________________
શશી પ્રભસૂર્યપ્રભ ભાઈઓની કથા
[ ૪૯૫ ]
તેમજ હજુ ચક્રવર્તી ચકવર્તી પણાનાં સર્વ સુખને ત્યાગ કરવા સમર્થ થાય છે. વિવેકવાળો હોવાથી, પરંતુ દુઃખી થએલો અવન-શિથિલ-વિહારી મહામોહથી ઘેરાએલો હોવાથી પિતાની સંયમની શિથિલતા-ઢીલાશ છોડવા સમર્થ બની શકતો નથી. (૨૫૫) આ પ્રમાણે સંકલિષ્ટ સંયમવાળાને કેાઈ વખત આ ભવમાં શુદ્ધિનો ઉપાય મળી શકે છે, પરંતુ ભવાતમાં તે ગતિ મળેલી હેવાથી ઉપાય મળી શકતો નથી. તે કહે છે
નરકમાં ગયેલો અને રહેલો શશિરાજા પૂર્વભવમાં દેહની લાલન-પાલન દશા સાચવી સુખ ભોગવતા હતા, તે શાતા ગૌરવના કારણે નરકમાં થનારા દુઃખના ભયમાં પડો, ત્યારે પિતાના પૂર્વભવના ભાઈને કહે છે કે-તે દેહના કાણે હું નરકમાં પડષો છું, માટે તે દેહને પીડા કર.” (૨૫૬) ત્યારે સુરપ્રભભાઈએ તેને કહયું કે, “આ તારે અજ્ઞાનતા ભરેલા પ્રલા૫ છે. જીવરહિત એવા તે શરીરને અત્યારે કદર્થના કરવાથી કયા ગુણ થવાનો છે જે પહેલાં તે શરીરને તપશ્ચર્યા, ઉપ -પરિષહરૂપ યાતના પીડા કરી હોત, તે તું નરકમાં પડતે જ નહિં. (૨૫૭) કથાનક જાણવાથી માથાના અર્થ સહેલાઈથી સમજી શકાશે, તે કથા આ પ્રમાણે
કુસુમપુર નગરમાં જિતારિ નામના રાજાને શશિપ્રભ અને સૂર્યપ્રભ નામના બે પુત્ર હતું. જેમાં એક વાંકા સ્વભાવને અને બીજે સોઘા સવભાવવાળો હતો. જેમ બોરડીના કાંટા, તેમ મોટો નીચગતિગામી અને નાનો હતો તે પ્રથમાકુર માફક ઉર્ધ્વગામી હતે. ચાર જ્ઞાનવાળા જયઘોષ નામના આચાર્ય પાસે કોઈક વખત કૌતુક અને ભક્તિથી ગયા હતા, ત્યારે આચાર્ય ભગવંતે તેમને ધર્મનું ફળ સમજાવ્યું, ધર્મના પ્રભાવથી અનેક પ્રચંડ મનહર અશ્વો, હાથીએ, અને થી શોભાયમાન એકછત્રાજ્ય પ્રાપ્ત થાય છે. તેમ જ ચપળ તીક્ષણ ક્ષ કટાક્ષ કરનાર નેત્રવાળી અતિપુર્ણ પયોધરવાળી સુંદર મહિલાની પ્રાપ્તિ પણ ધર્મથી થાય છે. અતિસુગંધી પુપિ, કેસર, કપૂર વગેરે -સામગ્રી અને સર્વ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ નક્કી ધર્મથી મળે છે. તેમજ દુર્ભાગ્ય, દારિદ્ર, દુર્મતિ લાખો દુખો જે કોઈ જીવને મળતાં હોય, તે તે ફલ અધર્મનું સમજવું. જે ધર્મવૃક્ષનું મૂલ હોય તો સમ્યકત્વ, તેનું થડ હોય તે દેશવિરતિ અને સર્વવિરતિરૂપ ચારિત્ર છે, મોક્ષ એ ધર્મવૃક્ષનું ફળ છે, જ્યારે પાપની લઘુતા થાય, ત્યારે ધમની પ્રાપ્તિ થાય છે.” ઇત્યાદિ કહેલી દેશના પાતળા કર્મવાળા સૂરપ્રભને પરિણમી, જ્યારે મગશેળિયા સરખા શશિપ્રમને તે અંદર પરિણમી નહિ, પરંતુ બહાર નીકળી ગઈ. બીજા દિવસે સૂરભે શશિપ્રમને કહ્યું કે, હે બધુ! આચાર્યને વંદન કરવા જઇએ અને સુકૃત-પાપાજ ન કરીએ.” - ત્યાર શશિ પ્રત્યે તેને કહ્યું કે “એ ઈન્દ્રજાલિકથી તું છેતરાવે છે, પુણ્ય કે પાપ જેવી કોઈ ચીજ નથી. બીજું કો ડાઘો પુરુષ પ્રાપ્ત થએલા સુખને એકદમ ત્યાગ કરીને અતિદ્દર રહેલા અદશ્ય, ચંદડવાળા સુખની અભિલાષા કરે ? શ, યૌવન, સુંદર
"Aho Shrutgyanam"