________________
ચિત્રવિવરણ બહાર દેખાતા ભાગ કાપી નાખ્યા. એ પ્રમાણે ઘર ઉપસર્ગ થવા છતાં ધ્યાનમગ્ન પ્રભુ સમભાવથી લેશમાત્ર પણ ન ચન્યા. ચિત્ર ૨૫ અર્ધવસ્ત્રદાન અને ગોવાળની દૃદ્ધિ. કાંતિવિ. ૧ ના પાના ૨૮ ઉપરથી. ચિત્રમાં ઉપર
અને નીચે એમ બે પ્રસંગ છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના અર્ધવસ્ત્રદાનના પ્રસંગથી થાય છે. પ્રભુ મહાવીરનું વસ્ત્ર કાંટામાંથી લેતા બ્રાહ્મણ દેખાય છે અને મહાવીર તેના સન્મુખ જેતા દેખાય છે. તેઓના જમણા હાથમાં મુહપતિ અને ડાબા હાથમાં દાંડે છે. આ પ્રસંગના વિસ્તૃત વર્ણન માટે જુઓ ચિત્ર ૯૫નું વર્ણન. આ પછી ચિત્રના અનુસંધાને વાળની દૃદ્ધિનો પ્રસંગ જેવાને છે.
પ્રભુ કાઉસગ્ગથાનમાં હતા તે વખતે કાએક ગોવાળિયો આબે દિવસ બળદિયા પાસે હળ ખેંચાવી સંધ્યાકાળે પ્રભુ પાસે મૂકી ગાયો દેવા માટે પોતાને ઘેર ગયો. પેલા બળદિયા ચરતાંચરતાં દૂર જંગલમાં ચાલ્યા ગયા. ગોવાળ ગાયો દેહી પરવારીને પાછો આવ્યો ત્યારે બળદિયા ન દેખાય એટલે પ્રભુને પૂછવા લાગ્યો “હે આર્ય! મારા બળદ ક્યાં છે ?” પરંતુ પ્રતિમાધારી પ્રભુ શી રીતે જવાબ આપે ? ગોવાળે વિચાર્યું કે બળદના સંબંધમાં એમને ખબર નહિ હોય તેથી જ તે કાંઈ બોલતા નથી. એટલે પિતે બળદની શેધ કરવા આખી રાત જંગલમાં ભટકો પણ પત્તો ન લાગ્યા. બળદિયા ફરતા ફરતા પોતાની મેળે જ પ્રભુની પાસે આવીને સ્વસ્થ ચિત્તે વાળતા બેઠેલા સવારે ગોવાળે જોયા. તેથી ગોવાળને થયું કેઃ “એમને ખબર હતી છતાં એમણે મને વાત ન કરી અને નકામે આખી રાત મને ભટકાવ્યો. તેના અંગેઅંગમાં ક્રોધ વ્યાપ્યો અને બળદની રાશ લઇને પ્રભુને મારવા તત્પર થએલે ગોવાળિયે અવધિજ્ઞાનથી ઈન્દ્રની નજરે તે વખતે ચ. ઇન્દ્ર ગોવાળિયાને ત્યાં જ થંભાવી દીધો અને ત્યાં આવી તેને શિક્ષા કરી. પછી પ્રભુને વંદન કરી વિનતિ કરી “ભગવાન ! આપને બાર વર્ષ સુધીમાં ઘણાધણુ ઉપસર્ગ થવાના છે માટે જે આપ આજ્ઞા કરે તો હું તેટલો વખત આપની સેવામાં હાજર રહું.”
ચિત્રની મધ્યમાં કાઉસગ્નમુદ્રાએ પ્રભુ મહાવીર ઉભા છે. અને બાજુ ઉપરના ભાગમાં બે બળદિયા ઉભા છે અને નીચેના ભાગમાં બંને બાજુ હસ્તની અંજલિ જોડીને પ્રભુની પાસે રહેવાની પ્રાર્થના કરતો ઇન્દ્ર દેખાય છે. ચિત્ર ર૬ શ્રીમઠનું પંચાનિત૫. કાંતિવિ. ૧ ના પાના ૫૮ ઉપરથી.
એક વખત વારાણસી નગરીની બહાર કમઠ નામને તાપસ પંચાગ્નિ તાપ તપ આવ્યા. તેની પંચાગ્નિ તપ વગેરે કષ્ટક્રિયાઓ જોઈ નગરના લોકોને હાથમાં પુષ્પ વગેરે પૂજાની સામગ્રી લઈને તે દિશા તરફ જતા ભગવાન શ્રી પાર્શ્વનાથે પોતાના મહેલના ઝરૂખામાંથી જોયા. પ્રભુ પણ તેને જેવા પરિવાર સહિત નીકળ્યા. તીવ્ર પંચાગ્નિના તાપથી તપતા કમને પ્રભુએ જે એટલું જ નહિ પણ પાસેના અગ્નિકુંડમાં નાખેલા એક કાકની અંદર એક મોટા જીવતા સર્પને પણ બળતો તેમણે પિતાના જ્ઞાનબળથી નિહાળ્યો. કરુણાસમુક પ્રભુ બોલ્યા: “હે મૂત્ર તારવી ! દયા વિના ફેકટનું આ કષ્ટ શા સારૂ વેઠે છે ? હે તપસ્વી ! આ કલેશકારક-દયારહિત કષ્ટક્રિયા કરવી મૂકી દે.’