________________
[ ૪૪૬ ]
પ્રા. ઉપલેશમાતાને ગુજરાનુવાદ પરલેકમાં અતિતીહણ દુખ-સમૂહ ભેગવવા પડશે. એમ છતાં પણ આ પાપથી તેમને મારી બુદ્ધિથી છોડાવું. એમ વિચારી પુછપચૂલા પુત્રીને પ્રતિબોધ કરવા માટે વપ્નમાં અતિતીવ્ર દુઃખથી ભરપૂર નારકીએ ક્ષણવારમાં બતાવી. અતિશય ભયંકર નારકી દેખી તે જલદી પ્રતિબધ પામી. આ સર્વ દેખે વૃત્તાન્ત રાજાને જણાવ્યો.
શાએ પણ અનેક પાખંડીને લાવી દેવીના વિશ્વાસ માટે પૂછયું કે, “અરે! નર કેવી હોય અને ત્યાં દુઃખે કેવા હેાય? તે કહે. પિતા પોતાના મતાનુસાર દરેક પાખંડીઓએ નરકને વૃત્તાન્ત જણાવ્યું, પણ દેવીએ તે ન માને. એટલે રાજાએ બહુશ્રુત પ્રસિદ્ધ વૃદ્ધ એવા અતિકિાપુત્ર આચાર્યને બોલાવી પૂછયું, તેમણે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે યથાર્થ વૃત્તાના જણાવ્યું. એટલે પુષ્પચૂલા દેવીએ ભક્તિપૂર્ણ માનસી કહ્યું કે, “શું તમને પણ આ સવપ્ન આવેલું હતું?” ત્યારે ગુરુએ કહ્યું કે, “હે ભદ્ર! જિનમતરૂપી મણિ-દીપકના પ્રભાવથી તેવી કોઈ વસ્તુ નથી કે, જે ન જાણી શકાય, નરકને વૃત્તાન્ત તે કેટલે માત્ર છે?' વળી બીજા કોઈ સમયે તેની માતાએ સવપ્નમાં સ્વર્ગ બતાવ્યો જેમાં આશ્ચર્ય ઉત્પન્ન કરનારી ઘણી વિભૂતિથી શોભાયમાન દેવ-સમૂહ હતો. પ્રથમ પૂછયું હતું, તે પ્રમાણે ફરી પણ રાજાએ દેવકનું સ્વરૂપ પૂછયું. એટલે આચાયે’ યથાર્થ સવરૂપ જણાવ્યું. આ સાંભળી પુપચૂલા હર્ષ પામી. ભક્તિથી તેમના ચરણમાં નમસ્કાર કરી પૂછવા લાગી કે, “દુર્ગતિનું દુઃખ કેવી રીતે થાય અને વર્ગનું સુખ કેવી રીતે થાય ?' ત્યારે ગુરુએ કહ્યું કે, “હે ભદ્રે ! વિષય સુખની આસક્તિ વગેર પાપે સેવન કરવાથી નરકનાં દુઃખ થાય છે અને તેના ત્યાગથી વર્ગના મુખે મળે છે. ત્યારે તે પ્રતિમા પામી અને ઝેરની જેમ વિષય-સંગને ત્યાગ કરીને પ્રત્રજ્યા અંગીકાર કરવા માટે શાને પૂછયું. બીજા કોઈ સ્થાનમાં વિહાર ન કરવાની શરતે મહામુશીબતે ન્યાયનીતિ સમજનાર રાજાએ રજા આપી.
દીક્ષા અંગીકાર કરીને ચારિત્રને એવો ઉદ્યમ કરવા લાગી કે, જેથી કર્મમલની નિજ થવા લાગી. હવે દુષ્કાળ સમય હોવાથી અવિચિકાપુત્ર આચાર્ય પોતાના સર્વ શિને દુર દેશમાં મોકલી આપ્યા, પિતાનું જંઘામલ ક્ષીણ થએલું હોવાથી વિહાર કરવાની. શક્તિ ન હોવાથી આચાર્ય એકલા અહિં રોકાયા હતા. આ સાવી રાજાના ભવનમાંથી આચાર્ય માટે આહાર-પાણી લાવી આપતી હતી. આ પ્રમાણે કાળ વહી રહેલો હતો, અત્યંત શુદ્ધ પરિણામવાળી પુષ્પચૂલા સાધ્વીએ ઘાતકર્મનો નાશ કરી કેવલજ્ઞાન મેળવ્યું. આગળ જે વિનય કરતા હોય, તે કેવલી થવા છતાં પણ જ્યાં સુધી સામાં ન જાણે, ત્યાં સુધી ઉ૯લંઘન ન કરે. એ પ્રમાણે સાધ્વીને કેવળજ્ઞાન થયું છે, તે આચાર્યને હજુ ખબર નથી, જેથી પહેલાના કુકમથી અશન-પાન લાવી આપે છે. એક સમય સળેખમ શરદીથી પીઠા પામેલા આચાર્યને ગરમ ભેજનની વાંછા થઈ. (૨૫) જયારે થાય સમય થયા, ત્યારે ઈચ્છાનુસાર ભજન પ્રાપ્ત થવાથી વિસ્મય પામેલા સૂરિ સાવીને પૂછે છે કે, આજે મારા મનનો અભિપ્રાય તે કેવી રીતે જાણે? વળી અતિદુર્લભ
"Aho Shrutgyanam