________________
૧૭૬
જૈન ચિત્રકલ્પદ્રુમ તો દુષ્કરમાં દુકર ગણાય.” એક કવિ કહે છે કે:
वेश्या रागवती सदा तदनुगा षड्भी रसभोजनं,
शुभ्रं धाम मनोहरं वपुरहो नव्यो वयः संगमः। कालोऽयं जलदाविलस्तदपि याः कामं जिगायादरात्
तं वंदे युवतीप्रयोधकुशलं श्रीस्थूलभद्रं मुनिम् ॥' અર્થાત્ –‘વસ્યા રાગવાળા હતી, હમેશાં પિતાના કહેવા પ્રમાણે જ વર્તનારી હતી, પરસથી ભરેલાં– ભાવતા ભોજને મળતાં હતાં, સુંદર ચિત્રશાળા હતી, મનોહર શરીર હતું, ખીલતું યૌવન હતું અને કાળા મેધથી છવાયેલી વર્ષાઋતુ હતી; એટલું છતાં જેમણે આદરપૂર્વક કામ(દેવ)ને પોતાના કાબુમાં રાખે એવા યુવતીજનેને બાધ આપવામાં કુશળ શ્રીસ્થૂલભદ્ર મુનિને હું વંદન કરું છું.'
ચિત્રમાં રથકાર ડાબા હાથમાં ધનુષ્ય અને જમણે હાથમાં બાણ રાખી ધનુષ્યની પણ ચઢાવીને આંબાના ઝાડ તરફ તાકીને કરી ઉપર મારતો જણાય છે. તેનો ડાબે પગ ઉચો છે અને તેની નીચે કળા તથા વસંતઋતુને સુચવનારો મોર ઉંચું મુખ કરીને ટહુકતો દેખાય છે. કેશા નર્તકી સરસવના ઢગલા ઉપર સેય, સોય ઉપર ફૂલ, અને ફૂલ ઉપર જમણે પગ રાખી ડાબો પગ ઢીંચણ સુધી વાળી નૃત્ય કરતી દેખાય છે. તેણીએ બંને હાથમાં ફૂલ, ગળામાં ફૂલની માળા, માથે મુફટ, કાનમાં કુંડળ વગેરે આભૂષણ તથા કંચુકી અને ઉત્તરીય વસ્ત્ર વગેરે વસ્ત્રાભૂષણ પરિધાન કરેલાં છે.
કોશાનકીના આ એક જ પ્રાંગને લગતાં કુલ ત્રણ ચિત્રા પ્રસ્તુત ગ્રંથમાં રજુ કર્યો છે, પ્રસંગ એક હોવા છતાં ત્રણેના પહેરવેશે તે ચિત્રો જુદાજુદા પ્રદેશમાં ચીતરાએલા હોવાથી જુદીજુદી જાતના ચિત્રકારે રજુ કર્યા છે. દા.ત. ચિત્ર ૧૯૬ વાળું ચિત્ર યવનપુર (હાલનું જોનપુર) ભારવાડમાં ચીતરાયેલું છે, તેથી તેને પહેરવેશ મારવાડી જેવો, ચિત્ર ૧૯૮ વાળા ચિત્રને પહેરવેશ બર્મા અગર જાવા તરફને લેકની જે, અને આ ચિત્ર ૨૨૨ વાળું ચિત્ર મંડપદુર્ગ (હાલનું માંડવગઢ) માલવામાં ચીતરાયેલું હોવાથી તેનો પહેરવેશ માલવાના પ્રજાજન જેવ, આવી રીતના જુદાજુદા પહેરવેશની રજુઆત આપણને આ એક જ ચિત્ર પ્રસંગમાંથી મળી આવે છે. ચિત્ર ૨૨૩ શ્રી આર્યસ્થૂલભદ્ર અને સાત સાધવીબહેન. કતિવિ. ૧ પાના ૭૮ ઉપરથી.
એકવાર વંદન કરવા આવેલી યક્ષા સાધ્વી વગેરે પોતાની બહેનોને શ્રીધૂલ પેતાની વિદ્યાના જોરથી પોતાનું સિંહ રૂપ દેખાડયું. જ્યારે શ્રીભદ્રબાહુવામીએ આ હકીકત સાંભળી ત્યારે તેઓને ઘણી દિલગીરી થઈ અને તેમણે કહ્યું કે, “હવે તમે વાચના માટે અગ્ય છે.'
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે; તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના સિહના ચિત્રથી થાય છે. શ્રીસ્થૂલભદ્ર સિંહનું રૂપ કરી બેઠેલા છે, બે સાવી હેને હસ્તની અંજલિ જોડીને વંદન કરતી તથા સિહનું આપ જોઈ વિમત થએલી દેખાય છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચે ચિત્રમાં વર્ણવેલો પૂલભદ્રની સાધુ અવસ્થાનો પ્રસંગ જોવાનો છે. જમણા હાથમાં મુહપત્તિ રાખીને, સામે અંજલિ જોડીને ઉભી રહેલી બે સાથી બહેન સાથે તેઓ કાંઈક વાતચિત કરતા