________________
( ૫૧૦ ]
પ્રા. ઉપદેશમાતાના ગુજરાનવાદ જ પ્રકારનો ઉલ્લેખ કર્યો છે. જેમકે- “પંચેન્દ્રિયજન વધ કરવામાં આસક્ત. થએલા, માંસભક્ષણુ લહેરથી કરનારા, બહુ આનંબ-પરિગ્રહવાળા જીવો મરીને નરકમાં ઉત્પન્ન થાય છે, કુંભીપાકથી જે અગ્નિમાં રંધાય છે, મદિરાપાન કરેલ. માફક બેભાન ચેતનાવાળા નારકીમાં મુંજ વગેરે માફક ફી વગેરથી સજજ હણાયા કરાય છે. વજના યંત્રોમાં વાણી માફક પીલાય છે, તલ અને શેરડી માફક તેમના શરીરમાંથી પીલીને રસ કાઢવામાં આવે છે. ભઠ્ઠીમાં પાણી-ચણો શું જાય તેમ તેવી અગ્નિ સરખા પસંવાળી ભૂમિમાં શરણુરહિત તેનો શું જાય છે. લાકડા માફક ભયંકર આકૃતિવાળી કુહાડી વગેરે હથિયારોથી તેમના શરીરે દાય છે, અને શિકારીઓ જેમ મૃગલા આદિ વનના પશુઓને તેમ તીક્ષણ બાલાદિકથી વધી નાખે છે. તપાવેલ સીસું પરાણે પાય છે, શિલાતલ ઉપર તેને ઝીંકે છે, તીક્ષણ અણુવાળા કાંટાથી વ્યાપ્ત એવા શાહમલી વૃક્ષ ઉપર સુવડાવે છે. અત્યંત નિર્દય એવા કાગડા, બાજપક્ષી શિયાળ વગેરથી ભક્ષણ કરાય છે, તેમ જ પરમાધામી એવા અધમ અસુરો વડે દીન એવા નારકોને વિતરણ નદીમાં તાવે છે. જેના મુખમાં સે જિહા હેય અને તેનું આયુષ્ય સે વર્ષનું હોય તે પણ નારકીનું સમગ્ર દુખ કહેવા સમર્થ થઈ. શકતો નથી. (૭) વળી સંસારની તિચ, મનુષ્ય કે દેવગતિમાં પણ સુખ નથી. તેમાં તિય“ચગતિને આશ્રીને દુઃખ કહે છે –
સિરિણા સંસાર–નિવા––વંધ-માન-સારું છે
नवि इहयं पाता, परत्थ जइ नियमिया हुंता ॥२८१।।
જે આગલા ભવમાં ધર્મકાર્યની પ્રવૃત્તિ અને અમ–પાપકાયની નિવૃત્તિરૂપ નિયમવાળે થયે હોત તે તિગતિ અને તેમાં પવશતાથી ચાબૂક, અંકુશ, પાણી તેની અણિયાળી આર વગેરના માર સહન કરવા, વધ, બંધન, ભારવહન વગેર સેંકડો પ્રકારનાં દુઃખ સહન કરવાનો અહિં વખત ન આવત. આ વિષયમાં બીજે સ્થાને જણાવેલું છે કે, “ખોટાં તેલ-માપ રાખનારા, જૂઠ બોલવાવાળા, માયાપ્રપંચ-કપટ કરનારા નકકી તિર્યંચગતિમાં જન્મ લેનાશ થાય છે. જેવું નારકીમાં દુઃખ છે, તેવું તિર્થ"ચગતિમાં પણ દુખ હોય છે, કારણ કે, ભારવહન રોકાવું, વધ, બંધનાદિ દોને પાર પામ ઘણે મુકેલ છે. અતિશય તરશ-ભૂખ વગેરેની પીડા દીનતાથી ભેગવવી પડે છે, વળી પરવશતા પામેલા હોય છે, વળી પીઠ, કંઇ ઉપર ભાર લાવે, તે પાણે વહન કરવો પડે છે. કેટલાક જાનવર દેહનદેષના કારણે કેટલાકને અરિનના ડામથી અંકિત કરવામાં આવે છે, કેટલાકને અંકુશના વાતથી અને કેટલાકને ચાબૂકના મારથી પરેશાન કરાય છે. કેટલાકને સજજડ બંધન બાંધવામાં આવે છે, કેટલાકને પૂરવામાં આવે છે. કેટલાકના કાન, નાક, પંછડાં, ચામડી આદિક અંગ-ઉપાંગે છેદવામાં આવે છે. પાર વગરના દુઃખ સમૂહમાં રાત-દિવસ સમડી,
"Aho Shrutgyanam