________________
પ્રસન્નચંદ્ર રાજર્ષિની કથા
[ ૫૯ } હવે વલલચીરી કેવલી ભગવંત દેવતાએ બનાવેલ સુવર્ણકમલ ઉપર બેસી જળવાળા મેઘના શબ્દ સરખી ગંભીર ધીર વાણી-વિલાસથી ધર્મકથા કરવા લાગ્યા. છે ભવ્યાત્માઓ! પ્રમાદચેષ્ટાને ત્યાગ કરીને અતિ મનોહર એ જિન ધર્મ સેવન કરવાને સુંદર ઉદ્યમ કરનારા થાઓ. કલ્પવૃક્ષ પ્રાપ્ત કરીને નિભાગી તેની પાસે પત્થરવાળું સ્થળ માગે; તેની જેમ મનુષ્યપણું પ્રાપ્ત કરીને જે વિષયસુખની ઇચ્છા કરે, તે સ્વર્ગ અને મોક્ષમાર્ગનાં દ્વાર બંધ કરે છે અને ઉત્તમ પ્રકારની ધર્મ-સામગ્રી ભવિષ્યમાં મેળવી શકતા નથી. એટલું જ નહિં પરંતુ વિષયસુખમાં આધીન બનેલ અતિતીણ દુઃખસમૂહને ભેગવનારો થાય છે. ભયંકર કાળકૂટ ઝેરના કોળિયા સરખા વિષયેથી સયું. દુગતિ-કેદખાનાના દ્વાર સ૨ખા રાજ્યથી પણ સયું. વીજળીના વેગ સમાન ચપળ તારુય છે. સતત રોગના સંઘાતવાળી નશ્વર કાયા છે, સમુદ્રના કલોલની ચપળતા સમાન ચપળ સ્ત્રીઓ હોય છે. તે શાશ્વત માલ-સુખ સાધી આપનાર અને તેના મુખ્ય સાધન સંયમમાં તમારે ઉદ્યમ કરવો જોઈએ. તમારું ચિત્ત વતની સાધનામાં જેડવું જોઈએ. અમૃત સમાન ધર્મદેશનાનું પાન કરીને સેમરાજ અને પ્રસન્નચંદ્ર રાજા વિરતિવિધિના અનુરાગવાળા અને સમ્યકૃત્વમાં સ્થિરતાવાળા થયા. (૯૦) પ્રત્યેકબુદ્ધની લક્ષમી પામેલા વલચીરી પિતાની સાથે જિનેશ્વર પાસે પહોંચીને કેવલીની પર્ષદામાં બેસી ગયા. પ્રસન્નચંદ્ર રાજા પિતનપુર પહોંચ્યા. વૈરાગ્યમાર્ગમાં લાગેલા મનવાળા ત્યાં રહેલા છે. એટલામાં મહાવીર ભગવંત ક્રમપૂર્વક વિહાર કરતા કરતા ત્યાં પધાર્યા. દેવોએ અપૂર્વ પ્રકારના સમવસરણની રચના કરી, એટલે સ્વામી તેમાં બિરાજમાન થયા. રાજાને ખબર પડી કે તરત જ વંદન કરવા માટે નીકળ્યો. પ્રભુની દેશના શ્રવણ કરીને પૂર્વ પલ્લવિત વૈરાગ્ય વૃક્ષ સમાન થયે. ઉત્સાહપૂર્વક પિતાના બાળપુત્રને રાજ્યાભિષેક કર્યો. અતિ રાજ્યલક્ષ્મીના આડંબર પૂર્વક મહાવીર ભગવંતની પાસે દીક્ષા અંગીકાર કરી. સતત બંને પ્રકારની શિક્ષા શહણ કરીને ગીતાર્થ થયા. પ્રભુ સાથે વિહાર કરતા પ્રસન્નચંદ્રરાજર્ષિ રાજગૃહી નગરીમાં આવ્યા.
એક દિવસ પ્રસન્નચંદ્ર રાજર્ષિ શ્રેણિક રાજાના માર્ગ વચ્ચે કાઉસ્સગ્ન કરીને ઉભા રહ્યા. શ્રેણિક રાજા ભગવંતનાં સેવા-દર્શન માટે જેટલામાં નીકળ્યા ત્યારે શ્રેણિક રાજાના સુમુખ-દુર્મુખ નામના મનુષ્યોએ તેમને દેખ્યા. પ્રસન્નચંદ્રાજર્ષિ એક પગ પૃથ્વી પર સ્થાપન કરીને, બે હાથ ઉંચા કરીને જાણે આકાશને પકડી રાખવા ઈચ્છતા હોય અથવા તો આ જ દેહથી સિદ્ધિપુરીમાં પ્રયાણ કરતા હોય, મધ્યાહ્નના સૂર્યમંડલની કિરણોની શ્રેણી સાથે પોતાની નેત્ર-કીકીને જોડી દેતા, તપના તેજથી ચન્દ્રના તેજને ઝાંખું પાડતા, એક અધર પગે કાઉસ્સગ કરતા હતા. તેને દેખીને સુમુખે કહ્યું કે, “આ પ્રકારની આતાપના લેનાર આ પુરુષ અતિ ધન્ય છે, સ્વર્ગ અને મોક્ષ એના હસ્તમાં અવશ્ય આવેલું જ છે. (૧૦૦) હવે આ સમયે દુર્મુખ બે કે,
"Aho Shrutgyanam