________________
પરશુરામ અને સુભમ ચક્રવર્તીની કથા
[ ૧૭ ] તેને તે ખોડો થાય છે, બ્રાહ્મણના પેટમાં પડે, તે તેનાથી તેને જ માત્ર તૃપ્તિ થાય છે. પિતાના પુત્રોએ આપેલ પિંડથી પિતાને કો એ સંબંધ થાય કે ખાટીગતિ થવાના બદલે સદગતિ થઈ જાય? આ તો આ લેકના લેગમાં ગૃહ થએલા અને તે મેળવવા માટે આ પિંડ પ્રદાનની પ્રરૂપણા ઉભી કરેલી છે. બાકી તે સર્વે જીવો પોતે કરેલ, શુભાશુભ કર્મનું જ ફળ મેળવે છે.
આ પ્રકારે ઘણા પ્રકારની યુક્તિથી તેને ધમંથી ખસેડવાના ઉપાય કરવા છતાં જેમ પંચડ પ્રલયકાળના વળથી મેરુ ચલાયમાન ન થાય, તેમ તે તેથી આ પદ્મરથ ચલાયમાન ન થયા. તેને અડોલ ચિત્તવાળો ચિંતવીને તે બંને દેવે લાંબા સમયથી કાઉસગ વગેરે કષ્ટકારી અનુષ્ઠાન કરતા, સખત ઉનાળાની ગરમીથી અધિક નિષ્ફર આતાપના લેતા એવા જમદગ્નિ તાપસ પાસે પહોંચ્યા. દેવોએ માયાથી બે ચકલા પક્ષીના યુગલનું રૂ૫ વિકુળ્યું અને તે તાપસની દાઢીના કેસમાં પોતાને રહેવાનો માળો બનાવ્યા.
કોઈક સમયે માનુષી ભાષામાં પક્ષીએ પિતાની પ્રિયાને કહ્યું કે, “એવું કંઈક પ્રયોજન આવી પડેલું છે, જેથી હું, હિમાવાન પર્વત પર જાઉં છું. ત્યાર પક્ષીપત્ની કહેવા લાગી કે, “તમે ત્યાં ગયા પછી કઈ બીજી સાથે પ્રેમ કરો અને પછી આવે કે ન પણ પાછા આવે, અથવા લાંબા કાળે આવો, તમારે શે વિશ્વાસ કરી ત્યારે પુરુષ પક્ષીએ કહ્યું કે, હે પ્રાણપ્રિયે ! જો હું અર્થ પ્રહરમાં પાછો ન આવું તે, બ્રાહ્મણ, ગાય, બાળક, શ્રી વગેરેની હત્યા કરનારને જે પાપ લાગે, તે પાપ મને લાગે. પક્ષિણીએ કહ્યું કે, “હું તમારે તે વિશ્વાસ કરું કે, જે આવા રોગન ખાવ તે, આ ઋષિએ આ તાપસવ્રત લઈને જે પાપ કર્યું છે, તે પાપ લેનાર વાવ તે.” પેલાએ જવાબ આપ્યો કે, હે વામિનિ ! હું મરવું પસંદ કરીશ, પણ આ પાપ માટે સેનન નહિ ખાઈશ. એટલે ગોહત્યાદિરૂપ મોટાં પાંચ પાપના સોગન લીધા. એટલે કોપ પામેલા ઋષિએ તે બંનેને બે હાથે પકડી લીધા અને તેમને પૂછ્યું કે, “અરે નિપુણ પક્ષીઓ ! તેને મને જવાબ આપે કે, ગાય વગેરે માટી હત્યા કરતાં મારા તાપાત્રતમાં કયું મેં મેટું પાપ ઉપાર્જન કર્યું છે? તેત્રોએ જવાબ આપે કે, “હે મહર્ષિ! તમે રોષાયમાન ન થશે. તમે કુમારપણામાં બાળબ્રહમચારી થઈને આ તાપ-દીક્ષા લીધી હોવાથી તમે પુત્રને જન્મ આપે નથી. તેથી તમે પાપ સમૂહને ઉપાર્જન કરનારા કેમ ન ગણાવ? જે માટે સ્મૃતિમાં કહેવું છે કે, પુત્ર વગરનાની વગ વગેરે સદગતિ થતી નથી, લગ્નાદિક કરી, કુટુંબ-વૃદ્ધિ પમાડી, પુત્ર ઉત્પન્ન કરી પછી વગે- જઈ શકાય છે. આ લૌકિક વાકય પણ તમે સાંભળ્યું નથી કે, જેમણે આંબાના વૃક્ષ રેખાં નથી, પિપળાના ઝાડને જળ સિંચુ. નથી. તેઓ છવું વહાણ સમાન જાણવા કે, જેઓ પુત્રને જન્મ નથી આપે.”
"Aho Shrutgyanam