________________
૧૭૨
જેન ચિત્રકલ્પદ્રુમ યક્ષિણી તથા યક્ષની મૂર્તિઓ ચીતરેલી છે. ચિત્રના તળીઆના ભાગમાં બંને બાજુ એકેક ઝાડ અને યાત્રાળુઓ ડુંગર ઉપર ચડતા દેખાય છે. જમણી બાજુથી ચડતા યાત્રાળુના હાથમાં ફૂલની માળા તથા ડાબી બાજુથી ચડતા યાત્રાળુના જમણા હાથમાં કાંઈક વાજીંત્ર જેવું અને ડાબો હાથ ઉચા કરેલો છે. નીચેના ભાગમાં ધર્મચક્રના દ્યોતક બે હરણાં ચીતરેલાં છે, પરંતુ અજાયબીની વાત એ છે કે બીજા ચિત્રો તથા સ્થાપત્ય કામની માફક બંનેને એકબીજાની સન્મુખ નહિ રજુ કરતા અન્ને એકબીજાની પાછળ બેઠેલાં ચીતર્યા છે.
Plate LXVI
ચિત્ર ૨૧૨ કુમાર અરિષ્ટનેમિનું બાહુબળ. કાંતિવિ. ૧ના પાના ૬૧ ઉપરથી. અરિષ્ટનેમિકુમાર એકવાર મિની પ્રેરણાથી કેવળ કીડાની ખાતર કૃષ્ણ વાસુદેવની આયુધ શાળામાં જઈ ચડયા. ત્યાં કૌતુક
જોવાની ઉત્સુકતાવાળા કેટલાક મિત્રોની વિનતિથી શ્રીઅરિષ્ટનેમિકુમારે કૃષ્ણના ચક્રને આંગળીના ટેરવા ઉપર રાખી, કુંભારના ચાકડાની માફક ફેરવવા માંડયું. સારંગ નામનું ધનુષ્ય કમળના નાળચાની પેઠે વાંકું વાળી દીધું અને કૌમુદિકી નામની ગદા લાકડાની પેઠે ઉપાડી ખભા ઉપર મૂકી દીધી. પાંચજન્ય નામને શંખ તે એવા જોરથી ડુંક કે મોટામેટા ગજેન્દ્રો બંધનતંભને ઉખેડી નાખી, સાંદળા તોડી-ફોડી નાસાનાસ કરવા લાગ્યા અને નગરજને ત્રાસથી થરથરવા લાગ્યા.
કણનું ચિત્ત પણ એ શખનિ સાંભળતાં જ શંકા અને ભયના હિંડોળે ચડયું. તેમને લાયું કેઃ “જરૂર, મારે કોઈ મહાવરી અથવા પ્રતિસ્પર્ધી ઉત્પન્ન થયા. તે સિવાય આમ ન બને.” તે તત્કાળ પિતાની આયુધશાળામાં આવ્યા.
પિતાના ભુજબળની સાથે તુલના કરવાના ઈરાદાથી કણે શ્રીઅરિષ્ટનેમિકુમારને કહ્યું કે: બંધુ, ચાલો આપણે આપણા બાહુબળની પરીક્ષા કરી જોઈએ.’ નેમિકુમારે નિઃશંકપણે એ આવાહન સ્વીકાર્યું અને બંને જણ મલના અખાડામાં આવ્યા.
નેમિકુમારે શ્રીકૃષ્ણને કહ્યું કેઃ “બંધુ! કોઈને જમીન ઉપર નાખી દેવા અને તેને પૃથ્વી ઉપર રગદોળ એ તો સાધારણ માણસનું યુદ્ધ ગણાય. આપણે જે બળની પરીક્ષા જ કરવી હોય તો પરસ્પરની ભુજાને કોણ કેટલી નમાવે છે તે ઉપરથી પૂરતી ખાત્રી થઈ શકે એમ છે.' કણે એ વાત કબુલી અને તરત જ પોતાનો હાથ લંબાવ્યા. કુણે લાંબા કરેલા બાહ્ને નેમિકુમારે તે નેતરની સોટીની પેઠે જોતજોતામાં વાળી નાખ્યો. પછી નેમિસુમારે પિતાને ડાબો હાથ લંબાવ્યું. વક્ષની શાખા જેવા શ્રીનેમિકુમારના બાહુને વિષે શ્રીકૃષ્ણ વાંદરાની જેમ લટકી રહ્યા.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે; તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના શિખ કંકવાનું ચિત્રથી થાય છે. શ્રીકૃષ્ણ વાસુદેવની આયુધશાળામાં શ્રીઅરિષ્ટનેમિકુમાર શંખ ફૂંકતાં દેખાય છે. સામે લાકડાના પટ ઉપર શંખ મૂકેલો છે; શંખની પાછળ એક પિપટ છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં વર્ણવેલે શ્રીઅરિષ્ટનેમિકુમારના અનન્ય બાબાને પ્રસંગ જેવાને છે. શ્રીઅરિષ્ટનેમિકુમારની ભુજાને વાળવા જતાં શ્રીકૃષ્ણ વાસુદેવ વાંદરાની માફક લટકી