________________
૨૧૨
જેન ચિત્રકલ્પદ્રુમ ૧૪ ૨નનાં નામ ઉનનું પ્રમાણ ૨ત્નની જાતિ
ઉપગ વિષય ૧૨ ગૃહપતિ રત્ન તે તે કાળને ઉચિત પંચેન્દ્રિય ઘરનું સર્વ પ્રકારનું કામકાજ કરનાર (ભંડારી). ૧૩ વાર્ષિક રત્ન
સુતારનું કાર્ય કરનાર. (સૂત્રધાર) ૧૪, શ્રી રત્ન
અતિ અદ્દભુત વિજય ભોગનું સાધન. ચિત્રમાં ૨ ૮ માં પુરોહિતના ડાબા હાથમાં શાંતિ પાઠનું પાનું આપેલું છે અને જમણું હાથની આંગળી ઊંચી કરીને તે કાંઈક બોલતો જણાય છે. રત્ન ૧૧ માં સેનાપતિના જમણા હાથમાં ભાલ તથા ડાબા હાથમાં હાલ છે. રત્ન ૧૨ માં ડાબા હાથમાં તાજવાં પકડીને ગૃહપતિ-ભંડારીને ચીતરેલ છે અને રત્ન ૧૩ માં સુતારને પ્રસંગ દર્શાવવા જમણા હાથમાં રાખેલા કુહાડાથી ડાબા હાથમાંનું લાકડું છેલતે ચીતરેલો છે.
Plate XCVII પ્રવર્તક કાંતિવિજયજીના સંગ્રહની યાક્ષરી કલ્પસૂત્ર રાધિકાની પ્રતના પાના ૩ અને રજુ કરેલાં છે. ચિત્ર ૨૭ પહેલાં લખાણ લખીને ચિત્રો માટે કરી જગ્યા લેખક મૂકતો તેને નમૂને આ પાનું
પૂરો પાડે છે. વરચે લખાણ લખેલું છે અને આજુબાજુ કોરી જગ્યા ચિત્રકાર માટે મૂકેલી છે. ચિત્ર ૨૮૦ ઉપરના ભાગમાં લખાણ લખેલું છે અને નીચેના ભાગમાં થાદ સ્વપ્ન પછીના કેટલાક પ્રસંગેની રૂપરેખા દોરી રંગ પૂરવાના બાકી રાખેલા છે. ચિત્ર ૨૮૧ લખાણ તથા ચિત્રોની ડિઝાઈનેમાં રંગો પણ પૂરેલા સ્પષ્ટ દેખાઈ આવે છે.
આ ત્રણ પાનાંઓ આપણને પ્રાચીન સમયના લેખકે ચિત્રકારને ચિત્રો ચીતરવા માટે કોરી જગ્યા આકી રાખતા જેમાં પહેલાં રેખાઓ દોરી પછી તેમાં રંગ પૂરતા તેના નમૂનાઓ પૂરા પાડે છે.
Plate XCVIII ચિત્ર ૨૮૨ સહસ્ત્રફણું શ્રી પાર્શ્વનાથનો ચિત્રપટ. મુનિ મહારાજ શ્રીઅમરવિજયજીના સંગ્રહમાંથી, ચિત્રની મધ્યમાં પાર્શ્વનાથ ભગવાન કાઉસગ્ગવ્યાને ઊભા છે. તેમના મરતક ઉપર ૧૦૦૮ કણએ ચીતરેલી છે. પીઠના પાછળના ભાગમાં પાણી દેખાડીને તેમના ઉપર કમઠે કરેલા ઉપસર્ગના પ્રસંગને તાદૃશ્ય કરવા ચિત્રકારે પ્રયત્ન કરેલો છે. પ્રભુના પગ નીચે પલાંઠી વાળીને બંને પગ ઉપર પ્રભુના પગ રાખીને ધરણેન્દ્ર બેઠેલો છે. પ્રભુની જમણી બાજુના હાથ અગાડી પાણીમાં મેઘમાલી દેવ અને ડાબી બાજુના હાથ અગાડી તાપસની આકૃતિ મૂકીને કુમનાં બંને સ્વરૂપે રજુ કરેલાં છે. પ્રભુની જમણી બાજુએ ધરણેન્દ્ર ઊભેલો છે અને ડાબી બાજુએ પદ્માવતી દેવી ઊભાં છે. બંનેની પાછળ એકેક ચામર ધરનારી સ્ત્રી ઊભેલી છે. ઉપરના ભાગમાં જમણી બાજુએ શત્રુંજય, ડાબી બાજુએ ગીરનાર, જમણી બાજુએ ઠેઠ નીચેના ભાગમાં અષ્ટાપદ અને ડાબી બાજુએ નીચેના ભાગમાં સમેતશિખર