________________
{ ૪૨ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ ખરૂં? વાર્ષિ સરખી આ બાલાને છેદી નાખું, તે નક્કી મારા મનમાં સમાધિ થઈ જાય.' એટલે મૂળા તેના ઉપર અપમાન, આક્રેશ, તર્જના, તિરસ્કાર, તાડન વગેરે કરવા લાગી. જાતિવાન સેવકની જેમ ચંદના સહન કરવા લાગી, પોતાની માતા માફક નિત્ય તેની આરાધના કરવા લાગી. આમ કરવા છતાં પણ ચંદના પ્રત્યે ઝરના ઘડા ઉપર જેમ ઝેરવાળું ઢાંકણ કરવામાં આવે, તેમ અશુભ ધ્યાન કરવા લાગી. હવે એક દિવસ ધનશેઠને બહારથી આવતાં ઘણું મોડું થયું. મનમાં કષાય કરતા આવ્યા છે, સેવકોને બૂમ પાડી, પણ કઈ ઘરમાં રહેલા ન હતા, દરેક પોતપોતાના કાર્ય માટે બહાર ગયા હતા. એટલે ચંદના પાણી લેવા ચાલી અને પિતાના પિતાના પગ ધઉં, વારંવાર શેઠે નિવારણ કરવા છતાં એકતાનથી વિનયથી પિતાના પગ દેવા લાગી. સારી રીતે ઓળેલા લટકતા કેશ કલાપ અંબાડામાંથી છૂટા પડી કાદવમાં ન ખરડાય એટલે ધનાવહશેઠે પોતે વાળની વેણી પકડી રાખી. ચંદના તે એકતાનથી વિનયથી પગ ધોતી હતી. આ બીજા કોઈના દેખવામાં ન આવ્યું, પરંતુ બિલાડીની જેમ ધનાવહની પત્નીએ સર્વ બરાબર જોયું. ક્રોધ પામેલી તે એવું ચિંતવવા લાગી કે મારું કાર્ય નક્કી નાશ પામ્યું. હવે જયારે પતિ ઘરની બહાર જાય, ત્યારે પિતાની પુત્રી અને પતિને કલંક આપીશ. શેઠને એને કેશપાશ બહુ પ્રિય છે, તો મૂળાએ પિતાના રેષ સ્વભાવસાર આ દાસીને બેડા મસ્તકવાળી કરી નાખ્યું. એમ વિચારી નાપિતહજામને બોલાવી મસ્તક મુંડાવરાવી નંખાવ્યું. પગમાં બેડીની સાંકળ બાંધી, ભોંયરામાં પૂરીને સેટીથી મારે છે અને પછી, પાણી આપવાનું પણ નિવારણ કર્યું, તથા હાર ઉપર તાળું માર્યું. ત્યારપછી ઘરના દાસ-દાસી વર્ગને અને બીજા સમગને નિષ્ફર વચનથી કહ્યું કે, “આ વાત જે કઈ શેઠને કહેશે, તે તેને માર પડશે, તેને ઘણે અનર્થ સહન કરવું પડશે ?
ત્યારપછી શેઠ આવ્યા અને બાલા દેખવામાં ન આવી. ગુણરત્નની માળા, વિશાળ ઉજજવલ થશવાળી પુત્રી રમત અને ક્રીડા કરવામાં પણ જેનું શરીર થાકી જાય છે, તેથી સુખે સુઈ ગઈ હશે. જ્યારે બીજા દિવસે પણ લેવામાં ન આવી, એટલે શેઠની ધીરજ ન રહી, તેને દેખવા માટે અતિ ઉત્કંઠિત થયા.
આદર સહિત પરિવારને તેના સમાચાર પૂછતાં મૂલાના ભયથી કઈ શેઠને હકીકત કહેતા નથી. વળી શેઠ વિચારવા લાગ્યા કે, ગુણભંડાર તે સખી પાસે રમવા ગઈ હશે એમ કરતાં જ્યારે ચોથે દિવસ થયે, ત્યારે શેઠ એકદમ કોપાયમાન થયા. ત્યારે બાલ્યકાલથી એક ગુણિયલ દાસી સેવા કરતાં કરતાં શેઠને ત્યાં જ ઘર થઈ હતી, તેણે જીવનનું જોખમ વહેરીને મૂલા શેઠાણીનું દુચરિત્ર જણાવ્યું. તે સાંભળી શેઠ મનમાં ઘણા જ દુઃખી થયા, મગરનો ગાઢ પ્રહાર મારવા માટે ભયરામાં ગયા અને ઘણા વેગથી કુહાડી મારી તાળું તોડી નાખ્યું. પોતાના કરકમલમાં કપાલ સ્થાપન કરીને જેનું શરીર શિથિલ બની ગયું છે, એવી બાલાને રુદન કરતી દેખી
"Aho Shrutgyanam