________________
જેન ચિત્રક૯પકુમ પોલ આગળ રાજપૂત સમયનો એક પુરુષ છે. તેને માથે ચોટલી જણાય છે. પાસે જ ગાય અને બે કૂતરા છે. હાથી ઉપર સસલું છે. એ સસલું માછલીના મોંમાં છે. આ માછલાની પૂંછડીથી ઊંટનું પૂછડું બન્યું છે. દરેક પગની ખરી કાચબાના મેની બનાવી છે. અહીં સંભારવું જોઈએ કે આ જ યુતિ હાથીની સંજનામાં પણ યોજેલી છે. આમ આખા પ્રાણીજગતનું પ્રદર્શન જાણે ન ભર્યું હોય તેમ ઊંટની આકૃતિ દીપે છે. આવા ઊંટ ઉપર પાંખેવાળી એક પરી બેઠી છે. ઊંટ ઉપર બંદુક લઇને સૈનિક બેસે છે તેમ આ પરીના હાથમાં તંબૂર છે. મનુષ્યસંજના પ્રાણીસંજનાનો પ્રકાર આપણે વિચારી ગયા. હવે મનુષ્યસજના દ્વારા ઉત્પન્ન થતાં પ્રાણીઆકારચિત્રાનો પરિચય કરી લઈએ. આ સંજના માત્ર ચિત્રકારના ચિત્રલક ઉપર જ બનતી હોય એમ આપણે માની લેવાનું છે. છતાં અભિનયકલાને સાપ્ય એવાં અનેક ભાવપ્રદર્શન જેમ સાય છે તેમ, સંજના દ્વારા પ્રકટ કરાતાં આકારચિત્રો સાધ્ય નહિ જ હોય એમ માની લેવાની પણ અગત્ય નથી. અંગવિન્યાસની કલામાં નિપુણ એવા લોકો સામાન્ય લોકોને અસાધ્ય અથવા દુ:સાધ્ય એવા ઘણું પ્રયોગનું નિદર્શન કરાવી શકે છે. મંગલકલશને આકાર (ચિત્ર નં. ૧૬૭). પહેલાં, મનુષ્યસજનાધારા સિદ્ધ થતા અચેતન આકાર-ચિત્રની વાત કરીએ. એક જલ ભરેલા કલશમાં બંને બાજુ પવિત્ર પલવ મૂક્યા હોય તેવા કલશને “પૂર્ણકલશ” અથવા “મંગલકલશ' કહે છે. જન ધર્મમાં પ્રસિદ્ધ એવાં અષ્ટમંગલમાં તેની ગણના છે. છતાં એ કલશની ભાવના એકલી જૈન ધર્મમાં જ પ્રસિદ્ધ છે એમ નથી.
બિલ્વમંગલકત વાળો રસ્તૃતિ નામે વય ગ્રંથની વિક્રમના સાળમા-સત્તરમા સૈકાની સચિત્ર પિથીના એક પાનાના મથાળાના હાંસિયામાં પ્રસ્તુત મંગલકલશ દેખાય છે, તેમાં અને સાંપ્રદાયિક જન આકૃતિમાં બીલકુલ અંતર જણાતું નથી. પ્રસ્તુત પોથીની કલા દક્ષિણ રાજસ્થાની અથવા રાજપૂત કલાથી ઓળખાવી શકાય. અમૃતકલશ (આ. ન.૧) તેવી જ એક પાનમાથા નામની ગુજરાત શાળાની રેખાંકનો (line-sketches)ની પિોથીમાં શકુન અપશકુન દર્શાવતા પદાર્થો અને પુોનાં રેખાચિત્ર ભેગી આ કલશની આકૃતિ છે. તેને એમાં “અમૃતકલશ' કહ્યો છે, અને તેના દર્શનનું ફલ જ્યોતિષીઓ વાપરે છે તેવા ભ્રષ્ટ સંસ્કૃતમાં જણાવ્યું છે. પ્રસ્તુત ૮૮ લોકને અનુસરતાં રેખાંકનવાળી પિથી, અત્યાર સુધી જાણમાં આવેલા ચિત્ર
* પૂર્ણકલશની આજુબાજુની બે આંખેની ઉદિષ્ટ ભાવના જૈન ધર્મમાં પ્રસિદ્ધ છે, ત્યારે બે આંખોની નુઆત વગરની ભાવના બહુધા ભારતના બીજા સંપ્રદામાં પ્રસિદ્ધ છે.
- સંપાદક मनसा कर्मणा इच्छा सफला चैव दृश्यते । अमृतकलशं तस्य दर्शने सर्वकर्मणि ॥ उत्तमम् ।।