________________
[ ૩૮ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ પુરિમતાલ નગરમાં ફાગણ વદિ ૧૧ ના દિવસે ઈન્દોએ સમવસરણ તૈયાર કરાવ્યું. ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, ભરતના ૫૦૦ પુત્રો અને ૭૦૦ પૌત્રોને દીક્ષા આપી બંને પ્રકારની શિક્ષા ગ્રહણ કરાવી. આગળ જે વનવાસી તાપસે થયા હતા, તે અવે સાધુ થઈ ગયા. ૮૪ ગણધર સ્થાપ્યા. તેમાં ભરત મહારાજાના મહાબુદ્ધિશાળી પુત્ર પુંડરીક મુખ્ય ગણધર થયા. ૮૪ હજાર જગતમાં ઉત્તમ એવા સાધુ હતા. ઉત્તમ સંયમધારી ત્રણ લાખ સાઠવીઓને ભગવંતને પરિવાર હતો. ઋષભદેવ ભગવંતના શ્રાવક ભરત મહારાજા હતા. ગોમુખ યક્ષ અને ચકેશ્વરી દેવી યક્ષિણી હતી. ક્રમે ક્રમે ઋષભદેવ પ્રભુના બાહુબલી આદિ ૯૮ પુત્ર કેવલી થયા. ભગવતે લાખપૂર્વ સાધુપણું પાળ્યું, ૮૪ લાખ પૂર્વનું સમગ્ર આયુષ્ય હતું. યુગાદિજિન દશહજાર સાધુ અને મહાબાહ વગેરે ૮ પુત્ર સાથે સર્વ કર્મનો ક્ષય કરી માહ વદિ ૧૩ ના મેરુ ત્રાદશીના દિવસે નિઃસીમ સુખના સ્થાનવરૂપ નિવણપુરીમાં ગયા.
આ પ્રમાણે ઋષભ ભગવંતના પારણાનો અધિકાર પૂર્ણ થયે. અહિં આટલું જ ચરિત્ર ઉપયોગી હોવાથી અધિક વિસ્તાર જણાવેલ નથી, અધિક ચરિત્ર જાણવાની ઈચ્છાવાળાએ તેમનું ચરિત્ર જોઈ લેવું. હવે મહાવીર ચરિત્રમાં પણ તે જ પ્રમાણે જવાવીશું. શ્રી મહાવીર ભગવંત–
ત્રિશલાદેવીની કુક્ષિના કલહંસ સમાન, ક્ષત્રિય જ્ઞાનકુલમાં મુગટ સમાન, છેદેલા. સુવર્ણ સરખા સુંદર દેહની કાંતિવાળા વીર ભગવંતના પારણાનો સંબંધ જણાવીશ. દક્ષિણ ભારત ખંડમાં વિખ્યાતિ પામેલ ક્ષત્રિયકુંડ નામનું નગર હતું, જે ઊંચા મનહર કિલાથી શુભતું હતું, તેના કરતાં બીજા કોઈ નગર ચડિયાતાં ન હતાં. જે નગરીમાં જિનમંદિરે મંડપોથી શોભતા હતા. મણિની પુતળીઓની પંક્તિઓ મને આશ્ચર્ય પમાડતી હતી,
આ નગરીની સુંદરતા જોવા માટે આંખના મટકા માર્યા સિવાય અનેક કુતૂહલી લોકો ઉતાવળથી આવતા હતા. તે નગરી પ્રસિદ્ધિ પામેલા, સિદ્ધાર્થ રાજાના મોટા પુત્ર, યશની વૃદ્ધિ કરનાર, અગણિત ગુણ સમુદાયમાં શ્રેષ્ઠ, ધન-ધાન્ય-કંચનની કોટીએથી સમૃદ્ધ પ્રચંડ સુભટને નિવારણ કરનાર, અન્યાય-અનીતિને અટકાવનાર, જેના યશથી સમગ્ર દેવતાઓ પ્રભાવિત થયા છે, અતિ બળવાળા સૈનિકો અને પ્રધાનવાળા નંદિવર્ધન રાજા કુંડગ્રામ નગરનું પાલન કરતા હતા. મેરુ ઉપર દેવોએ અને અસુરોએ જેમના કમ-સંમાર્જન કરનાર જન્માભિષેક કરે છે, ગુણામાં મોટા એવા વર્ધમાન નામના તેમને સહદર લઘુબંધુ હતા.
મોટા બધુ નંદિવર્ધનને વર્ધમાનકુમારે પૂછયું કે, “મેં જે નિયમ લીધા હતા કે, મારી પ્રભાવશાળી એવાં માતા-પિતા જીવતાં હોય, ત્યાં સુધી હું શ્રમણ નહિ
"Aho Shrutgyanam