________________
રણસિંહ કથા
[ ૨૩ ] સૌભાગ્ય માર્ગમાં અગ્ર અર્ગલા સમાન અર્થાત્ રતિ, રંભા અને પાર્વતીના રૂપલાવથથી ચડિયાતી કમલવતી હતી. હર્ષ પામેલા કુમારે લેકને વિશ્વાસ થાય તે માટે કહ્યું કે, “હે લકે! દેખે દેખો, આ મારી પ્રિયા કમલવતી છે. ત્યારે ત્યાં એકઠા મળેલા લેકો કમલવતીને લાવણ્ય, કાંતિ, શોભા, અને મનહરતાના ગૃહ સરખી દેખતા હતા અને રનવતી સાથે સરખામણી કરતા હતા, પરસ્પર આ પ્રમાણે વાત કરતા હતા. સુવર્ણના ઢગલા પાસે પિત્તળ જેવા પ્રકારનું દેખાય, તેમ કમલવતી પાસે રત્નાવતી ગુણગણમાં ઝાંખી દેખાય છે, તેથી કરીને કુમાર રત્નપતીને છેડીને કમલવતીમાં અનુરાગ કર્યો છે, તે સ્થાને કર્યો છે. સાકરને સ્વાદ જાણનાર એ ક મનુષ્ય કડવાતૂરા રસની અભિલાષા કરે ? ત્યારપછી રાજાએ તેને નાન કરાવ્યું. સવલંકારથી તેનું શરીર શોભાયમાન કર્યું. દેવાંગના સરખા ભૂષણ ધારણ કરનારી, ક૯પવૃક્ષની લતા સખી બનાવી. કુમાર તેની સાથે પાંચે ઈન્દ્રિયેના અનુકૂલ ભેગો ભેગવવા લાગ્યા. જેટલા દિવસને વિગ થયે, તેટલા દિવસના સુખને ગુણાકાર કરીએ તેટલા મોટા ભોગ સુખને અનુભવવા લાગ્યો. કેઈક સમયે કુમારે પ્રિયાને પૂછ્યું કે, “કેઈક બટુકને બ્રહ્માજીની પાસે તે દેખ્યો હતો ? ત્યારે કમલવતીએ ઔષધિના પ્રભાવથી મેં રૂપનું પરાવર્તન કરી બટુકનું રૂપ ધારણ કર્યું હતું, એ સર્વ વૃત્તાન્ત જણાવે.
હત્યારા વિધિએ પૂર્ણિમાના ચંદ્રને લાંછન-સહિત કર્યો, તેમ જ સજનને ન -ઘટતે દુર્જન ઘડ, ધનથી હર્ષિત શ્રીમંતને કુપણ કર્યો, જેણે નિષ્કલંક મારી પ્રિય- તમાને કલંક આપ્યું.
હવે કમલવતી વિચારવા લાગી કે, “આ રત્નાવતી ઉપર કુમારને સનેહ અતિ ઓસરી ગયો છે, એમાં મારો અવર્ણવાદ થશે. જો કે આ બિચારીએ બીજાના આગ્રહથી અપરાધ કર્યો છે, તો પણ મારે તેના ઉપર ઉપકાર કરવો જોઈએ, એ સિવાય બીજો વિચાર કરવાનું કોઈ પ્રયજન નથી.
ઉપકાર કરનાર ઉપર ઉપકાર કરે, તે તે આપીને પછી પાછું મેળવી લેવું અર્થાત્ ધન આપીને કરિયાણુ ખરીદ કરવું તેની બરાબર છે. પરંતુ અપકાર કરનાર ઉપર ઉપકાર કરે તે ગુણવંતની અંદર પ્રથમ રેખા સમાન છે. કેઈક દિવસે પતિ - જ્યારે હર્ષ માં હતા, ત્યારે કમલવતીએ આદરપૂર્વક પિતે આપેલું વરદાન માગ્યું. ત્યારે કુમારે કહ્યું કે, “ભલે માગ તે આપીશ.' તો સ્વામી! આ રત્નાવતીને આપે મારી માફક દેખવી. તેથી તમને અને અમને પણ મધ્યસ્થ ગુણ પ્રાપ્ત થશે. જે કે તેણે કોઈ પ્રકારે પિલી પાપિણીની પ્રેરણાથી આમ કર્યું છે, છતાં પણ વિશિષ્ટ કુલમાં જન્મેલા તમારે તેને ક્ષમા આપવી. ઘણે ભાગે નિર્દય હૃદયવાળી હોય છે. ઈર્ષારૂપ ઝેરનું પાન કરનાર, વાર્થ સાધવામાં એકાંત તત્પર હોય છે. એમ કરીને તેણે તેનું કલંક ભૂંસી નાખ્યું.
"Aho Shrutgyanam