________________
ચિત્રવિવરણ
સુગ્રીવ નામના નગરને વિષે બળભદ્ર નામના રાજા હતા, જેને મૃગાવતી નામે પટરાણી હતા-૧.
માતાપિતાને વલ્લભ અને યુવરાજ એ બલશ્રી નામનો એક કુમાર હતો જે દમિતેન્દ્રિયોમાં શ્રેષ્ઠ અને મૃગાપુત્ર તરીકે પ્રસિદ્ધ થયો હતો.—૨.
એક સંયમી મુનિને જોવાથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થતાં પોતાના માતાપિતા પાસે તેણે દીક્ષા લેવાની અનુમતિ માગી. તે વખતે પોતાના પૂર્વ ભવમાં જે જે જાતનાં દુઃખો વેઠયાં હતાં તેનું વર્ણન કરતાં નરનિમાં કઈ કઈ જાતનાં દુઃખ ભોગવ્યાં હતાં તે પ્રસંગને અનુલક્ષીને કરેલા વર્ણન ઉપરથી આ ચિત્ર દોરેલું છે.
કંદુ નામની કુંભમાં આજંદ કરતાં કરતાં ઊંચા પગે અને નીચા મસ્તકે રહેલે હું (દેવકૃત) બળતા અગ્નિમાં પૂર્વે ઘણીવાર પકાવાયા છું; આ પ્રસંગને દર્શાવવા ચિત્રકારે ત્રીજી લાઈનની ડાબી બાજુએ કુંભીની અંદર ઊંચા પગે અને નીચા મસ્તકે રહેલી એક આકૃતિ ચીતરી છે. કુંભીની નજીકમાં સળગતી મશાલ લઈને પરમાધામી ઊભેલે છે.
પાપકર્મના પરિણામે હું પૂર્વકાળે (પિતાના જ કર્મથી) મોટા યંત્રમાં શેરડીની માફક અતિ ભયંકર અવાજ કરતો કરતે ખૂબ પીલાયો છું. આ પ્રસંગને બતાવવા ચિત્રકારે પહેલી લાઇનની ડાબી બાજુના ચિત્રમાં કેલની અંદર ઊંધે મસ્તકે પીલાતી એક માનવ આકૃતિ ચીતરેલી છે.
તાપથી પીડાતાં અસિ (તલવાર) પત્ર નામના વનમાં ગયો જ્યાં ઝાડ ઉપરથી તલવારની ધાર જેવાં તીક્ષ્ણ પત્રો પડવાથી અનંતવાર છેદા હતા. આ પ્રસંગ દર્શાવવા ચિત્રકારે બીજી લાઈનમાં એક વૃક્ષ નીચે એક પુરુષ બેઠેલો અને તેના ઉપર ઝાડનાં પાદડાં પડતાં તેના અંગોપાંગ છેદાતાં ચીતરેલાં છે.
ચિતાઓમાં પાડાઓને જેમ બાળે છે તેમ પાપકર્મોથી ઘેરાયેલા મને પરાધીનપણે જાજવુંમાન અગ્નિમાં (પરમાધામીઓએ) શેક્યો હતો અને બાળીને ભસ્મ કર્યો હતો. આ પ્રસંગ દર્શાવવા ચિત્રકારે બીજી લાઈનની ડાબી બાજુએ એક માણસને ચિંતામાં બળતે બતાવીને અગ્નિમાં શેકાયાને પ્રસંગ ચીતરેલ છે.
આ ઉપરાંત ઉપરના પહેલી લાઇનના પહેલા ચિત્રમાં નીચે રહેલા લોખંડના તીણુ ખીલાથી વીંધાતો અને ત્રીજી લાઈનના પહેલા ચિત્રમાં શળાથી દાતો એમ બે પ્રસંગે નરક યાતનાના આ ચિત્રમાં વધારે ચીતરેલા છે. ચિત્ર ૨૬૦ ઉત્તરાધ્યયન સુત્રના ૧૯ મા અધ્યયનને જ બીજે એક ચિત્રપ્રસંગ.
આ પ્રમાણે નરક તથા પશુ નિનું ઘણુંઘણું પ્રકારનું દુઃખ વર્ણવી માતાપિતાની આજ્ઞા માગી. પુત્રના આવી રીતના દૃઢ વૈરાગ્યને જાણ માતાપિતાનાં કઠેર હૃદય પીગળી ગયાં અને તેમણે કહ્યું: “હે પુત્ર! જેમ તને સુખ ઉપજે તેમ તું ખુશીથી કર.”-૮૪
ચિત્રમાં લાકડાના બાજોઠ ઉપર બળભદ્ર રાજા અને તેમની સન્મુખ પટરાણી મૃગાવતી એલાં છે. તેઓ બંનેના ચહેરાઓ તથા વસ્ત્રાભૂાણે પ્રાચીન રીતિરિવાજોનું દિગદર્શન કરાવે છે