________________
નગ્નજિતની કથા
[૪૫૭ } ઈ% નમિરાજર્ષિને લાભ કરવા સમર્થ થશે નહિ, ત્યારે બ્રાહ્મણનું રૂપ ઉપસંહારીને પિતાનું ઈન્દ્ર રૂપે પ્રગટ કર્યું. વંદન અને સ્તુતિ કરી કે, “અહે! તમે દેશને પરાજિત કર્યો છે, માનને હરાવ્યું છે, માયાને પરાભવિત કરી છે, અહ! તમે હોભનું નિવારણ કર્યું છે. એ વગેરે મધુર વાણીથી તુતિ કરી ઈન્દ્ર પિતાના સ્થાનકે અયા. નમાજાએ પણ ઘણા વલયાના શબ સાંભળીને તથા એક વલયને શબ્દ ન સાંભળીને વિરાગ્ય પામી દીક્ષા અંગીકાર કરી.
નગ્નાઈ (નગ્નજિત) રાજાનું ચરિત્ર કહે છે- ગંધાર દેશમાં પુરુષપુર નગ૨માં જયલકિમી પ્રાપ્ત કરવાની અભિલાષાવાળા, ન્યાય-નીતિ માગે ચાલનાર નનજિત નામના રાજા હતા. સંસારસુખ ભોગવવામાં રસિક ચિત્તવાળા, પૃથ્વીમંડળને. ન્યાયથી પાલન કરતા એવા તેને તરુણી સમૂહને ઉત્સવભૂત એવો વસત્સવ સમય આવ્યા. તે વસંતકાળે રાજા ઉદ્યાનમાં પ્રયાણ કરતા હતા, ત્યારે આમ્રવૃક્ષ ઉપર ઘણી મંજરીઓનો સમૂહ ખીલેલ હતું, તેને આનંદપૂર્વક જોયો. કુતુહળથી તેમાંથી બેક મંજરી રાજાએ ગ્રહણ કરી. ત્યારપછી સૈનિકોએ પણ એક એક મંજરી તેડી ગ્રહ કરી. એમ કરતાં તે વૃક્ષ ઠુંઠા સરખું બની ગયું. નગ્નજિત રાજા જયારે શાજપાટિકા-૨૫વાડીએથી પાછો ફર્યો, ત્યારે તે મંજરીવાળું વૃક્ષ ન દેખ્યું, એટલે પૂછ્યું કે, “અહિં મંજરી ખીલેલ આમ્રવૃક્ષ કયાં ગયું?” પુરુષોએ કહ્યું કે, “આપે એક મંજરી ગ્રહણ કર્યા પછી આપની પાછળ પાછળ આવનાર, આપના દરેક સેનિક પરિવારે પણ એક એક મંજરી તેડી ગ્રહણ કરી, તેથી સમગ્ર મંજરી આદિ તુટી
એવી હેવાથી હુંઠા જેવું બની ગયેલું તે જ આ વૃક્ષ છે. ત્યારે ખેદ સહિત રાજા ચિંતવવા લાગ્યા કે, “આ જીવિત, યૌવન, સ્ત્રી, પુત્રાદિ દરેક ચીજ હાથીના કાન અરબી ચંચળ છે, આ લક્ષમી પણ તેવી જ ચંચળ છે. માટે આવી ફલેશ ફળદળી આ સામગ્રીઓથી સયું". આમ વિચારતાં તેને જાતિમરણ થયું. પ્રત્યેકબુદ્ધની ઋદ્ધિવાળા થયા. દેવતાએ આપેલ સાધુલિંગ ધારણ કરીને આ ઉત્તમ મુનિ બની વિચારવા લાગ્યા. તે આમ્રવૃક્ષ મંજરી, પહલવ, પુષ્પથી અલંકૃત મનોહર હતું, તેને ઋદ્ધિવાળું અને પાછળથી શોભા વગરનું દેખીને ગંધારણા ધર્મના કવરૂપને વિચાર કરીને અનુક્રમે તે સવે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે પહોંચ્યા. ત્યાં આગળ ચાર દ્વારવાળા દેવમંદિરમાં પ્રવેશ કર્યા.
પૂર્વદ્વાથી કઠંડુએ, દક્ષિણથી દુમું છે, પશ્ચિમથી નમિએ, અને ઉત્તર દિશા કારથી નગ્નજિતે પ્રવેશ કર્યો. “હું મહામુનિને પૂંઠ કરીને કેવી રીતે બેસું?” એમ ધારી વાણુમંતર દેવે પિતાની પ્રતિમાને ચાર મુખવાળી બનાવી. આ સમયે સુંવાળા કાઠથી કાન ખજવાળીને કરકમુનિએ તે ખણવાની સળીને એક બાજુ મૂકો. તે દેખીને દુમુખે કહ્યું કે, “જ્યારે રાજ્ય, રાષ્ટ્ર, નગર, અંતઃપુર તથા સર્વને ત્યાગ કરીને આ સળીનો પરિગ્રહ કેમ કરે છે?” જ્યારે દુમુખે કહ્યું, ત્યારે કર૫૮
"Aho Shrutgyanam