________________
સંજનાચિત્રો પ્રચલિત છે કે રાધાથી વિખુટા પડેલા શ્રીકૃષ્ણને ગાતું નથી, એટલે વૃંદાવનની કે જેમાં એ ભટક્યા કરે છે. ત્યાં ગેપ શ્રીકૃષ્ણને જુએ છે. શ્રીકૃષ્ણને બહલાવવા માટે એક રમત કરવાનું તેમને મન થાય છે. તેમનામાંથી નવ જણ તરત એવી રીતે ગોઠવાઈ જાય છે કે દૂરથી આબેહૂબ હાથી જ દેખાય. શ્રીકૃષ્ણ કરતાફરતા ત્યાં આવી ચડે છે. તેમને બાલસ્વભાવ પ્રમાણે એ હાથી ઉપર બેસવાનું મન થાય છે અને ઉપર ચડીને વાંસળી વગાડે છે. થોડી વારમાં નીચેનો હાથી હાલવા લાગે છે, અને ઘડીક વારમાં તો આ હાથી વિખેરાઈ જાય છે. હસતી હસતી નવ ગોપીઓ સામે ઊભેલી જણાય છે. શ્રીકકણ ભાંઠા પડી જાય છે. ગોપીઓએ મશ્કરી આબાદ કરી. તેથી રાધાને વિણ કૃષ્ણ ઘડીભર ભૂલી જાય છે.
આ પ્રકારની કિંવદન્તી અથવા લકથા માટે બંગાળી કવિતા કે એ બીજો કોઈ પણ લેખી આધાર હાથ લાગ્યો નથી. ‘વંગ સાહિત્યપરિચય'ના ગ્રંથોમાંથી પણ ચિત્રને લગતા પ્રસંગ મળી આવ્યો નથી. બાબુ દીનેશ સેનને પત્ર લખી પૂછવા છતાં તે વિષયમાં અજવાળું પડયું નથી. આ પ્રમાણે બંગાળામાં પ્રચલિત એવા નવ નારીકુંજરની ભાવના સંબંધી આખ્યાયિકા છે; પરંતુ તે પ્રસંગમાં ઝાઝો ચમત્કાર જણાતો નથી. નવ નારીકુંજર નરસિંહમહેતા કૃત ગેવિંદગમન
નવ નારીકુંજર'ની વૈષ્ણવ ભાવના કવિભક્ત નરસિંહ મહેતા (સં. ૧૪૬પ-૧૫૩૦ આસપાસ)ના ગોવિંદગમન'માં બહુ સુંદર રીતે વર્ણવાઈ છે. પ્રસંગ એમ છે કે કંસનો મોકલ્યો અકર ગોકુળ આવે છે; અને વાર્ષિક કર ભરવાને બહાને કંસ નંદને મથુરામાં બોલાવી લે છે. પછી કૃષ્ણને પણ મથુરા બોલાવે છે, આ વખતે કૃષ્ણ અરના રથમાં બેસી ગોકુળમાંથી જે પ્રયાણ કર્યું તે તેમનું છેલવહેલું પ્રયાણ હતું. આખા ગોકુલન્દાવનના શ્વાસ અને પ્રાણુ બનેલા કૃષ્ણ મથુરા જવા નીકળ્યા ત્યારે ગોકુળવાસી ગોવાલણાને બહુ ઓછું આવ્યું. એવા અલૌકિક બાળકની અભુત લીલાએ જોવાનું સુભાગ્ય ફરીથી તેમને કોણ જાણે કયારે મળશે એમ એમનું અંતર કહેતું હતું. તેથી કૃષ્ણ જ્યાં ગોકુળ છોડી સાંજ સુધી આવ્યા ત્યાં પ્રસિદ્ધ ગરબીમાં છે તેમ રાધાસહિત બધી ગોપીઓ કહેવા લાગીઃ
ગોકુળ વહેલેરા પધારજો રે; મથુરા જાવ તો મારા સમ : હો લાલ !
રથ જોડીને અકુર ચાલિયા રેઃ
વચમાં રાધાજી ઉભાં રહ્યાં :
મારા હૃદય પર રથ ખેડેઃ હો લાલ !' એમ રથને ખાળવામાં આવ્યો અને ગોપીઓ રથને ઘેરી વળી. પણ અકરે જેમતેમ કરી ને દેડાવી જવાનું કર્યું, ચતુર ગોપીઓ તે વિચાર પામી ગઈ
પછીનો પ્રસંગ નરસિંહ મહેતાના શબ્દોમાં જ અહીં ઉતારું છું: