________________
ચિત્રવિવરણ
૧૪૩
મહારાજ રાજાને શાક નિવારણ કરવાનો ઉપદેશ કરતા લાગે છે, તેઓશ્રીના જમણા હાથમાં મુત્તિ છે અને ડાભેા હાથ વરદમુદ્રાએ છે.
ચિત્ર ૧૦૩ ગણધર શ્રીસુધર્માંવામી. આચિત્રના વર્ણન માટે જીએચિત્ર ૭૮ મધ્યેનું આ પ્રસંગનું જ વર્ણન. ચિત્ર ૧૦૪ આચાર્ય શ્રીજિનેશ્વરસૂરિ' મઁભાતના શાં. ભં, ની તાડપત્રની પર્યુષણા કલ્પની પત્ર૮૭ની તારીખ વગરની પ્રતનાં છેલ્લા પત્ર ઉપરથી આ પ્રસંગ લેવામાં આવ્યા છે. પ્રતની લિપિના મરેાડ વગેરે શ્વેતાં આ પ્રત તેરમા સૈકા લગભગની લખાએલી હોય એવું લાગે છે.
જિનેશ્વરસૂરિ નામના એ આચાયો થએલા છે, જેમાંના એક શ્રીવર્ધમાનસૂરિના શિષ્ય જેમણે વિ.સં. ૧૦૮૦ (ઇ.સ. ૧૦૨૩)માં જાવાલિપુરમાં અષ્ટકવૃત્તિ, નિર્વાણલીલાવતી આદિની રચના કરી હતી અને જે સાતહજાર લેક પ્રમાણે નવા વ્યાકરણની રચના કરનાર શ્રીબુદ્ધિસાગરસૂરિના ગુરુભાઇ હતા તે અને ખીજા શ્રાવકધર્મપ્રકરણના રચનાર શ્રીજિનતિસૂરિના શિષ્ય કે જે શ્રીનૈમિશ્ચંદ્રભંડારીના બીજા પુત્ર હતા અને વિ.સં. ૧૨૪૫ (ઇ.સ. ૧૧૮૮)માં જેએને આચાર્યપદવી આપવામાં આવી હતી અને વિ.સં. ૧૬૭૧ (ઇ.સ. ૧૨૭૪)માં જે સ્વર્ગે સંચર્યાં હતા તે સંબંધીના વિસ્તૃત ઉલ્લેખ ખરતરગચ્છ પટ્ટાવિલે'માં છે,
પ્રસ્તુત ચિત્ર તે ખીન્ન જિનેશ્વરસૂરિ કે જેઓ શ્રીજિનપતિસૂરિના શિષ્ય હતા તેઓનું હાય એમ લાગે છે. શ્રીજિનેશ્વરસૂરિ સિંહાસન ઉપર બેઠેલાં છે તેએાના જમણા હાથમાં મુહુત્તિ છે અને ડાબે) હાથ અભયમુદ્રાએ છે, જમણી બાજુના તેએશ્રીના ખભા ખુલ્લા છે ઉપરના છતના ભાગમાં ચંદરવા આવેલે છે, સિહાસનની પાછળ એક શબ્દ ઊભા છે અને તેએાની સન્મુખ એક શિષ્ય વાચના લેતા બેઠે છે ચિત્રની જમણી બાજુએ એક ભક્તશ્રાવક એ હાયની અંજિલ જોડીને ગુરુમહારાજના ઉપદેશ સાંભળતા હોય એમ લાગે છે.
Plate XXIX
ચિત્ર ૧૦૫ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિને શ્રીજયસિંહદેવની વ્યાકરણ રચવા માટે પ્રાર્થના. પાઢણુના તપાના ભંડારની તાડપત્રની પેાથી ૧૯ પત્ર ૩૫૦માં એ વિભાગ છે. પહેલા વિભાગનાં પુત્ર ૧થી ૨૯૭ સુધી સિહંહૈમચંદ્ર વ્યાકરણવૃત્તિ છે અને બીજા વિભાગમાં સિંહેમચંદ્ર વ્યાકરણાંતર્ગત ગણપાઠ પુત્ર ૨૯થી ૩૫૦ સુધી છે અંતમાં લેખક વગેરેની પુષ્ટિકા આદિ કશું યે નથી, પ્રતના પત્રની લંબાઇ ૧૨ ઈંચની અને પહોળાઇ ફક્ત ર ૢ ઇંચની છે. અત્રે રજુ કરેલાં ચિત્રા પહેલા વિભાગના પત્ર ૧-૨ અને ૨૯૬-૨૯૭ ઉપરથી લીધેલાં છે આ ચિત્રા પૈકીનાં પહેલાં એ ચિત્રા ગુજરાતના ઇતિહાસ માટે બહુ જ મહત્ત્વનાં હેવાથી મૂળ રગમાં આ ગ્રંથનાં મુખપૃષ્ટ તરીકે આપ્યાં છે.
એક વખતે અવંતિના ભંડારમાં રહેલાં પુરતા ત્યાંના નિયુક્ત પુસ્ત્રએ ભુતાવતાં તેમાં એક લક્ષણશાસ્ત્ર (વ્યાકરણ) રાજાના જોવામાં આવ્યું. એટલે તેણે ગુરુને પૂછ્યું કે આ શું છે? ત્યારે આચાર્ય મહારાજ (શ્રીહેમચંદ્રસૂરિ) આસ્થા કેઃ ‘એ ભાજ વ્યાકરણ શબ્દશાસ્ત્ર તરીકે પ્રવર્તમાન છે. વિદ્વાનેમાં શિરામણી એવા માલવાધિપતિએ શબ્દશાસ્ત્ર, અલંકાર, નિમિત્ત અને તર્કશાસ્ત્ર રચેલાં