________________
માન-માયાને ત્યાગ કરવો
[ પ૧૯ ] माणो भयऽहंकारो, पर-परिवाओ अ अत्त-उकरिसो । पर-परिभवोवि य तहा, परस्स निंदा असआ य ।।३०४॥ हीला निरुवयारित्तणं निरवणामया अविणओ अ ।
પશુ-છાવવા, પતિ સંસારે છે રૂખ | ગુમન્ ! માનના પર્યાય શબ્દ કહે છે. માન એટલે અભિમાન, આઠ જાતના મદ, અહંકાર, બીજાને અવર્ણવાદ, પિતાને ઉત્કર્ષ-આપબડાઈ, બીજાનો પરાભવ, બીજાની નિજા, બીજાના ગુણે વિષે કે આરોપવા, બીજાની હલકી જાતિ વગેરે પ્રગટ કરી તેની હલકાઈ કરવી, કોઈને પણ ઉપકાર ન કરે, અક્કડપણું–ત થતા, અનમ્રતા, અવિનય, વડીલને ખિી ઉભા ન થવું, આસન ન આપવું, બીજાના જ્ઞાનાદિક ગુણ આછાદન કરવા. તે સવે માનના ફલ વરૂપ હોવાથી માનના પર્યાયવાચક શબ્દો છે. આ માન કરવાથી જીવ સંસારમાં રખડનાર થાય છે. (૩૦૪-૩૦૫) કહેલું છે કે, “સમતારૂપે હાથીને બાંધવાના તંભને તેડતે, નિમલ બુદ્ધિરૂપી દોરડાને તેડતો, દુર્વચનરૂપ ધૂળને સૂકવી ઉછાળતે, પૃથ્વીમાં પોતાની ઈચ્છાનુસ્રારબ્રમણ કરતે, વિનયરૂપ વનમાર્ગને ઉખેડી નાખતા મદોન્મત્ત હાથી માફક મદમાં અંધ થએલે મનુષ્ય કર્યો અનર્થ કરતો નથી ? કૃત, શીલ, વિનયને દ્વષિત કરનાર ધર્મ, અર્થ અને કામમાં જિગ્ન કરનાર એવા અભિમાનને કયા સમજુ બે ઘડી પણ અવકાશ આપે? નદીકિનારા ઉપર ઉંડા મૂળવાળા સ્થિર અને ઉંચા વૃક્ષો હોય, પરંતુ જયારે તેમાં પૂર આવે છે, ત્યારે તેને ભૂમિપર પાડી નાખે છે, નેતરનું વૃક્ષ નીચું હોય, પરંતુ વાડને આશ્રય કરીને રહેલું હોય, તે પણ નમ્ર હાવાથી ઉભું રહે છે. માટે સર્વત્ર નમ્રતા રાખવી અને પૂજા પ્રત્યે વિશેષપણે કોમળતા-નમ્રતા વિનય શખવે, જેથી પાપ દર થાય. જ્યની પૂજાનું ઉલ્લંઘન કરનાર બાહુબલી અભિમાનથી લતા માફક પાપકમથી બંધાયા અને જ્યારે અભિમાન છોડયુ અને નમ્રતા મેળવી તે તરત જ પાપથી મુક્ત થયા અને કેવળજ્ઞાન મેળવ્યું. ચક્રવર્તી જયારે અંગને ત્યાગ કરે છે, ત્યારે વિરીના ઘરમાં પણ ભિક્ષા માટે જાય છે. ખરેખર માનને નાશ કરવા માટે અતિમૃદુતા હોવી જરૂરી છે. તતન દીક્ષિત થએલ ચક્રવર્તી, જે રંકપણામાંથી સાધુ થયા હોય, તેને પણ વંદન, નમસ્કાર અને સેવા કરે છે. કારણ કે જેણે માનને ત્યાગ કર્યો હોય, તે લાંબા કાળ સુધી પૂજ્યતા પામે છે.
આ પ્રમાણે માન અહંકાર સંબંધી દેશે જાણીને-વિચારીને માર્દવ સેવન કર-વાથી ઉત્પન્ન થતા ગુણ સમુદાયને જાણીને માન-ત્યાગ કરીને યતિધર્મમમાં વિશેષ ઉપયોગી એવા માજ-નમ્રતા-વિનયને એકાગમનવાળા થઈ તમે તત્કાલ આશ્રય કરે. (૧૯)
माया कुडंग पच्छन्न-पावया कूड कवड पंचणया । सच्चस्थ असम्भावो, परनिक्खेवावहारो अ॥ ३०६ ।।
"Aho Shrutgyanam