________________
સંગ્રહણીસૂત્રનાં ચિત્રો
નદર્શનનું વિશાલ સાહિત્ય દ્રવ્યાનુયેગ, ગણિતાનુગ, ચરકરણનુયોગ અને ધર્મકથાનુયોગ એ પ્રમાણે ચાર વિભાગમાં વિભક્ત થએલું જોવાય છે. जावंति अज्जबइरा अपुहुत्तं कालिआणुओगस्स । तेणारेण पुहुत्तं कालियसुयदिदिवाए य ॥१॥ अपहत्तेऽणुओगो चत्तारिदुबारभासइ एगो । पुहत्ताणुओगकरणे ते अस्थ तओ वि वोच्छिना ॥२॥ देविंदवंदिएहिं महाणुभाचेहिं रक्खियज्जेहिं । जुगमासज्जविभत्तो अणुओगो तो कओ चउहा ॥३॥
[વિજ્ઞાવરૂ મળ્ય] ભાગ્યસુધાભાનિધિ શ્રીમાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજના એ વચનથી એટલું જાણી શકાય છે કે ભગવાન આર્યવવામીજી મહારાજના સમયે પર્યત પ્રત્યેક સૂત્ર ઉપર ચારે અનુયોગ ગર્ભિત વ્યાખ્યાઓ થતી હતી. ત્યાર બાદ શ્રીમાન આર્યરક્ષિતસૂરિજી મહારાજે બુદ્ધિમાન્ય વગેરે કારણોથી ગૌમુખ્યની અપેક્ષા રાખી જે સૂત્રમાં જે અનુણનું પ્રાધાન્ય હોય તે અનુયોગની વ્યાખ્યાનું પ્રધાનપદ રાખવા પૂર્વક પ્રત્યેક સૂત્રમાં દ્રવ્યાનુગ પ્રમુખ એક અનુયોગની વ્યાખ્યા કાયમ રાખેલ જે અદ્યાપિ પર્યત (તે પ્રમાણે) જોવામાં આવે છે.
દ્રવ્યાનુયોગ પ્રમુખ એ ચારે અનુયોગ પૈકી પ્રથમ દ્રવ્યાનુગમાં દ્રવ્ય, એ પદ્રવ્યનું દ્રવ્યાસ્તિક નયની અપેક્ષાએ ધ્રૌવ્ય અને પર્યાવાસ્તિકનયની અપેક્ષાએ ઉત્પત્તિ-વિનાશ, દ્રવ્યના અતીત અનાગત અનન્ત અનનું પય, જીવકલ્થ અને પુલવ્યને અનુસરતા અધ્યાત્મવાદ તેમજ કર્મવાદ, સપ્તભંગી, સમય દત્યાદિ સર્વ વિષયોનો સમાવેશ થાય છે. ચિત્તની એકાગ્રતા વિના આ અનુગનું રહસ્ય બુદ્ધિમાં ઊતરવું ઘણું જ કઠિન છે. વિઇ ચૂંસા લોહી” એ આપ્તવાય પ્રમાણે આ દ્રવ્યાનુગનું શ્રવણુ મનન અને નિદિધ્યાસન દર્શનશુદ્ધિનું અનુપમ સાધન છે. શ્રી સૂયગડાંગ, ઠાણાંગ, ભગવતીજી વગેરે આગમગ્રન્થા તેમજ શ્રી કર્મપ્રકૃતિ-પંચસંગ્રહ-સંપતિતાકર્મચળ્યું પૂર્વના ઝરણાઓ આ અનુગથી સંપૂર્ણ ભરેલા છે.
ક્ષેત્ર, પર્વત, નદીઓ, દ્વીપ, સમુદ્ર વગેરે પદાર્થોના વર્ણન સાથે તે તે ક્ષેત્ર વગેરેનું ક્ષેત્રફળ, ઘનફળ, જીવા, પરિધિ, ધનુ, બાહા એ અને તેને અનુસરતા વિષયોનો ગણિતાનુયોગમાં સમાવેશ થાય છે, જેબૂદીપપ્રજ્ઞપ્તિ, સુર્યપ્રજ્ઞપ્તિ, દેવેન્દ્રનરકેન્દ્રપ્રકરણ, ક્ષેત્રસમાસ, ક્ષેત્રલોકપ્રકાશ વગેરે ગ્રન્થ આ અનુયાગના પ્રતિપાદન કરનારા છે.
ચરણકરણનુગ એ આચારપ્રધાન અનુગ છે. વિધિ-નિષેધના ઉત્સર્ગ-અપવાદના સર્વ ભાર્ગોનું પૃથક્કરણ આ વિષયના પ્રતિપાદક આચારાંગજી પંચાશક વગેરે મહાગ્રન્થામાં જોવાય છે. ચરણસિરારિ, કરણસિત્તારિ વગેરે ક્રિયાકલાપનું જ્ઞાન તેથી વિશેષ થવા પામે છે. ધર્મકથાનુગ નામના ચતુર્થ અનુયોગમાં ધર્માચરણ પ્રધાન અનેક મહાન આત્માઓના જવલંત જીવનચરિત્રોનો અન્તર્ભાવ થાય છે. મિથ્યાત્વ અજ્ઞાન પ્રમુખ અધસ્તનીય ભૂમિકાઓમાં અનાદિ કાળથી વસતા