________________
૧૮૦
જેન ચિત્રક૯પમ કંપતો હતો તે હવે બિલકુલ નિષ્કપ થઈ ગયે એવા પ્રકારના વિચારોથી તેઓ ચિંતા અને શાકરૂપી સમુદ્રમાં તણાવા લાગ્યાં. હથેળી ઉપર મુખને ટેકવી, આર્તધ્યાનમાં ઉતરી પડવાં.
ચિત્રમાં માતાના મુખ ઉપર શકની અનહદ છાયા ઉતારવામાં ચિત્રકારે પૂરેપૂરી સફળતા મેળવી છે. ડાબા હાથની હથેળી ઉપર માતાએ મુખને ટેકવેલું છે, અને જમણો હાથ આ શું થઈ ગયું એવી વિસ્મયતા સુચન કરતો રાખેલો છે. સામે બે દાસીઓ આશ્વાસન આપતી દેખાય છે. તેઓ પણ શોકસાગરમાં ડુબેલી છે. ઉપરની છતમાં ચંદર બાંધેલો છે. ચિત્ર ૨૩૪ સાધુ સામાચારીનો એક પ્રસંગ. કાંતિવિ, ૧ ના પાના ૯૧ ઉપરથી.ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. પ્રસંગના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. ભીંતમાં પણ સ્ત્રીનું ત્રિ ચીતરેલું હોય ત્યાં બ્રહ્મચારી એવા સાધુને રહેવું કપે નહિ તે પ્રસંગને અનુસરીને સ્ત્રીનું ચિત્ર ચીતરેલું છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેનો સાધજે વહોરાવવાનો પ્રસંગ જોવાનો છે. જમણા હાથમાં દાંડે તથા ડાબા હાથના પાત્રમાં સાધુ કાંઈક વારતા જણાય છે અને સામે ઊભેલો ગૃહસ્થ તેમને વહોરાવતા હોય એમ લાગે છે. પાસે સળગતા અગ્નિવાળા ચૂલા ઉપર ત્રણ હોટલીઓ ચડાવેલી દેખાય છે. આ પ્રસંગ ચીતરીને જન સાધુ સળગતા અગ્નિ ઉપરના વાસણમાં રહેલા આહારને વહોરી શકે નહિ તેમ બતાવવાને ચિત્રકારનો આશય હોય એમ લાગે છે. ચિત્ર ૨૩પ આર્ય ધર્મ ઉપર દેવે ધરેલું છત્ર. સવિ. ૧ ના પાન ૭૩ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. કથાના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. “શીલબ્ધિથી સંપન્ન અને જેમના દીક્ષા મહોત્સવમાં દેવાએ ઉત્તમ છત્ર ધારણ કર્યું હતું તે સુવ્રત ગેત્રવાળા આર્યધર્મને હું વંદું છું.૫૩ આર્યધર્મ બે હાથ જોડીને ગુસ્ની સન્મુખ બેઠા છે. ગુરુ મહારાજ માથે વાસક્ષેપ નાખતા દેખાય છે. ગુની પાછળ એક નાના સાધુ હાથમાં દંડ, પત્ર તથા બગલમાં એ રાખીને ઉભા છે. આર્યધર્મની પાછળ દેવ પિતાના જમણા હાથથી છત્ર પકડીને તેઓના ભરતક ઉપર ધરતો ઉભે છે, દેવને ચાર હાથ છે. દેવના પાછળના જમણા હાથમાં દંડ છે. ઉપરના ભાગમાં બે પિોપટ ચીતરેલા છે. આ પછી ચિત્રના અનુસંધાને નીચેનો ચતુર્વિધ સંધના વદનને પ્રસંગ જોવાનો છે. ચિત્રમાં બે સાધુઓ, બે શ્રાવકે તથા બે શ્રાવિકાઓ એ હસ્તની અંજલિ જોડીને શ્રી આર્યધર્મની
સ્તુતિ-બહુમાન કરતાં દેખાય છે. ચિત્ર ૨૩૬ ચતુર્વિધ સંઘ. હેવિ. ૧ ના પાના ૮૬ ઉપરથી. ચિત્રના ઉપરના ભાગમાંથી અનુક્રમે પહેલી લાઇનમાં છ દે, બરફમાં પાંચ દેવીઓ, ત્રીજમાં પાંચ સાધુઓ, ચોથીમાં પાંચ સાવીએ, પાંચમીમાં પાંચ ગૃહસ્થો તથા છઠ્ઠી-છેલી લાઈનમાં પાંચ શ્રાવિકાઓ વગેરે ચતુર્વિધ સંઘ શ્રમણ ભગવાન મહાવીરના ગુણગાન કરતો દેખાય છે. પંદરમા સૈકામાં સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકા - એના પહેરવેશાની સુંદર રજુઆત આ ચિત્ર કરે છે.
५3 बंदामि अजधम्मं च मुख्ययं सीललद्धीसंपन्न ।
जस निक्खमणे देवो, छत्तं वरमुत्तमं वहइ ।। ३१ ॥७॥
- ૨૫મૂત્ર થઇ ૬૬.