________________
ચાણકય સ્વીકારેલ અનશન વ્રત
[ ૪૧૫ ] ચાપાધીન થઈ જે કોઇ વિવિધ અધિકાર વગેરે એકઠા કર્યા હોય, તે સર્વેને હું વિવિધ ત્યાગ કરું છું. તે લીંડીઓના અગ્નિમાં જેમ જેમ તે ધન્યને દેહ બળતો જાય છે, તેમ તેની ક્રૂર કમ પણ અંત સમયે નાશ પામે છે. શુભભાવની પ્રધાનતાવાળો પ્રધાન પરમેષિ-મંત્રનાં સ્મરણમાં તત્પર બનેલો અડોલ સમાધિપૂર્ણ ચિત્તવાળે તે મૃત્યુમાવને પામ્યા. દેદીપ્યમાન દેહવાગે મહર્થિકપણે દેવલોકમાં ઉત્પન્ન થયા.
- હવે તેના મરણથી આનંદિત થએલો તે સુબંધુ મંત્રી સમયે રાજાને પ્રાર્થના કરીને ચાણકયને મહેલ પ્રાપ્ત કરીને ત્યાં ગયો. ત્યારે ગંધની મહેક બહલાતી હતી. જેનાં દ્વા૨ મજબૂત ખીલા ઠોકાવી મજબૂત બનાવ્યા હતાં, તે જયાં અને વિચાર્યું કે, “અહિં કમાડ ખેલવાથી રાવ સારભૂત દ્રવ્ય પ્રાપ્ત થઈ શકશે.” એટલે કમાડ તેડાવી અંદરની મંજૂષા-પેટી બહાર કાઢી. ત્યાર પછી જ્યાં સુગંધી વાસદ્રવ્ય સૂછ્યું, તેટલામાં તે ભોજપત્રમાં લખેલ વાકય અને તેને અર્થ પણ સારી રીતે જાણ્યો. તેની ખાત્રી માટે એક બીજા પુરુષને તે વાસ સૂંઘાડયો, ત્યાર પછી તેની પાસે વિષ
નો ભેગવટો કરાવ્યા, તે તે મનુષ્ય મૃત્યુ પામ્યા– એ જ પ્રમાણે બીજી પણ વિશિષ્ટ વસ્તુઓની ખાત્રી કરી. “અરેર! તું તે મા, અને બીજાને પણ માતે ગા.” આ પ્રમાણે અતિશય દુઃખમાં સબડતો જીવવાની ઈચ્છાથી તે બિચારો ઉત્તમ મુનિની માફક પોતાનું જીવન પસાર કરવા લાગે. (૧૮૨) ચંદ્રગુપ્ત–ચાણકય મંત્રી કથા સંપૂર્ણ પિતાના વજન સંબંધી દ્વારને આશ્રીને કહે છે– निययाऽवि नियय-कज्जे, विसंवयंतम्मि हुंति खर-फरुसा । जह राम-सुभूमको, बंभ-क्खत्तस्स आसि खओ ॥ १५१॥
નજીકના વજન સંબંધી પિતાનું ધાર્યું કાર્ય સિહ ન થાય અને મતભેદ ઉત્પન્ન થાય, તો તેઓ પરસ્પર કઠોર-ક્રૂર કાર્ય કરનાર અને આકરાં વચને બોલનાર થાય છે. જેમ કે પરશુરામે ક્ષત્રિાને અને સુભમે બ્રાહ્મણ જાતિનો વારંવાર ક્ષય કર્યો. પરશુરામે સાત વખત નિક્ષત્રી પૃથવી કરી અને સુભમે ૨૧ વખત નિબ્રાણી પૃથ્વી કરી. જેમાં પોતાના સ્વજનને પણ ક્ષણ થયો. તેની કથા આ પ્રમાણે જાણવી
વસંતપુર નગરમાં આમેય નામને એક છોકરે તે તે સાથેની સાથે દેશાન્તરમાં ફરતાં ફરતાં કોઈ વખત માર્ગમાં ભૂલે પડયો. એક તાપસને આશ્રમ દે. ત્યાં યમ નામનો તાપસ હતો, તેણે પુત્રની જેમ લાલન-પાલન કરી મોટો કર્યો. “જમદગ્નિ” એવું તેનું નામ પાડયું. તે ઘેર આચાર પાલન કરતો હતો અને ઘોર તપ કરતું હતું જેથી તપસ્વી તરીકે ઘણું પ્રસિદ્ધિ પામ્યા. આ બાજુ વિશ્વાનર અને અવંતરી નામના બે દે હતા જેમાં વિશ્વાનર તાપસીને ભક્ત અને ધવંતરી દેવ નિર્ગથ સાધુઓની ભક્તિ કરનાર સમકિતી દેવ હતા. તેઓ બંને પિતપોતાના
"Aho Shrutgyanam