________________
૧૦.
જૈન ચિત્રકલપકુમ રીતને તેમાં પ્રયોગ કરવામાં આવ્યો છે. તડકો હોય ત્યારે આખું ચિત્ર પીળા રંગમાં જ ચીતર્યું હોય. રાત્રિ હોય ત્યારે ભૂરા રંગ પર જ ચીતરાયું હોય. ઘરમાં રાત્રિ હોય અને દીવો ચીતર્યો હોય તો બધું લાલ ભૂમિ ઉપર આલેખ્યું હોય. વળી પ્રસંગ પ્રમાણે તું કાળી દર્શાવતાં માણસો અને જનાવરોથી આપણે બધું તરત અટકળી શકીએ છીએ. નદી સરોવર કે કંડ, તેના પાણીનાં વમળોની રેખાઓથી જ સમજાઈ જાય. વૃક્ષો ફળો વનસ્પતિઓ વગેરે બરાબર ઓળખાય તેમ તેનાં પાન થડ વગેરે ચીતરાએલાં નજરે પડે છે. વાસ્તવિક દર્શન કરતાં આ લાક્ષણિક દર્શન ચિત્રણના નિયમોમાં વધુ ઉપયોગી ગણાયું છે.
આજ સુધી ભારતીય ચિત્રકળાના ઇતિહાસમાં ગુજરાતને નામે લેખ નહેતા, પરંતુ મધ્ય યુગના આ ચિત્રકળાના નમૂના માત્ર ગુજરાતમાં જ મળ્યા હોવાથી ગુજરાતને તેથી ગૌરવ પ્રાપ્ત થયું છે. આ પ્રાચીન ચિત્રાકૃતિએની છાયા રાજપૂત કળામાં કેમ ઊતરી અને મુગલ કળાને સમૃદ્ધ કરવામાં આનુવંશિક ઉપકાર કેવી રીતે થયે તેના એકેડ તે હજી બેસાડવાના રહે છે જ; તે પણ જે સ્થાપત્યરચનાઓ અને વચ્ચે આ ચિત્રોમાં દેખાય છે તે આજે પણ નહિ બદલાએલા સમાજમાં નજરે પડે છે.
ચતુર દષ્ટિવાળા કલાવિવેચકે આ કળાના નમૂના જોતાં જ તેની potency–સર્જક અને પ્રેરક શક્તિ સ્વીકારશે, એટલું જ નહિ પણ દેશની કળાને તેમાંથી નવો માર્ગ જડશે એમ માનવું ભૂલભરેલું નહિ ગણાય. આજે કળા એટલે શાળાપાઠિત વસ્તુ નહિ, પણ પ્રજાની ઊર્મિ અને ઉલ્લાસમાંથી સર્જાયેલી નવસૃષ્ટિ એમ સ્વીકારીએ તે નવસર્જનના પાયામાં યે આ કળાનાં તને ઉપલેગી થઈ પડવાનાં જ,
રવિશંકર મ. રાવળ