________________
ચિત્રવિવરણ
૧૭૩ પડેલા દેખાય છે. બાજુમાં ગદા અને ચક્ર વાસુદેવનાં આયુધ પડેલાં છે, ઉપર ચદરવામાં એક હંસ ચીતરેલો છે. ચિત્ર ૨૨૩ જલક્રીડા. કાંતિ વિ. ૧ પાના ૬૨ ઉપરથી.
શ્રીઅરિષ્ટનેમિકુમારનું અનન્ય બાહુબળ જોઈને શ્રીકૃષ્ણ વિચારવા લાગ્યા કેઃ “આ મહાબળવાન નેમિકુમાર ધારે તો રમતમાં મારું રાજ્ય પડાવી લે.” તેથી પિતાના અંતઃપુરની ગોપીઓ સાથે શ્રીઅરિષ્ટનેમિકુમારને રેવતાચલના ઉધાનમાં જલક્રીડા કરવા લઈ ગયા. કૃષ્ણ પ્રેમથી પ્રભુને હાથ ઝાલી સરોવરની અંદર ઉતાર્યા અને સુવર્ણની પિચકારીમાં કેસરવાળું જળ ભરી પ્રભુ ઉપર સીંચવા માંડયું. તેમણે પિતાની રૂકમણી વગેરે ગેપીઓને પણ આગળથી જ કહી રાખ્યું હતું કે ‘તમારે નિઃશંકપણે જળક્રીડા કરવી અને કોઈપણ રીતે તેની વિવાહ કરવાની ઇચ્છા થાય તેમ કરવું.”
ચિત્રમાં કૃણવાસુદેવની આજ્ઞાથી ગોપીઓ અરિષ્ટનેમિકુમારની સાથે જળક્રીડા કરતી દેખાય છે. આજુબાજુ જે પગથિયાં છે તે વાવમાં ઉતરવા માટે છે. પગથિયાં ઉપર બંને બાજુ એકેક ગોપી ઉભી છે, પાણીમાં વચ્ચે શ્રીનેમિકુમાર તથા શ્રીકૃષ્ણવાસુદેવ ઊભેલા છે, અને બાજુ એક ઝાડ તથા ભ્રમર ઉડતાં દેખાય છે. ચિત્ર ૨૧૪ શ્રીનેમિનાથ જોડે બેસીને પરણવા જાય છે. કાંતિવિ. ૧ ના પાન ૬૪ ઉપરથી. રાજિમતી
અને સખીઓ વાર્તાલાપ કરતી હતી તેટલામાં કોણ જાણે ક્યાંથી, અચાનક નેમિકુમારના કાને પશુઓનો આર્તનાદ...સ્વર અથડાયનેમિકુમાર એ સ્વર સાંભળતાં જ ઘવાયા, તેથી પોતાના સારથીને અત્યંત આતુરતાપૂર્વક પૂછયું: “આ ભયંકર રવર કયાંથી આવે છે ?' સારથીએ ખુલાસો કર્યો કે એમાં ગભરાવાનું કાંઈ જ કારણ નથી. આપના વિવાહ નિમિત્તે ભોજન માટે એકઠાં કરેલાં પશુઓનો જ એ દુર્બળ સ્વર છે.'
નેમિકુમાર વિચારવા લાગ્યા કેઃ “જે વિવાહાત્સવ નિમિત્તે આટલાં બધાં પશુ-પંખીઓને સંહાર થવાનું હોય તેને લગ્ન મહોત્સવ કહેવો કે મૃત્યુમહત્સવ કહેવો તેજ સમજાતું નથી. એવા હિંસામય વિવાહને ધિક્કાર હો!'
નેમિકુમાર વિચારમાંથી જાગૃત થયા અને સારથિને કહ્યું: “સારથિ રથ પાછા વાળા.’ એ વખતે એક હરણ શ્રી નેમિનાથની સામે જોતો અને પોતાની ગરદનથી હરણીની ગરદનને ઢાંકી દેતો ઊભે હતો.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે; તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. નેમિકુમારને ઘોડા ઉપર બેસીને આવતાં ગેખમાં બેઠેલી રાજિમતી જોઈ રહી છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં વર્ણવેલે રથ પાછો વાળવાને પ્રસંગ જોવાનો છે. આઠ હરણિયાએ ઊંચા મુખે પિકાર કરતાં દેખાય છે અને તે સાંભળીને નેમિકુમારના કહેવાથી સારથીએ રથ પાછો વાળેલો દેખાય છે. હાંસીઆમાં ઉપર અને નીચે એક હરણું ચીતરેલું છે.
Plate LXVII ચિત્ર ૨૧૫ શ્રીવલદેવ. સોહન. અગાઉ આપણે સમેતશિખર, શત્રુંજય, ગીરનાર વગેરેના ચિત્રને