________________
[ ૧૬ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાનુવાદ પણ કુમાર તેમાં વિશ્વાસ કરતા નથી. કુમારને કમલવતીના શીલાવિષયક ખી ખાત્રી હતી કે, “તેના શીલમાં કોઈ દિવસ કલંકને સંભવ નથી.” જ્યાં નજરેનજર સાક્ષાત્ પરપુરુષ દેખાય છે, અતિદઢ પ્રતીતિવાળું ચિત્ત થયું છે, એવી નિશ્ચયવાળી હકીકતમાં વિસંવાદને કણ રેકી શકે? હવે ફરી ફરી કઈક પુરુષને દેખતો હતો, ત્યારે પ્રાણપ્રિયાને પૂછયું કે-“આ શી હકીકત છે ?” મને બીજા પુરુષને સંચાર જણાય છે. તે મારાં નેત્રે હસુભાગી થયાં હશે ? હે પ્રિય! નિભંગિણી એવી મને પૂછવાથી સયું, તમારી દૃષ્ટિને વિકાર કરાવનારું મારું જે કર્મ છે, તેને જ પૂછે. હે વસુંધરા માતા ! હે દેવ ! કૃપા કરીને મને પૃથ્વીમાં વિવર આપો, જેથી તેમાં પ્રવેશ કરું જેથી આવાં દુર્વચને મારે સાંભળવા ન પડે. કુમાર કઈ ભૂત, રાક્ષસનાં તેવાં વચને સાંભળીને આવા પ્રકારનો વ્યવસાય કરે છે. કોઈ દિવસ દૂધમાં પૂરા હેય ખરા ? “જે કે તરુણ તરુણીઓ વિજળીના ઝબકારા સરખા નેત્રના કટાક્ષાથી લોકોના ચિત્તનું આકર્ષણ કરે છે, તે પણ મનને જાણનાર નિરંતર સમાગમ થવાનો શકય નથી, તેથી નિશ્ચય દુર્મનવાળા રહે છે. ત્યારપછી ગંધમૂષિકાએ તેઓને પાન, તલ, ભજન વગેરેમાં મંત્ર-ચૂર્ણાદિકના પ્રયોગ કરી તેના પ્રત્યે વિદ્વેષ કરાવવાને
પ્રયત્ન કર્યો. તેના માટે પૂર્ણરાગવાળો હોવા છતાં, તેને જ જોવાવાળો, તેનું લાવણ્ય પિતાના જીવનાધિક માનતા હોવા છતાં તે મંત્રાદિકને આધીન થવાથી તેની વાત સાંભળતાં જ અગ્નિ માફક દાઝવા લાગ્યો. લોકોપવાદથી સંતાપ પામેલા એવા તેણે નિર્ણય કર્યો કે, અહીંથી કાઢી મૂકીને તેના પિતાને ઘરે મોકલી આપવી. ત્યાર પછી તેવા વિશ્વાસુ મનુષ્યને એકાંતમાં બેલાવી ગુપ્તપણે આદેશ આપ્યો. સેવકે વિચાર કર્યો કે, “વગર કારણે અકાલે આ હુકમ કેમ કર્યો હશે ?' કનકવતીને સેવકે કહ્યું કે “કુમાર બગીચામાં સુતેલા છે અને આપને ત્યાં બોલાવે છે.” આ પ્રમાણે કહીને રથમાં બેસાડીને રાત્રિએ જંગલમાં રથ હાંકી ગયા. કનકવતીએ જમણું લેશન ફરકવાથી જાણયું કે, “મારાન્તિક સંકટ જણાય છે. છતાં પણ તેમની આજ્ઞા એ જ મને તે પ્રાણ છે, મારું જે થવાનું હોય તે થાવ.” આ પ્રમાણે તે આકુળ-વ્યાકુલ થવા લાગી, ત્યારે તેઓએ રથ અતિ વેગથી ચલાવ્યો, તેને પૂછ્યું કે “જથી પ્રિય
કાયા છે, તે બગીચો હજુ કેમ ન આવ્યો?” ત્યારે સેવકોએ પ્રત્યુત્તર આપે કે, હે રવામિની ! આપના પિતાને ત્યાં વાસ કરવા નિમિત્ત તમને મોકલ્યાં છે.” “મારા પીયરમાં વાસ કરવાને મોકલ્યા છે, તે અત્યાર સુધી તે બોલતા કેમ નથી? વગર વિચા" પરીક્ષા કર્યા વગર આ પ્રમાણે કાર્ય કરવાથી કુમારને જરૂર પશ્ચાત્તાપાનિ ઉત્પન્ન થશે.” તેઓ પાટલીખંડના સીમાડાની ભૂમિમાં જલદી પહોંચી ગયા. રાજપુત્રીએ કહ્યું કે, “હે સપુરુષો ! તમે અહિંથી જ પાછા વળો.” (૨૫૦).
પાટલીપુર નગરના આ ઊંચા મોટા સુંદર વૃક્ષો દેખાય છે, અહિંથી તે હું જ જઈશ, તમારી સહાયની હવે જરૂર નથી, ત્યારપછી સારથિએ પ્રણામ
"Aho Shrutgyanam