________________
ચિત્રવિવરણ
૧૩૩ કદ ૨૪૨ ઇંચ છે. મૂળ ચિત્ર ઉપરથી થોડું મોટું કરાવીને અત્રે રજુ કરવામાં આવ્યું છે. ચિત્ર હપ પ્રભુ શ્રી પાર્શ્વનાથ. સારાભાઈ નવાબના સંગ્રહમાથી પાટણ બિરાજતા વિર્ય મુનિ મહારાજ
શ્રી પુણ્યવિજયજી દ્વારા આ ચિત્ર તથા ચિત્ર ૭૬ મું મને પ્રાપ્ત થએલું છે, તે બંને ચિત્ર મૂળ કરતાં સહેજ મોટાં કરાવીને અત્રે આપવામાં આવ્યાં છે.
કપસૂત્રની પ્રતિમાંનું આ ચિત્ર લગભગ તેરમી અગર ચઉદમી સદીનાં ચિત્રોને બરાબર મળતું આવે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુના શરીરનો વર્ણ ઘરે લીલો છે મસ્તક ઉપરની ધરણંદ્રની સાત કણુઓ કાળા રંગથી ચીતરવામાં આવી છે, આજુબાજુના પબાસનમાં બે ચારધારી પક્ષાકૃતિઓ તથા મસ્તકની ઉપરના ભાગમાં બંને બાજુ એકેક હાથી અભિષેક કરતા હોય તેવી રીતે સૂઢ ઉંચી રાખીને ઉભેલા ચીતરેલા છે, ઉપરની છતમાં ઉપરાઉપરી ત્રણ છત્રનું ઝુમખું લટકતું દેખાય છે. આ ચિત્ર તે સમયના જિનમંદિરમાં પધરાવવામાં આવતી સ્થાપત્યમૂર્તિઓ અને હાલની ચાલુ સમયમાં પધરાવવામાં આવતી મૂળનાયકની પબાસન સહિતની સ્થાપત્યમૃતએ વરચે કાંઈ પણ ફેરફાર થવા પામ્યો નથી તેની સાબિતી આપે છે. આ ચિત્રમાં રેખાઓનું જોર બહુ કમી દેખાય છે, ચિત્ર ૭૬ પ્રભુ શ્રીમહાવીર. સારાભાઈ નવાબના સંગ્રહમાંથી. આ ચિત્ર કોઈ શીખાઉ ચિત્રકારે તાડપત્ર ઉપર દેરેલી આકતિ માત્ર જ છે, આ ચિત્રકાર શિખાઉ જેવો હોવા છતાં પણ પ્રાચીન ચિત્રકારોની માફક આખી આકૃતિ એકજ ઝટકે દેરી કાઢેલી છે.
Plate XX ચિત્ર પ્રભુ શ્રીમહાવીરનું ચવન. આ ચિત્રના વર્ણન માટે જૂઓ ચિત્ર ૬૮નું વર્ણન. ઇડરની પ્રતના પહેલાં પત્ર ઉપરથી તેની લિપિ વગેરેની રજુઆત કરવા માટે અત્રે રજુ કરેલું છે.
આ ચિત્રને ઘણેખરો ભાગ ઘસાઈ ગએલા હોવાથી તેનું સ્વરૂ૫ બરાબર જાણી શકાતું નથી. મધ્યમાં અલંકારાથી વિભૂષિત કરેલી પ્રભુ શ્રી મહાવીરની મૃત ચીતરેલી છે, આજુબાજુ ઈંદ્ર અને ઈંદ્રાણી ઉભાં છે, પબાસનની નીચેનો ભાગ બહુ જ ધસાઈ ગએલે છે તેથી તેનું વર્ણન વિશેષ આપી શકાયું નથી. ચિત્ર ૭૮ ગણધર સુધર્માસ્વામી. ઇડરની પ્રતના છેલ્લા ૧૦૯મા પત્ર ઉપરથી ચિત્રનું કદ ૨૪૧ ઈચ છે, આખું એ ચિત્ર સેનાની શાહીથી ચીતરેલું છે. ચિત્રની મધ્યમાં ગણધરદેવ શ્રીસુધર્માસ્વામી બેઠેલા છે, ગણુધરદેવ શ્રીગૌતમસ્વામીનું ચિત્ર પણ આવી જ રીતનું મળી આવે છે તો પછી આ ચિત્રને સુધર્માસ્વામીનું કરવાનું શું કારણ એ પ્રશ્ન અત્રે ઉપસ્થિત થઈ શકે તેમ ' કલ્પના કરવાનું કારણ એ છે કે ભગવાન મહાવીરની પાટે ગણધરદેવ શ્રીગૌતમસ્વામી નહી પણ શ્રીરાધમાં સ્વામી આવ્યા હતા, વળી દરેક અંગસૂત્રોમાં તેઓના શિષ્ય શ્રી જંબુસ્વામી પ્રશ્ન પૂછના અને તેનો યોગ્ય ઉત્તર તેઓ આપતા તેવી રીતનાં વર્ણનો મળી આવે છે, તે પ્રસંગને અનુલક્ષીને આ ચિત્રમાં પણ તેઓશ્રીની જમણી બાજુએ બે હાથની અંજલિ જોડીને વિનયપૂર્વક ઉભેલા જંબુસ્વામીને ચિત્રકારે ચીતરેલા છે તે ઉપરથી આ ચિત્ર શ્રીગૌતમસ્વામીનું નહિ પણ બીસુધરવામીનું