________________
પાસત્યાદિકનાં પ્રમાદસ્થાનો
[ ૫૪૧ ] તમારા વાણીવિલાસ છે? બીજું સીધે માર્ગ છેડીને “કયાંઈક દેશથી ગ્રહણ” એ વાંકા માગને પકડીને પ્રયાણ કરે છે. આથી પૂનમ એ પાક્ષિક છે–એમ કઈ રીતે સિદ્ધ થઈ શકતું નથી. પારવગરના આગમ-સમુદ્રમાં તેના પ્રત્યક્ષર જોઈએ, તો પણ તેવા અક્ષરે મળતા નથી, તો હવે અભિનિવેશનો ત્યાગ કરી, ચતુર્દશીનો ઉપવાસ જ પાક્ષિક ચતુર્થ છે–એમ માન્યતા સ્વીકારે. જે માટે કહેલું છે કે- મતાગ્રહી પુરુષ યુક્તિને ત્યાં ખેંચી જવાની ઈચ્છાવાળે હેય છે કે, જયાં પિતાની બુદ્ધિ સ્થાપના કરેલી હોય, અને પક્ષપાત-રહિત મધ્યસ્થ પુરુષ તે જ્યાં યુક્તિ હોય, ત્યાં પિતાની બુદ્ધિને સ્થાપન કરે છે. આ પ્રમાણે પૂજયશ્રીએ રચેલ “પાક્ષિક સપ્તતિ” ગ્રન્થમાં જણાવેલ યુક્તિલેશ છે. તે માત્ર તમને બતાવ્યું. આ કદાહ કે લડવા માટે કહેલ નથી. આથી વિશેષ સ્પષ્ટતર યુક્તિ મેળવવાની અભિલાષાવાળાએ વૃત્તિસહિત તે પાક્ષિક સપ્તતિ અને વારંવાર વિચાર. (૩૭૦)
नीयं गिण्हा पिंडं, एगागी अच्छए गिहत्थ-कहो । પારસુગળ ઝfજ્ઞા, ગારો –ામિ શરૂછશા परिभवइ उग्गकारी, सुद्धं मग्गं निगूहए वालो । विहरइ सायागुरुओ, संजम-विगलेसु खित्तेसु ॥ ३७२॥ उग्गाइ गाइ हमई, असुवुडो सइ करेइ कंदपं । गिहि-कज्जचिंतगो वि य, ओसन्ने देइ गिण्हइ वा ॥३७३।। धम्मकहाओ अहिज्जइ, घराघरं भमइ परिकहतो अ ।
गणणाइ पमाणेण य, अइरित्तं वहइ उवगरणं ॥३७४॥ કાયમ એક ઘેરથી આહાર ગ્રહણ કરે, સમુદાય સાથે ન રહેતાં એકલો જ રહે, ગૃહસ્થવિષયક વાતે-પંચાત કરે, વાત્યાયન, કેકશાસ્ત્ર વગેરે પાપશ્રતને અભ્યાસ કરે, લોકો પિતા તરફ કેમ આકર્ષાય—એમ તેમનું ચિત્તરંજન થાય, તેવા પ્રયત્નો કર્યા કરે, પરંતુ પિતાના સાધુપણાના અનુષ્ઠાનોમાં ચિત્ત ન ચુંટાડે. (૩૭૧) ઉગતપચારિત્ર કરનાર સાધુને પરાભવ કરે, જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ શુદ્ધ મોક્ષમાર્ગને આછા– દિત ક૨, પ્રગટ ન કરે તેમ કરવાથી પિતાની ન્યૂનતા દેખાય. શાતા-સુખમાં લંપટ બનેલો અજ્ઞાની એ તે સુસાધુથી વાસિત ન થએલા એવા સંયમથી રહિત ક્ષેત્રને વિષે વિચારે છે. મોટા શબ્દ કરીને ગાય, અપસ્વરથી ગાયન કરે, મુખ પહેલું કરીને ખડખડ હસે, કામોત્તેજક વચન અને ચાળા કરીને બીજાને હસાવે, ગૃહસ્થના કાર્યની ચિંતા કરવાના સ્વભાવવાળા એસન્નસાધુ પાસેથી વસ્ત્રાદિક ગ્રહણ કરે, અથવા તેને આપે. (૩૭૨–૩૭૩) આજીવિકા માટે ધર્મકથાનો અભ્યાસ કરે. ભણને ઘર ઘર ભટકી ધર્મકથા કરે, ગણના પ્રમાણથી વધારે પ્રમાણમાં ઉપકર છે.
"Aho Shrutgyanam