SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા [ ૩૫ ? માયા વગર એકદમ ત્યાંથી પાછા વળી ગયા. કચ્છ, મહાકછ વગેરે ચાર હજાર ભિક્ષા ન મળવાથી, સુધા ન સહેવાથી તેઓ સવે વનવાસી તાપસ થઈ ગયા. ભગવંત તે આહાર વગર ગામે ગામ હિંડન-વિહાર કરે છે, પાપને ચૂરો કરે છે, પિતાની પદપંક્તિથી પૃથ્વીતલને પવિત્ર કરે છેતે સમયે જે કોઈ તેમને વંદન કર છે, તે લાંબા કાળ સુધી આનંદ પામે છે, સંપત્તિ મેળવે છે. ઉનાળામાં લાંબા દિવસે હોય છે, અગ્નિના તણખા સરખા ઉણ સૂર્યના કિરણે હોય છે, જગતમાં વખણાય તેવું તીવ્ર તપ તપે છે, તો પણ પ્રભુ પાણીથી પણ પારણું કરતા નથી. વર્ષાકાલમાં મેઘ વરસે છે, કઠોર વાયરાથી લોકોનાં શરીર થરથર ધ્રુજે છે, તે પણ ત્રણ ગુપ્તિવાળા જિનેશ્વર ભગવંત અડાલ નિર્મલ નિશ્ચલ થાન કરે છે. શિયાળામાં કંડો પવન વાય છે, હિમ પડવાથી વન શોષાઈ જાય છે, નિરંતર અતિ લાંબી રાત્રિમાં અમેશ્વર અવિચલ ચિત્તથી શુભ ધ્યાન કરે છે. ત્રણ ગુપ્તિવાળા જિનેન્દ્ર ભગવંત આહાર–પાણું વગર પુર, પટ્ટણ, પર્વત, ગામ, અટવી, આરામ વગેરે સ્થળમાં વિચરતા વિચરતા લગભગ વર્ષ પછી ગજપુર પટ્ટણના દ્વાર પાસે પહોંચ્યા. જે નગર તરુવરોથી આચ્છાદિત થએલું, ધવલગૃહેથી અતિ ઉજજવલ દેખાતું, ધનધાન્યની સમૃદ્ધિવાળું, જગતમાં પ્રસ્ટિહિ પામેલું પૃથ્વીમડલમાં તિલકભૂત રહેલું હતું. તેને મહાયશવાળ સમયશ પાલન કરતા હતા. પિતાના કુલના ગુણ ગૌરવને ઉજાલતા હતા. તેમને શ્રેયાંસ નામના યુવરાજ પુત્ર હતા, જેની પવિત્ર કીર્તિ સાથે યશવાદ સર્વત્ર વિસ્તાર પામેલ હતા. શ્રેયાંસકુમારને સવપ્નમાં શ્યામ મેરુપર્વત દેખાયો, વળી તેને તેણે અમૃતથી ભરેલા કળશથી સિંચા, એટલે, સ્થિર વિજળીના ચક્રની જેમ અતિ ઉજજવલતાથી જવા લાગ્યા. સૂર્યબિંબમાંથી કિરણનો સમૂહ ખરી પડા, શ્રેયાંસ મારે ફરી તેને જોડી દીધાં, એટલે તે શેકવા લાગ્યો. નગરશેઠે આવા પ્રકારનું રવપ્ન દેખ્યું. સોમયશ રાજાને પણ વન આવ્યું કે, “ રાજાઓની સાથે યુદ્ધભૂમિમાં યુદ્ધ કરતા મળવાનને શ્રેયાંય પુત્રે સહાય કરવાથી પિતાની જિત અને શત્રુપક્ષની હાર થઈ, જેથી તે ભુવનમાં શોભવા લાગ્યા. ત્રણેના સ્વપ્નની વાત પ્રસરી, ત્રણે રાજસભામાં એકત્ર થયા અને દરેક પોતપોતાના સ્વપ્નની વાત રજૂ કરે છે, પરંતુ રાજા સ્વપ્નને પરમાર્થ ન જાણી શક્યા, ફલાદેશમાં કુમારને ઉદય જણાવ્યા. પછી શ્રેયાંસકુમાર મહેલના ગવાક્ષમાં બેઠેલા હતા, ત્યારે ભાગ્યશાળી કુમારે જાણે મૂર્તિમંત જિનમ હોય, તેવા ઋષભદેવ ભગવંતને ગજપુર નગરની શેરીમાં પ્રવેશ કરતા જોયા. પુણ્યશાળીમાં શ્રેષ્ઠ એવા શ્રેયાંસકુમારને ભગવંતને દેખીને પોતાની પૂર્વજાતિ સ્મરણમાં આવી. આગલા ભવમાં વિદેહવાસી જનાભ નામના ચક્રવર્તી હતા, ત્યારે હું તેમને સારથી હતા. વજન નામના તીર્થંકર પાસે વજનાભ નામના ગચ્છાધિપ હતા. ત્યારે મેં પણ દીક્ષા અંગીકાર કરી હતી અને કાળ પામી સવર્થસિદ્ધ વિમાનમાં ગયો હતો. ત્યાંથી થવીને અત્યારે અહિં શ્રેયાંસકુમાર થી છું. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy