________________
૧૫૨
જેન ચિત્રકલ્પદ્રુમ
Plate XLIV ચિત્ર ૧૧૩ બ્રાહ્મણી દેવાનન્દા અને ચૌદ સ્વપ્ન હંસવિ. ૧ ના પ્રતના પાના ૩ ઉપરથી. આખું પાનું
પ્રતની મૂળ સાઈઝનું અને નમૂના તરીકે રજુ કરેલું છે. વર્ણન માટે જુઓ આ જ પ્રસંગને લગતું જ ચિત્ર ૭૩નું વર્ણન.
Plate XLV ચિત્ર ૧૧૪ ચૌદ સ્વ. કાંતિવિ. ૧ ના પાના ૧૬ ઉપરથી. ચૌદ સ્વપ્નનાં ચિત્રે અગાઉ ચિત્ર ૭૩ અને ૧૬૭માં આવી ગયાં છે. વાચકોની જાણ ખાતર અત્રે તેનું ટુંક વિવેચન કરવામાં આવે છે.
(૧) હાથી. ચાર મહાન દંતુશળવાળા, ઊંચે, વરસી રહેલા વિશાળ મેદ્ય જેવો અને વિતાવ્યા પર્વતના જેવો સફેદ, તેના શરીરનું પ્રમાણુ શક્રેન્દ્રના રાવણ હાથીના જેવું હતું, સર્વ પ્રકારનાં શુભ લક્ષણવાળા, હાથીઓમાં સર્વોત્તમ અને વિશાળ એવા પ્રકારનો હાથી ત્રિશલા દેવીએ પ્રથમ સ્વપ્નમાં જોયો. હાથી એ પરમ મંગળકારી તથા રાજ્યચિહદ્યોતક છે.
(૨) વૃષભ, વેત કમળનાં પાંદડાઓની રૂપકાંતને પરાજીત કરતા, મજબૂત, ભરાવદાર, માંસપેસીવાળે, પુષ્ટ, યથાસ્થિત અવયવવાળા અને સુંદર શરીરવાળો વૃષભ બીજા સ્વપ્નમાં જે. તેનાં અતિશય ઉત્તમ અને તીક્ષણ શીંગડાંઓના આગલા ભાગમાં તેલ લગાવેલું હતું. તેના દાંત સુશોભિત અને શ્વેત હતા. વૃષભ (બળદ) એ કૃષિને ઘાતક છે.
(૩) સિંહ. ત્રીજા સ્વપ્નમાં ત્રિશલાએ સિહ જોયો, તે પણ મેતીના હાર, ચંદ્રનાં કિરણું, ના પર્વત જેવો ત રમણીય અને મનોહર હતા. તેના પંજા મજબૂત અને સુંદર હતા. પુષ્ટ અને તીક્ષ્ણ દાઢો વડે તેનું મૂખ શોભી રહ્યું હતું, તેની મનોહર જીભ લપલપાયમાન થતી હતી, સાથળો વિશાળ અને પુષ્ટ હતી, સ્કંધ પરિપૂર્ણ અને નિર્મળ હતા, બારીક અને ઉત્તમ કેશવાળી વડે તે અનહદ શોભી રહ્યો હતો, તેનું પુચ્છ કુંડલાકાર અને ભાયમાન હતું, તે વારંવાર જમીન સાથે અકળાતું અને પાછું કલાકાર બની જતું તેની આકૃતિમાં સૌમ્યભાવ દેખાઈ આવતો હતો. આવા લક્ષણવંત સિંહ આકાશમાંથી ઉતરતો અને પોતાના મુખમાં પ્રવેશ કરતા ત્રિશલા ક્ષત્રિયાણીએ જોયો. સિહ પરાક્રમને ધાતક છે.
(૪) લમીદેવી. અખંડ ચંદ્રમા જેવી કાંતિવાળી લમાદેવીનાં ચેથા સ્વપ્નમાં દર્શન થયાં. તે લક્ષ્મીદેવી ઊંચા હિમાન પર્વતને વિષે ઉત્પન્ન થએલા કમળરૂપી મનોહર સ્થાને બેઠેલાં હતાં. ચિત્રની મધ્યમાં મોટી આકતિ લક્ષ્મીદેવીની છે. તેના કમળરૂપી સ્થાનના વિશેષ વર્ણન માટે જુએ પસૂત્ર સુબોધિકા વ્યાખ્યાન ૨ જું.
(૫) ફૂલની માળા. પાંચમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ કલ્પવૃક્ષનાં તાજું અને સરસ ફૂલોવાળી મેર સુગંધ પ્રસરાવતી રમણીય માળા આકાશમાંથી ઉતરતી જોઈ. માળા સંગારની દ્યોતક છે.
(૬) પૂર્ણચન્દ્ર. છઠ્ઠા સ્વપ્નને વિષે ત્રિશલાએ ચન્દ્રનાં દર્શન કર્યા. શુકલપક્ષના ૫ખવાડિયાની પૂર્ણિમાને પોતાની કળાઓ વડે શોભાવનાર સંપૂર્ણ ચન્દ્ર જે. ચન્દ્ર નિર્મળતાનો દ્યોતક છે અને બીજા પક્ષે અંધકારને નાશક છે.