________________
મુંબ અને મિરાજર્ષિની કથા
[ ૪૫૫ ]
દશા, તે પછી આ બળદની સ્થિતિમાં વિસ્મય કયો હોઈ શકે? આખા ગોકુળમાં આ બળદ શિંગડાની સુંદર રચનાવાળો હતો, તેની શોભા-સમૃદ્ધિ સર્વ કરતાં ચડિયાતી હતી, જ્યારે ગોકુળના આંગણામાં તેના ઢકારવથી બીજા મન્મત્ત તેજસ્વી પરાક્રમી તીણ શીંગડાવાળા સમર્થ પણ બળદે ભાગી જતા હતા, તે જ બળદ આજે ૬૫ વગરને, પાણી ગળતા નેત્રવાળા, લબડતા ઓષ્ઠવાળો થઈને બીજા વાછરડા - વગેરેના મારને સહન કરે છે. આવી વિષમ સ્થિતિ દેખીને, સંસારની અસારતા દેખીને જેને પૂર્વભવ યાદ આવ્યા છે એવા તે કવિંગ દેશના કરકંડુ રાજા દેવતાએ આપેલ સાધુનો વેષ અંગીકાર કરીને દીક્ષા લઈ પ્રત્યેકબુદ્ધ તરીકે વિચરતા હતા. કરકંડુ કથા પૂ.
હવે મુંબની કથા કહે છે– પંચાલ દેશમાં કાંપિયપુર નગરમાં દુર્મુખ નામનો રાજા હતા, પૂર્વના સુકૃતથી પ્રાપ્ત થએલ સંસારના સુખને અનુભવ કરતો હતું. કોઈ સમયે રાજહંસને આનંદ આપનાર, જેમાં સર્વ પ્રકારના ધાન્ય પ્રાપ્ત થાય છે, એ શરદકાળ આવ્યા. ત્યારે અશ્વક્રીડા કરવા માટે નીકળેલા તેણે અનેક હજાર નાની વજાથી યુત, મહાવિભૂતિયુકત અનેક લોક-સમુદાયથી પૂજાતે ઈન્દ્રવજ
. સંથાએ પાછા વળતાં એ જ ઈન્દ્રવજને ભૂમિ પર માત્ર કાષ્ઠો જ બાકી રહેલાં હતાં. અને મામલેક જેની વજા ખેંચી ગયા છે, એવો ભૂમિ પર પડેલા દેખ્યો. તેને દેખીને આ રાજા ચિંતવવા લાગ્યું કે, સંસારમાં સર્વ જીવોની અપત્તિઓ અને અસંપત્તિઓ બંને પડખે જ રહેલી છે. જે ઈન્દ્રવજ અલંકૃત હતો, તેને ચૂંથાઈ ગએલો અને રસ્તામાં રઝળતે દેખીએ છીએ, ત્યારે રિદ્ધિ અને તેની વગરની અવસ્થાએ દેખીને પંચાલ રાજા વિષમ સ્થિતિ દેખીને ધર્મ પામ્યા. પૂર્વજન્મ સાંભર્યો, એટલે તેણે સંસારનો ત્યાગ કરી દીક્ષા લીધી. દેવતાએ વેષ આપ્યા અને ત્યારપછી પૃથ્વીના વલયમાં વિચારવા લાગ્યા. દુર્મુખ કથા સંપૂર્ણ.
પ્રત્યેક બુદ્ધ નમિરાજર્ષિ ક્યા કહે છે
વિડ દેશમાં મિથિલા નગરીમાં સજનેનાં મનને રંજન કરનાર નમિ નામના રાજા હતા. જન્માંત૨માં કરેલા ઉત્તમ પુણ્ય પ્રભાવે પ્રાપ્ત કરેલા રાજ્યસુખને અનુભવતાં કેટલાક કાળ પસાર થયો. કેઈક સમયે અશાતા વેદનીય કર્મોદય-ગે મસ્તકની ગાઢ વેદના સાથે શરીરમાં દાહજવર પ્રગટ થયા. વૈદ્યોએ આવીને અનેક પ્રતિકારના પ્રયોગ કર્યા. એમ છ માસ થવા છતાં રોગમાં કંઈપણ ફેરફાર ન થયા. કઈક સમયે વિઘના કહેવાથી અંત:પુરની પત્નીઓ ચંદન ઘસતી હતી. એટલે તેમના મણિરત્નોનાં વલયો પરસ્પર અથડાતાં હતાં, તેને ઝણકાર શws ઉછળ્યા. રાજા આ શબ્દો સહન ન કરવાથી પૂછે છે કે, “આ અવાજ કાનો આવે છે ?' પરિવારે કહ્યું કે, ચંદન ઘસતી અતઃપુરની સ્ત્રીઓના બલૈયાઓનો. એટલે રાણીઓએ પોતાના હાથમાંથી એક એક વય દૂર કર્યું. તે પણ ખણ ખણુ શબ્દ બંધ ન થયા. ત્યારપછી
"Aho Shrutgyanam