________________
'ચિત્ર વિવરણું
[૨૩ એક દિવસે સાહિરાના કાલકસૂરિની સાથે વિવિધ પ્રકારના વિદ વડે ભારે આનંદમાં ગરકાવ બની બેઠે હતો.
ચિત્રમાં જમણી બાજુએ સોનાના સિંહાસન ઉપર સાહિ રાજા બેઠેલે છે. સાહિ રાજાની સામે સિંહાસન ઉપર જૈન સાધુનાં કપડાં પહેરીને, ઉંચા કરેલા જમણા હાથમાં મુહપત્તિ રાખીને બેઠેલા કાલકસૂરિ, સાહિશાજની સાથે વિનોદ કરતાં દેખાય છે. સાહિરાજના માથે છત્ર લટકે છે. કાલકસૂરિના ઉપરના ભાગમાં ચિત્રની ડાબી બાજુએ બે શક સિનિકે છે.
લક ૩૭ . ચિત્ર ૪૮. બંદીવાન ગર્ટભિલ્લ રાજા કાલક સમક્ષ. પ્રતના પાના ૧૨૫ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ અને લંબાઈ ૩૪૩ ઈંચ છે.
જ્યારે ગર્દભી--ગધેડી ગર્દભિલ રાજા ઉપર મૂત્ર, વિષ્ટા કરી અને લાત દઈને ચાલી જાય છે, ત્યારે આર્યકાલકના કહેવાથી શકસભ્ય ગઢ તેડીને ઉજજનીમાં દાખલ થયું. ગદૈભિલ્લ જીવતા પકડાયે. તેને અવળા હાથે બાંધીને આર્યકાલકની સમક્ષ લાવવામાં આવ્યો.
ચિત્રમાં જમણી બાજુ સેનાના સિંહાસન ઉપર આર્યકાલક બેઠેલા છે. તેઓશ્રી પોતાની સામે અવળા બંને હાથે બાંધીને ઊભા રાખેલા ગદંબિલને, પિતાને જમણે હાથ ઉંચે કરીને, તેના દુષ્કૃત્ય માટે ઠપકો આપતાં દેખાય છે. ગર્દભિલની પાછળ સુંદર ચિત્રાકૃતિવાળા ઝ પહેરીને શક સૈનિક આર્યકાલકની આજ્ઞાની રાહ જોતો ઊભેલો છે. ચિત્રના ઉપરના ભાગની છતમાં સુંદર ચંદરવો બાંધેલો છે.
ચિત્ર ૪૯, આર્યકાલક અને સાહિરાજા. પ્રતના પાના ૧૨૭ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ અને લંબાઈ ૩૪૩ ઇંચની છે.
આર્યકાલકે ગર્દભિલ્લને તેના કૃત્ય માટે પ્રાયશ્ચિત-પશ્ચાતાપ કરવાનો ઉપદેશ આપીને, બંધનમાંથી છૂટે કરાવીને હદપાર કરાવ્યું. પછી આર્યકાલકની સેવા ચાકરી કરનાર સાહિ. બધા શકે એ રાજાધિરાજ બનાવ્યો અને બીજાઓને સામતાદિપદે સ્થાપીને શક લોક ઉજૈનીનું રાજ્ય સુખે ભેગવવા લાગ્યા. જેમ શકફળથી તેઓ આવ્યા માટે તેઓ શકે કહેવાયા, એ રીતે શક રાજાએનો આ વંશ ઉત્પન્ન થયો.
ચિત્રમાં જમણી બાજુ સેનાના સિંહાસન ઉપર શકરાજા બેઠેલ છે. ડાબી બાજુના ઉપરના ભાગમાં સોનાના સિંહાસન ઉપર આર્યકાલીક બેઠેલા છે. શકરાજાએ સોનેરી રંગને ઝબ્બે પહેરેલે છે. આર્યકાલક શકરાજાને ધર્મોપદેશ આપતા હોય તેમ તેમના ઉંચા કરેલા જમણા હાથમાં રાખેલી મુહપત્તિથી લાગે છે. આર્યકાલકની નીચેના ભાગમાં બે શક સનિકે શકરાજાની આજ્ઞાની રાહ જોતા ઊભેલા છે. શકરાજાના સિંહાસનની આગળ અને પાછળ ઉપરના બંને ભાગમાં એકેક છત્ર લટકતું દેખાય છે.
ફલક ૩૮ ચિત્ર ૫૦. પંચ રૂપે ઇદ્ર અને મહાવીર જન્મ. પ્રતના પાના ૩૯ ઉપરથી. આ ચિત્રની પહલાઈ અને લંબાઈ ૩૮૩ ઈંચની છે.
"Aho Shrutgyanam