________________
નાટયશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપે નથી. ચિત્રકારે અહીં તેને શા માટે મૂક્યું છે તે પણ સ્પષ્ટ સમજાતું નથી. રાજશેખરના કર્પરમંજરી સટ્ટકની નાયિકા કપૂરમંજરી રાજકુંવરી હતી; અને એ સટ્ટકમાં જે ત્રણચાર વાર કપૂરમંજરી રંગ ઉપર આવે છે ત્યારે તેની સ્થિતિ વિશિષ્ટ કહી છે. એમાં પણ એની દૃષ્ટિનું વર્ણન ઘણી વાર આવે છે.
અહીં એક સુચક બાબતની નોંધ લેવી જોઈએ. આ ચિત્રાવલિમાં શિરે ભેદનાં ચિત્રોની નર્તકીના તથા મ્રપ્રકારની નર્તકીનાનેપચ્યવિધાનમાં ચિત્રકારે એક ભેદ રાખ્યો છે. ભૂપ્રકારની નર્તકીએ દજાર પરિધાન કરેલી છે, જ્યારે શિરભેદનાં ચિત્રોમાં ચણ આ જેવું દેખાય છે. અને અહીં કપૂરમંજરીના ચિત્રમાં અને ચિત્રકારે ઈજાર પહેરાવી છે, તેથી કદાચ એમ હોય કે ચિત્રકારના મનમાં કપૂરમંજરીની ફોઈ વિશિષ્ટ દૃષ્ટિનું નિરૂપણ કરવાનું હોય, કખૂરમંજરીના બધા પ્રવેશમાંથી જે પ્રવેશમાં એ તિલકનો દોહદ પૂરવાને એના તરફ તિર્યગલેકને કરે છે૧૦ તે પ્રસંગ આ ચિત્રને વધારેમાં વધારે બંધબેસતે છે એમ હું ધારું છું. સુંદર આભૂષણે શણગારેલી નાયિકા જેમ નાયકના દેહદ પૃવાને તેના તરફ સ્નિગ્ધ દષ્ટિ, લલિત ચેષ્ટા સાથે, કરે તેમ અહીં પૂરમંજરી તિલક તરફ જુએ છે. એ વખતનું કપૂરમંજરીનું ચિત્ર ચિત્રકારે અહીં સશરીર બનાવ્યું લાગે છે. મૂળમાં એ વખતની એની દષ્ટિનું વર્ણન આમ છેઃ૧૦
तिकरवाणं तरलाणं कजलकलासंवग्गिदाणं चि से पासे पञ्चसर सिलीमुहधर णिच्च कुणन्ताणं अ ।
નેતાળ . . . (તી, તરલ, કાજલ કલાથી યુક્ત, હાથમાં બાણવાળા કામને ધારતાં નયનો ... ) આથી, તેમજ એ પ્રવેશે છે ત્યારની નાટચસૂચિ ઉપરથી જણાશે કે નાટકકારે આ સ્થળે નાયિકાને વિશિષ્ટ આભૂષણે શણગારાએલી કલ્પી છે. અહીં પણ એનાં વિશિષ્ટ આભૂષણો જ છે. તેથી એટલી સૂચના કરું છું કે આ ચિત્ર કપૂરમંજરીના આ પ્રસંગને અનુલક્ષતું હોય તે બને ખરું.
ડોલરરાય ૨. માંકડ
૯ જુઓ પૃ. ૩૦, ૪૨, ૫, ૬૭ (નિર્ણસાગર આવૃત્તિ). ૧૦ પૃ. ૬૭.