________________
૫૪
જેન ચિત્રકામ મંદિરમાં સ્વર્ગસ્થ શાંતમૂર્તિ મુનિ મહારાજ શ્રી હંસવિજયજીના સંગ્રહમાંની કપસૂત્રની પાનાં ૮૬ વાળી હસ્તપ્રત કે જે સેનેરી શાહીથી લખેલી છે તે આવે; જેમનાં આઠ ચિ તથા અપ્રતિમ કારીગરીવાળી સુંદર ૭૪ કિનારો (ચિત્ર. . ૧૯, ૧૯૯, ૨૩૦, ૨૩૧, ૨૩૨ અને ૨૫પમાં છ પ્લેટો તરીકે) પ્રસ્તુત ગ્રંથમાં છાપવામાં આવ્યાં છે. એ સ્પષ્ટ બતાવી આપે છે કે ગુજરાતમાં મુગલ રાજ્યની સ્થાપના થયા પહેલાં ગુજરાતના ચિત્રકારે કેટલી સુંદર કિનારેનું સર્જન કરી શકતા હતા. ત્યાર પછી અમદાવાદના દેવશાના પાડા મધ્યેના સ્વર્ગસ્થ મુનિ મહારાજ શ્રી દયાવિમલજી શાસ્ત્રસંગ્રહની કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રતને વારો આવે છે. એ પ્રતના ચિત્રકામની બરોબરી કરી શકે તેવી એક પણ પ્રત ભારતભરના બીજા કોઈ પણ જૈન ભંડારમાં નથી, એ પ્રત લાટ દેશમાં આવેલા ગાંધાર બંદરના રહેવાસી શ્રેષ્ટિ શાણુ અને જૂધના વંશજોએ ચીતરાવેલી હોવાની સાક્ષી તેના કેટલા પૃષ્ઠ પરની પ્રશસ્તિ પૂરે છે. આ મતની ખાસ વિશિષ્ટતા તો એ છે કે તેમાં રાગ, રાગિણીઓ, મૂર્ણન, તાન વગેરે સંગીતશાસ્ત્રનાં તથા આકાશચારી, પાદચારી, મચારી વગેરે ભરતનાટયશાસ્ત્રમાં વર્ણવેલા નાટયશાસ્ત્રનાં રૂપે, દરેક ચિત્રના મથાળે નામ સાથે, પાનાની બંને બાજુના હાંસીઆમાં ચીતરેલાં છે. મારી જાણમાં છે ત્યાં સુધી, મુગલ સમય પહેલાંના ગુજરાતી ચિત્રકારોએ ચીતરેલાં નાટયશાસ્ત્ર તથા સંગીતશાસ્ત્રનાં આટલા બધાં રૂપ ભારતમાંના અગર હિંદ બહારના દેશોમાંના સંગ્રહમાં હોવાનું જણાયું નથી. યથા અવસરે અને યથા સાધને એ આખી યે પ્રત છપાવીને કલાવિશારદો સન્મુખ જાહેરની જાણ માટે મૂકવાનો મારો ઇરાદો છે. આના પછી ન્યાયાભાનિધિ વિજયાનંદ સુરીશ્વરજીના સંધાડાના ઉપાધ્યાયજી શ્રી સોહનવિજયજીના સંગ્રહની ક૯પસૂત્રની પ્રતનાં ચાળીસ ચિત્રો પૈકી ચાદ ચિત્રો અત્રે રજુ કરેલાં છે. આ પ્રતનાં ચિત્રની કળાને બરાબર મળતી જ સુંદર ચિત્રવાળી કલ્પસૂત્રની એક પ્રત શ્રીયુત જિનવિજયજીના સંગ્રહમાં છે, જે સંવત ૧૫૨૩ના વૈશાખ સુદી ૩ ના રોજ લખાવવામાં આવી છે. તેના પછી સંવત ૧૫૨૯માં લખાએલી માંડવગઢના સંધવી મંડનના સંગ્રહની ઉત્તરાધ્યયન સૂત્રની સુવર્ણોક્ષરી શાહીથી લખાએલી પ્રતને વારો આવે છે. શ્રીયુત જિનવિજયજીના સંગ્રહમાંની તથા આ ‘ઉત્તરાધ્યયન સૂત્ર'ની પ્રતનાં ચિત્રો સમયના અભાવે હું આ ગ્રંથમાં રજુ કરી શક્ય નથી. ત્યાર પછી આવતી, વયોવૃદ્ધ મુદ્દેવ પ્રવર્તક શ્રીકાંતિવિજયજીના સંગ્રહની વડોદરાના શ્રી આત્મારામ જૈન જ્ઞાનમંદિરમાં આવેલી કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રત પૈકીનાં પિસતાલીસ ચિત્રોમાંના ત્રીસ ચિત્રો, તેમજ સ્વર્ગસ્થ મુનિ મહારાજ શ્રી હંસવિજયજીના સંગ્રહમાંની કલ્પસૂત્રની તારીખ વગરની એક પ્રત (જે લગભગ પંદરમા સૈકાની શરૂઆતમાં લખાએલી હશે તેવું મારું માનવું છે તે)માંથી પણ પાંચ ચિત્રો તથા એક રંગમાં બોર્ડ, પ્રસ્તુત ગ્રંથમાં છાપવામાં આવ્યાં છે. વળી તેમના જ સંગ્રહમાંની ‘ઉત્તરાધ્યયન સૂત્ર'ની પંદરમા સૈકાની તારીખ વગરની એક પ્રતિમાંનાં તેત્રીસ ચિત્રો પૈકીનું એક ત્રિરંગી ચિત્ર (જુઓ નં. ૨૫૬) પણ અત્રે રજુ કરવામાં આવ્યું છે. ત્યાર પછી મારા મિત્ર શ્રીયુત ભોગીલાલ સાંડેસરાના સંગ્રહમાંની વૈષ્ણવ સંપ્રદાયની “બાલગોપાલ સ્તુતિ’ની પ્રતમાંથી ચાર ચિત્રો (ચિત્ર નં. ૨૫૧ થી ૨૫૪) તથા વડોદરા પ્રાચ્યવિદ્યામંદિરના ભાષાંતરખાતાના મદદનીશ શ્રીયુત મંજુલાલ મજમુદારના સંગ્રહમાંની સપ્તશતીની એક પ્રતમાંનાં બાર ચિત્રોમાંથી એક