________________
૨૪ ]
જૈન ચિત્ર કલ્પકુમ બંથ બીજે ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે, તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના મહાવીર જન્મના ચિત્રથી થાય છે. જે વખતે ગ્રહ ઉચ્ચ સ્થાનમાં વર્તતા હતા, ચંદ્રને ઉત્તમ યોગ પ્રાપ્ત થયે હતો, સર્વત્ર સૌમ્યભાવ, શાંતિ અને પ્રકાશ ખીલી રહ્યા હતા, દિશાઓમાં અંધકારનું નામનિશાન પણ ન હતું, ઉલ્કાપાત, રવૃષ્ટિ, ધરતીકંપ કે દિગદાહ જે ઉપદ્રવને છેક અભાવ વર્તતો હતો, દિશાઓના અત પર્યત વિશક્તિ અને નિર્મળતા પથરાએલી હતી, જે વખતે સર્વ પક્ષીઓ પોતાના કલરવ વડે જયજય શબ્દનો ઉચ્ચાર કરી રહ્યાં હતાં, દક્ષિણું દિશાને સુગંધી શીતળ પવન પૃથ્વીને મંદમંદપણે સ્પર્શ કરતો વિશ્વનાં પ્રાણીઓને સુખ–શાંતિ ઉપજાવી રહ્યા હતા, પૃથ્વી પણ સર્વ પ્રકારનાં ધાન્યાદિથી ઉભરાઈ રહી હતી અને જે વખતે સુકાળ, આરોગ્ય વગેરે અનુકૂળ સંગાથી દેશવાસી કેનાં હૈયાં હર્ષનાં હિંડોળે ઝુલી રહ્યાં હતાં, તેમ જ વસંતેત્મવાદિની ક્રીડા દેશભરમાં ચાલી રહી હતી. તે વખતે, મધ્યરાત્રિના વિષે, ઉત્તરાફાગુની નક્ષત્ર સાથે ચંદ્રને વેગ પ્રાપ્ત થતાં, આરોગ્યવાળી ત્રિશલા ક્ષત્રિયાણીએ બાધારહિતપણે આરેગ્યવાન પુત્રને જન્મ આપે.
ચિત્રમાં સુવર્ણના પલંગ ઉપર બિછાવેલી વિવિધ જાતિનાં ફૂલોથી આચ્છાદિત કરેલી સુગંધીદાર શા ઉપર ત્રિશલા ક્ષત્રિયાણી સૂતા છે. જમણા હાથે પ્રભુ મહાવીરને બળકરૂપે પકડીને તેમના તરફ-સન્મુખ જોઈ રહેલાં છે. તેમણે જમણે હાથ તકીઆને અઢેલીને રાખે છે. તેમનું સારું શરીર વસ્ત્રાભૂષણથી સુસજ્જિત છે. તેમના ઉત્તરીય-વસ્ત્ર-સાડીમાં સુંદર ભાત ચીતરેલી છે. તેમને પિશાક પંદરમાં સકાના શ્રીમંત વૈભવશાળી કુટુંબની સ્ત્રીઓના પહેરવેશને સુંદરમાં સુંદર ખ્યાલ આપે છે. પલંગની નીચે પાણીની ઝારી તથા પલંગમાંથી ઊતરતી વખતે પગ મૂકવા માટે પાદપીઠપગ મૂકવાને બજેઠ-પણુ ચીતરેલાં છે. ત્રિશલાના પગ આગળ એક સ્ત્રી-પરિચારિકા ઊભેલી છે, અને ઉપરના ભાગમાં ચિત્રની ડાબી બાજુએ, બીજી બે સ્ત્રી-પરિચારિકાઓ હાથમાં વિવિધ વસ્તુઓ પકડીને સેવા કરવાની ઉત્સુકતા બતાવતી બેઠેલી છે.
આ પછી ચિત્રના અનુસંધાને, ઇંદ્ર પંચરૂપે પ્રભુને જન્માભિષેક કર્વા લઈ જાય છે તે પ્રસંગ જેવાને છે. ત્રિશલા માતાને તથા પરિવારને અવસ્થાપિની નિદ્રા આપીને, કે પ્રભુને કરસંપુટમાં લીધા અને પ્રભુની સેવાને તમામ લાભ પિતાને મળે તે માટે પિતાના પાંચ રૂપ બનાવ્યા. એક રૂપે પ્રભુને ગ્રહણ કર્યા (આ ચિત્રમાં ઇંદ્રના બદલે હરિગમેષિન–ઈદ્રિના પદાતિની રજૂઆત કરેલી છે), એ રૂપ બને બાજુએ રહીને ચામર વીંઝવા લાગ્યો, એક રૂપે પ્રભુના માથે છત્ર ધારણ કર્યું અને એક રૂપે વજ ધારણ કરીને આગળ ચાલવા લાગ્યો.
ચિત્રની મધ્યમાં બે હાથે પ્રભુને પકડીને ઇદ્ર વેગથી જ દેખાય છે, બીજા રૂપે સૌથી આગળ વા ધારણ કર્યું છે, તેની પાછળ ત્રીજા રૂપે ચામર વીંઝત અને ચેથા રૂપે પ્રભુના મસ્તકે છત્ર ધારણ કરતે તથા પાંચમા રૂપે સૌથી પાછળ ચામર વીંઝતે દેખાય છે. ચિત્રનાં પાત્રો વેગવાન છે, જે ચિત્રકારને પછી ઉપરને અદ્દભૂત કાબૂ દર્શાવે છે.
ફલક ૩૯ ચિત્ર ૫૧. આઈકાલક અને બલભાનુકુમાર. પ્રતના પાના ૧૨૮ ઉપરથી. ચિત્રની પોળાઈ તથા લંબાઈ ૩૪૩ ઇંચ છે.
કાલકસૂરિનો વૈરાગ્યમય ઉપદેશ સાંભળીને, જેના આખા શરીરે રોમાંચ વિકસ્વર થયાં છે
"Aho Shrutgyanam