એક ઋષ્ટિ વડે દાઢીમૂછને અને ચાર મુષ્ટિ વડે મસ્તકના કેશને એવી રીતે પંચમષ્ટિ લોન્ચ કર્યો. એ વેળા નિર્જળ છઠ તપ તે હતા જ. ઉત્તરાફાગુની નક્ષત્રને વેગ થયે ત્યારે ઇન્ડે ડાબા ખભા ઉપ૨ સ્થાપન કરેલું દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને, એકલા એટલે રાગદ્વેષરહિતપણે કેશનો કેચ કરવા રૂપ દ્રવ્યથી અને ક્રોધાદિને દૂર કરવારૂપ ભાવથી મુંડ થઈને, ગૃહવાસથી નીકળીને અનગારપણા-સાધુપણા–ને પામ્યા.
ફલક ર ચિત્ર ૫૬. આર્યકાલક અને બ્રાહમણરૂપે શક્ર. પ્રતના પાના ૧૪૫ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ અને લંબાઈ ૩૪૩ ઈંચની છે.
એક દિવસે દેદીપ્યમાન શરીરવાળા, લાંબી વનમાળા ધારણ કરતો, માટે હાર, અર્ધ હાર અને ત્રણ સેરવાળા (૨નેના) હાથી જેની છાતી શ્વાસ લેતી (જણાય) છે, જેના અને હાથ સુંદર કંકણું અને આજુબંધથી થાકેલા છે, જેનાં લમણાં દેદીપ્યમાન છે અને જેનું મસ્તક અત્યંત સુંદર રથી જડેલી કલગીવાળા મુકુટથી ભતું છે એ, આખા શરીરને શંગારથી સજાવી અને શુભ વસ્ત્ર ધારણ કરીને દેવનો આધિપતિ-શક, સૌધર્મ દેવલોકમાં આવેલી સુધર્મા સભામાં, ઉત્તમ રત્નજડીત સિંહાસન ઉપર વિપુલ અવધિજ્ઞાનથી લોકના અર્ધભાગને જોતો બેઠો હતો.
તે વખતે પૂર્વવિદેહ ક્ષેત્રમાં સમવસરણમાં બેઠેલા શ્રી સીમંધર જિનેશ્વર, જેઓ પર્ષદાને ધર્મકથા સંભળાવતા હતા, તેમને અવધિજ્ઞાનથી જોવા લાગ્યા. પ્રભુને જોતાંની સાથે જ એકદમ ઊભા થઈ ત્યાં રહીને જ પ્રભુને વંદન કર્યું અને દેવાથી પરિવરેલો પ્રભુની પાસે ગયે. વંદન કરી પિતાના સ્થાને બેઠે અને જિનેશ્વર ભગવાન વિષયને સંબંધ આવતાં નિગદના જી વિશે કહેવા લાગ્યા.
તે સાંભળીને આશ્ચર્યથી વિકસ્વર થએલી આંખવાળ સુરેન્દ્ર, મસ્તકે બે હાથ જોડી, અત્યંત વિનયપૂર્વક કહેવા લાગ્યા : “ભગવાન ! ભરતક્ષેત્રમાં અતિશય વિનાના આ દુષમકાળમાં અત્યારે આ પ્રકારે સૂકમ નિગેનું વર્ણન કરવાનું કઈ જાણે છે ?” ત્યારે જિનેશ્વર ભગવાને કહ્યું કેઃ “હે સુરેન્દ્રા આજે પણ ભારતમાં મેં જે પ્રકારે તને કહ્યું તે જ રીતનું નિમેદનું વ્યાખ્યાન
"Aho Shrutgyanam