________________
શ્રી મહાવીર પ્રભુનું ચરિત્ર
[ ૩૯ ] થાઉં',” એ મારો નિયમ અત્યારે પૂર્ણ થયેલ છે. પ્રથમ માતા પરલોકે સીધાવ્યા, ફરી અત્યારે યશવાળા પિતાજી પણ અવલોકમાં ગયા છે, તે હવે તમે તમારું ચિત્ત વસ્થ કરો, અને મને પ્રત્રજ્યા અંગીકાર કરવાની અનુમતિ આપે. આવા પ્રકારનું વર્ધમાનભાઈનું વચન સાંભળીને મસ્તક ઉપર વજાઘાત લાગ્યું હોય તેમ, અશ્રનો પ્રવાહ સતત નીકળતો હોય તેમ નંદિવર્ધન નિશ્ચયપૂર્વક કહેવા લાગ્યા કે,
હે બધુ! જે તું મારો ત્યાગ કરીશ, તે હું પંચત્વ પામીશ. હજુ તેમને પંચત્વ પામ્યા કેટલા દિવસ માત્ર થયા છે? જો તમે મને ઘરમાં એકલો મૂકીને ચાલ્યા જશો તે આ મારું હૃદય ફૂટી જશે. (૧૦)
નંદિવર્ધન વિલાપ કરે છે. એવી સ્થિતિમાં દેખીને પણ હવામી પિતાનું મન કેમલ કરતા નથી, ત્યારે વંશના વડેરાઓએ કઈ રીતે મનાવીને બે વરસ પ્રતીક્ષા કરવા દબાણ કર્યું. એટલે તેમના વચનથી ભગવંત ભાવસાધુપણે ઘરમાં રોકાયા, પિતાના લાંબા બાહુ રાખીને કાઉસ્સગ ધ્યાને રહેવા લાગ્યા. બ્રહ્મચર્યનો નિયમ કરી દંભરહિત સંગ-શેક વગરના તેમણે સર્વ પાપ-વ્યાપારને ત્યાગ કર્યો. કેટલાક સમય વીત્યા પછી લોકાતિક દેવતાઓ એકદમ વિનંતિ કરવા લાગ્યા કે, “હે સ્વામી! સર્વ વિરતિવત ગ્રહણ કરવાનો સમય થયો છે. એટલે પ્રભુ એક વર્ષ સુધી દરરોજ જ્યાં સુધી મસ્તક ઉપર સૂર્ય હોય ત્યાં સુધી દાન આપતા હતા. મોતી, મરકત રત્ન, માણિકય, અંક, મણિ, સુવર્ણ, મુકુટ, કડાં, કંકણ, ઘોડા, હાથી, રથ વગેરે સજાવટ કરવાની સામગ્રી સહિત પહેરવેશ વગેરે માગના લોકોની ઈચ્છાથી અધિક દાન આપતા હતા. આ પ્રમાણે ત્રીશ વર્ષ ગૃહસ્થપણામાં રહી, છડું તપ કરીને ચંદ્રપ્રભા નામની શિબિકામાં બેસી અપરહણ સમયે એકલાએ માગશર વદિ ૧૦ ના દિવસે યુવાન વયમાં દીક્ષા અંગીકાર કરીતે સમયે ભગવંતને ચોથું મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. ઈન્દ્રોએ તેમના ચરણમાં પ્રણામ કર્યા. જ્ઞાતખંડ વનથી વિહાર કરીને પ્રભુ કો લાગ સન્નિવેશમાં પધાર્યા. રાત્રે ગોવાળિયાએ ભગવંતને ઉપસર્ગ કર્યા. બલ નામની બ્રાહા
એ ક્ષીરથી પારણું કરાવ્યું. બાર વરસ સુધી સ્વામીએ દુસ્સહ ઉગ્ર ઉપસર્ગ અને પરિષહ સહન કર્યા. કોઈક સ્થળે વિકરાળ અતિ ઊંચા ભયંકર ભય લાગે તેવા શરીરવાળા તાલો ભય પમાડતા હતા, કેઈક સ્થળે મદોન્મત્ત દંકૂશળવાળા હાથી ભ્રષ્ટ ચિત્તવાળા કોપાયમાન થઈને સામે આવતા હતા.
કોઈક સ્થળે કઠોર તીક્ષણ નખવાળા કૂર દુર્ધર કેશવાળીવાળા, ભયંકર કંધવાળા સિંહએ કરેલા ઉપગે, કાંઈક પ્રગટ અરિનના તણખા સખી અને વિશાળ ફણાવાળા કુંડલી કરેલા ભયંકર કાલસર્પ ભયંકર ઉપસર્ગ કરતા હતા, પરંતુ મેરુ પર્વત ગમે તેવા વાયરાથી કંપાવી શકાતો નથી, તેમ અતિશય દુસ્સહ ઉપસર્ગો-પરિષહાથી ધીરતાના મેરુ ચલાયમાન કરી શકાતા નથી. સ્વામી બાર વરસ સુધી અપ્રમત્તપણે વિચરતા-વિચરતા ઉગ-દુસહ પરિષહ-ઉપગ સહન કરતા વિશાળ કૌશાંબી નગ
"Aho Shrutgyanam