________________
૭૪
જૈન ચિત્રકલ્પકુમ ચમત્કાર ઉત્પન્ન કરે છે. તેમાં દેખાતી સંયોજના અથવા ગોઠવણીની કલા સાહજિક પ્રાણીચિત્ર કરતાં વિશેષ ધ્યાન ખેંચે છે. આ પ્રકારે નાગની કલાયુક્ત કુંડલીમાં અને ઊંટના અંગપ્રત્યંગની રસિક ગૂંથણીમાં કલાકારને રસિક આભા જોઈ શકાય છે. હરિહર જેટ (ચિત્ર નં. ૧૫૭) રવિવર્માનુ ‘હરિહર-ભેટનું ચિત્ર એ વળી વર્તમાન યુગની પ્રાણીસંજનાની એક લોકપ્રિય અને સફળ કલાકૃતિ છે. એમાં હાથી અને નદીના મુખનું સંયોજન ખૂબીથી કર્યું છે. એક તરફથી જેનાં નન્દીનાં શીંગડાં હાથીના દંકૂશળની ગરજ સારે છે. અને પ્રાણીમુખની આંખ એક જ છે. હાથીના કુમ્ભસ્થળે બાંધેલું દોર નન્દીની નાથને આભાસ આપે છે. આમ, હરિહર ભેટ સાથે નન્દી અને હાથીની ભેટ પણ ચિત્રકારે ખૂબીથી અભિવ્યજિત કરી છે. એ વાનર (આ, નં. ૭) બે પ્રાણીની એક જ આંખ હોય તેવી આકૃતિ મહા-ગુજરાતના પ્રાચીન શિ૯૫માં જોવાને મળે છે. ઘુમલીના નવલખા મંદિરમાંના સ્તબ્બાની લુમ્બી (bracket) ઉપર જે વિવિધ કોતરણી કરેલી છે. તેમાં બે વાનરની એક જ વતી બતાવાતી સંયુક્ત આકૃતિ છે. આ આકૃતિ દ્વારા શિરપીની સંયેાજનાકાનો સાક્ષાત્કાર થઈ શકે છે.? સાંકેતિક ચિત્રપતિ વળી, કવિકૃત કપના અને ભાવનાને મૂર્તિમંત કરવા માટે પણ ચિત્રકાર તેની મદદે આવે છે. જગતને પંચામૃત આપનાર કામધેનુના શરીરમાં તેત્રિય કટિ દેવનો વાસ છે, એ ભાવનાને મૂર્ત સ્વરૂપ આપી, ચાંદા અને સૂરજને આંખને સ્થાને ગોઠવી આલેખાએલું ચિત્ર ઘણુંના જોવામાં આવ્યું હશે.
હસ્ત અને પદની રેખાઓમાં ધ્વજ, પતાકા, અંકુશ વગેરે ચિહ્નોવાળી સામુદ્રિકશાસ્ત્રની આકૃતિઓની વાત જવા દઈએ; છતાં, ચરણવિંદમાં કેટકેટલાં એંધાણ જેનારની આંખને દેખાય છે તે માટે કવિ દયારામનું, યમુનાકાંઠાની રમણરેતીમાં શ્રીકૃષ્ણના પડેલા પગલાના “ચિંતનનું ધોળ” તે પગલામાંની અનેકાનેક આકૃતિઓનું સ્મરણ કરાવે છે. બાહ્ય રેખાચિત્રમાં અન્ય દયેના વ્યાજના બાહ્ય દર્શને એક જ વસ્તુ દેખાય એવી કેટલીક આકૃતિઓમાં, ચિત્રકારોએ મોટમોટા દસ્યોને ખૂબ કૌશલથી સંજિત કરેલાં હોય છે. ત્રણ પ્રસિદ્ધ યુરોપીય વ્યક્તિએ શેકસપીઅર, નેપોલિયન અને બિસ્માર્ક તથા બે હિદી રાજવીઓ રાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી—એમનાં અર્ધચિત્રો (Bust)માં આકૃતિની બાહ્યરેખાએાની હદમાં રહી, પ્રત્યેકના જીવનના મહત્વના પ્રસંગો સુંદર રીતે વનિત કરેલા છે. વ્યક્તિના દર્શનની સાથે સાથે, તેના જીવનની સહયોગી સિદ્ધિઓનું દર્શન પણ તેદ્વારા સહજ થઈ શકે છે. અને ત્યાં જ સંજનાકારની કલાને ચમત્કાર રહેલો છે.
3 41
4 l Archeological Survey of Western lidia, Kathiawad & Cutch, p. 18o, plate XVIII, fig. 10: જયાં એ આલેખનને a monkey, two with one head’---એમ કહીને એાળખાવ્યું છે.