________________
ચિત્રવિવરણ
૧૭૫ Plate LXVIII ચિત્ર ૧૯ થીષભદેવનું પાણિગ્રહણ. કાંતિવિ. ૧. પાના ૭૦ ઉપરથી. પ્રથમ તીર્થકરને વિવાહ કરવો એ અમારે આચાર છે' એમ વિચારી કરો-દેવ દેવીઓથી પરિવરેલો ઈન્દ્ર પ્રભુ પાસે આવ્યો અને વિવાહ આરંભ્યો. પ્રભુનું વર સંબંધીનું સઘળું કાર્ય ઇન્દ્ર પોતે તથા દેએ કર્યું, અને બંને કન્યાનું વધૂ સંબંધી કાર્ય દેવીઓએ કર્યું.
ચિત્રમાં આજની માફક ચારે દિશામાં ચોરીના છેડ બાંધેલાં છે. દરેક છોડમાં ચેરી ઉપર કેળનાં પાંદડાં બાંધેલાં છે. ઉપર છત્ર ચીતરેલું છે. ચોરીની આગળ ઉપરના ભાગમાં તેરણું બાંધેલું છે. પ્રભુ સંસારાવસ્થામાં એક સ્ત્રી સાથે હસ્તમેળાપ કરતા ચિત્રમાં દેખાય છે. બંનેની વચ્ચે નીચે એક બ્રાહ્મણ બેઠેલે છે અને તે અગ્નિમાં ઘીની આહુતિ આપતો દેખાય છે. ઠેઠ નીચે બે પુરુષો તથા બે સ્ત્રીઓ ચીતરેલાં છે. સૌથી આગળ પ્રથમ પુરના જમણે હાથમાં ફૂલ છે, બીજા પુરુષને જમણ હાથ ઉચા કરેલે દેખાય છે; સ્ત્રીઓમાં એક સ્ત્રીના હાથમાં રામણ દીવા સળગતો, અને બીજીના હાથમાં શ્રીફળ દેખાય છે. આ સ્ત્રી-પુ મનુષ્યો નથી પણ દેવો છે, તે બતાવવા દરેક ચહેરાની પાછળ દિવ્યતેજ બતાવવા માટે ગેળ ભામંડળે સફેદ રંગથી ચીતરેલાં છે. આ ચિત્ર પંદરમા સૈકાની લગ્નવ્યવસ્થાનો સુંદર ખ્યાલ આપે છે. ચિત્ર ર૨૦ શ્રી ઋષભદેવને રાજ્યાભિષેક. ઉપરના પાનાની ડાબી બાજુને ચિત્ર પ્રસંગ. વર્ણન માટે
જુઓ ચિત્ર ૧ નું વર્ણન. ચિત્ર ૨૨૧ કપસૂત્રનાં બે સુંદર શોભ-આલેખનો. હંસવિ. ૨ ની પ્રતમાંથી કથા પ્રસંગે સાથે. ઉપરના હેડીંગની બે પટીએ સુશોભનકળાના સુંદર નમૂના રજુ કરે છે. ઉપરની પટીમાં અષ્ટમંગલ તથા ખાલી જગામાં ઘડા, હાથી તથા કમલ અને નીચેની પટીમાં હાથીની વિવિધ પ્રકારની દીડાઓ ચિત્રકારે ચીતરીને કમાલ કરી છે.
Plate LXIX ચિત્ર ૨૨ર કેશાય. કાંતિવિ. ૧. પાના ૮ ઉપરથી.
સ્થૂલિભદ્રના ઉપદેશથી પ્રતિબોધ પામેલી કોશાને ત્યાં એક કામી રથકારે આવી, પિતાનું કૌશલ્ય બતાવવા સારૂ, પ્રથમના બાણના મૂળના ભાગમાં બીજું અને બીજા બાણના મૂળના ભાગમાં ત્રીજું એમ કેટલાંક બાણ મારી, દૂર રહેલ આંબાની લુંબ તોડી નાખી. રથકારના એ ગર્વને તોડવા કેશાએ સરસવના ઢગલા ઉપર સેય અને સેયના અગ્રભાગ ઉપર ફૂલ મુકાવી તેની ઉપર નૃત્ય કરી બતાવ્યું, એવું અદ્ભુત નૃત્ય કરવાં છતાં તેણીએ કહ્યું કેઃ
न दुकरं अंबयलंबितोडण, न दुकरं नचिया सरिसवइ ।
तं दुकरं तं च महाणुभावं जं सो मुणी पमयावणे वसंतो। અથાત–આંબાની લુંબ તડવી એમાં કંઈ જ દુકર નથી, સરસવ ઉપર નાચવું એ પણ એટલું બધું દુષ્કર નથી, પરંતુ જે મહાનુભાવ મુનિએ અમદારૂપી વનમાં પણ નિર્મોહીપણું દાખવ્યું તે