SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૭૬ ] પ્રા. ઉપશમાલામાં ગુજરાનુવાદ પિતાના ગૃહમંદિરમાં રહેલી વીતરાગ પરમાત્માની મૂર્તિઓને સંક્ષેપથી વંદન કર, ત્યારપછી સાધુની વસતિમાં જઇને ત્યાં આવશ્યકાદિક કર. આમ કરવાથી જિનેશ્વરની આજ્ઞાનું સુંદર પાલન કરેલું ગણાય. વળી ગુરુની પાસેથી સૂત્ર, અર્થ અને વિક પ્રકારનું જ્ઞાન મેળવી શકાય છે. ગુરુ પાસે યથારિત સામાચારી જાણી શકાય, ધર્મનું કુશળપણું મેળવી શકાય, અશુદ્ધ બુદ્ધિને નાશ થાય, ગુરુસાક્ષી પૂર્વક ધર્મનું આરાધન કરવામાં આવે તો સંપૂર્ણ વિધિ થએલા ગણાય, માટે ગુરુ પાસે જઈ આવશ્યકાદિક વિધિ કરવી. સાધુઓની ગેરહાજરીમાં, વસતિ સાંકડી હેય ઈત્યાદિક કારણમાં ગુરુની અનુરા પામેલે પૌષધશાળા વગેરે સ્થાનમાં પણ કર. સ્વાધ્યાય કરીને થોડાક સમય અપૂર્વનવીન સૂત્રનો અભ્યાસ કર. ત્યાંથી પાછો આવીને દ્રવ્ય અને ભાવ બંને પ્રકાર પવિત્ર થઈને પ્રથમ હંમેશા પોતાના ગૃહમંદિરમાં ચૈત્યને વંદના કરવી. વળી શાસ્ત્રમાં કહેલી વિધિથી પ્રાતઃકાળમાં પહેલાં પોતાના વેલવાનુસાર તેની પૂજા કરવી. ત્યારપછી જે તેને તેવા પ્રકારનું ગૃહકાર્ય ન હોય તો તે સમયે શરીરશુદ્ધિ કરીને સુંદર પૂજન વસ્ત્રો પહેરીને પુપિયુત ઉત્તમ પ્રકારની પૂજાની સામગ્રી લઈ પરિવાર સાથે જિનેશ્વરના મંદિરે જાય અને પાંચ અભિગમ પૂર્વક તેમાં પ્રવેશ કર. તંબાલાદિક સચિત્ત વસ્તુને ત્યાગ, આમરણાદિક અચિત્તદ્રવ્યને અત્યાગ, એક સાટિક નિમલ ઉત્તશાસખે એવો, જિનમૂર્તિનાં દર્શન થતાં જ મસ્તકે અંજલિ જોડવી અને “નમે જિણાવ્યું એવા જયકારના શબદો બોલવા. મનની એકાગ્રતા કરવી. આ પ્રમાણે આ પાંચ પ્રકાઅને અભિગમ જાણ. પુષ, નેવેદ્ય અને સ્તુતિ રૂપ ત્રણ પ્રકારની અથવા ફલ, જજ, ધૂપ, અક્ષત, વાસસૂર્ણ, પુષ્પનેવેવ અને દીપક એમ અષ્ટપ્રકારી પૂજા કહેલી છે. ત્રા નિશિત વગેર દશત્રિક યુતિ ઈરિયાવહી પહિકમીને મન, વચન, કાયાના એકાગ્રતા કરીને અતિસવેગ સહિત ચિત્યવંદન કરે. હવે કોઈકને કંઈક કાચ જિનવરના ભવનમાં કે પોતાના ઘર અથવા પોયણ- શાળામાં સામાયિકાદિક કરવા પડયાં હોય, તે પછી સાધુની પાસે જઈને વંદન આપીને વિધિપૂર્વક પ્રત્યાખ્યાન કાર અને અપકાળ જિનવચનનું શ્રવણ કરે. વળી સાધુસમુદાયમાં બાલ, ધ્યાન વગેરેને ભક્તિપૂર્વક પૃચ્છા કરે અને તેમને કઈ પy જરૂરીયાત હોય તે યથાશ્ય પૂરી પાડે. ત્યારપછી કુલક્રમનું ઉલંઘન ન થાય, લોકોમાં ધર્મની નિંદા ન થાય અનિંદિત વ્યવહાર પૂર્વક આજીવિકા માટે પ્રયત્ન કરે. ભોજન સમયે ઘરે આવીને તેવા પ્રકારની પુષ, નેવેદ્ય, હતુતિથી ભાવપૂર્વક જિનબિંબની પૂજન વિધિસહિત કરવી. ત્યારપછી સાધુ ભગવંતેની પાસે જઈને વિનંતિ કરે છે, “હે ભગવંત! મારા ઉપર કૃપા કરીને મારા ઘરે પધારી અનાદિક દ્રવ્ય શહણ કરીને હે જગતના છ પ્રી વાત્સલ્ય રાખનાર ! ભવકૃપમાં પડતા મને હસ્તાવલંબન આપી મારો ઉદ્ધાર કરો.” હવે એ મુનિઓ સાથે જ્યારે ઘર તરફ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy